ધાર્મિક-દુનિયા

ચારણોની હાજરાહજૂર દેવી માતા આઈ સોનલનો ઇતિહાસ, મહિમા અને માતાનું અનેરું મહત્વ…!! વાંચો લેખ

આપણે વાત કરીએ ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની તો તેને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્રમાં ઘણા સંતો થઇ ગયા, જેમની કૃપા આજ સુધી આપણા પર બની રહી છે. સૌરાષ્ટ્રમાં જલારામ બાપા, નરસિંહ મહેતા, શેઠ શગાળશાહ, બાપા સીતારામ, આપાગીગા નગાબાઇ ને આઈ સોનલ જેવા ઘણા સંતો થઇ ગયા. આ બધા જ સંતો જીવતા જાગતા દેવની જેમ આ ધરતી પર પૂજાતા હતા ને આજે પણ એમના તપનો પ્રભાવ એ પાવન ધરતી પર જોવા મળે છે. પગ મૂકતા જ અમી ભરેલો ઓડકાર ન આવે તો કહેજો મારા બાપ… પછી ભલે એ વીરપુર હોય કે જુનાગઢ…. આજે વાત કરવાની છે ચરણોની શક્તિ મઢડામાં બેઠેલ મા આઈ સોનલની.

Image Source

સૌરાષ્ટ્રના જૂનાગઢથી 30 કીલોમીટર દૂર આવેલ મઢડા ગામે દેવી આઈ સોનલ બિરાજમાન છે. જે ચારણોની શક્તિપીઠ કહેવાય છે. આ ગામ માતા સોનલના પરચા અને ચમત્કારના કારણે લાખો લોકોની આસ્થાનું કારણ બન્યું છે. કહેવાય છે કે માતા આઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો ને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે. તે દેવી શક્તિ છે. આ ગામમાં લોકોની વસ્તી માત્ર 700 જ છે. પરંતુ રોજ હજારો માણસો અહીંયા માતા સોનલના દર્શને આવે છે ને ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથ નથી જતો. અહીં મંદિરમાં બેઠેલ માતા આઈ સોનલમાંની કૃપાને અવિરત આશીર્વાદ વરસાવતી મુરતી જોઈને જ આવનાર ભક્તો પાવન થઈ જાય છે. બે પાંચ નહી પણ પૂરા વીસ વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

Image Source

લોકો મઢડા ગાને બિરાજેલ આઈ સોનલના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્ષોથી અહીં સદાવ્રત ચાલી રહ્યું છે. આ ગામમાં આવનાર કોઈ ભૂખ્યું જતું નથી. માતા સોનલનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. અહી આવનારને ક્યારેય કોઈ સાંસારિક દુખ રહેતું નથી મા સોનલ કહ્યા વગર એના દુખ દૂર કરે છે. અહીં ચારણો સિવાય પણ બધી જ જાતીના લોકો દર્શન કરવા આવે છે ને આખા ગામના લોકો માતા આઈ સોનલની આરતીનો ઘંટ સાંભળતા જ હોંશે હોંશે માના દરબારમા હાજરી પૂરાવી જાય છે.

પોષ મહિનાની સુદ બીજને દિવસે મા આઈ સોનલનો જન્મ થયો હતો જે આજે આખી દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. પોષ મહિનાની બીજને સોનલ બીજ પણ કહેવામા આવે છે. મઢડાથી લઈને દેશ વિદેશમાં માતાના ભક્તો માતાની ભક્તિ કરે છે ને માતાના દર્શને પણ અચૂક આવે છે.

આપણાં ધર્મગ્રંથોમાં અનેક મહાન સિદ્ધીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ચારણોની દેશ ભક્તિ, બલિદાનની તોલે કોઈ ન આવી શકે. ખુદ માતા સરસ્વતીએ ચરણોને દીકરા માન્યા હતા અને ચરણોના કાંઠે હાલમાં પણ માતા સરસ્વતી વાસ કરી રહ્યા છે. એ જ ચારણના ઘરે માતા ભગવતી મા સોનલ થઈ જન્મ્યા છે. મા આઈ સોનલ ખુદ ભગવતીનો સાક્ષાત અવતાર છે.

Image Source

આઈ શ્રી સોનલમાતાએ તેમના જીવનમાં સત્યને માર્ગે જ ચાલ્યા છે. તેમણે એ જમાનામા વ્યસન મુક્તિ અભિયાનનું બીડું એકલા હાથે ઝડપ્યું હતું. માતા સોનલ ક્યારેય કોઈને અન્યાય નહોતા થવા દેતાં. અન્યાય કરવાવાળા પણ માતા સોનલનું નામ સાંભળતા જ કંપી જતાં હતા. જે પોતાના જીવનમાં માતા સોનલમાં દિવ્ય પ્રવચનો સાંભળે તે તેનું જીવન જ જીવવાનું બદલી નાખે એટલી તાકાત માના શબ્દોમાં છે. સોનલ માતાએ આ સમાજમાં ઘણા પરચા પૂર્યા છે. જે લોકોએ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી માતાને સાદ કર્યો કે તરત જ માતા આઈ સોનલ ભક્તની પુકાર સાંભળી હાજર થઈ જાય ને આંખના પલકારામાં જ દુખ દૂર કરવાની તાકાત માતા આઈ સોનલમાં છે.

ચિલો વડ શક્તિ તણો, ચારણ ચુકી ના જાત
જનમ ના હોત જગત માં, મઢડે સોનલ મોરી માત