માસુમના 35 ટુકડાઓ કરીને ઘરમાં જ રાખ્યા, ડેટિંગ એપ પરથી મહિલાઓને લાવતો ઘરે અને તેમને ખબર સુદ્ધાં ના પડવા દીધી, જાણો આફતાબની કાળી હકીકત

શ્રદ્ધા હત્યાકાંડ સામે આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે, જેમાં મર્ડર બાદની હકીકત સૌના રૂંવાડા ઉભા કરી રહી છે, આવી જ એક હકીકત હાલ પણ સામે આવી છે, જેમાં હત્યારા આફતાબે શ્રદ્ધાની હત્યા કરી અને તેના શબના ટુકડા કરીને પછી ઘરમાં શું કરતો હતો તે જાણવા મળ્યું છે. આ હકીકત કોઈપણ વ્યક્તિ હચમચી જાય તેવી છે.

શ્રદ્ધા અને આફતાબ લિવ ઇનમાં રહેતા હતા અને તેમની વચ્ચે વર્ષ 2018થી સંબંધ હતો. શ્રદ્ધાના પરિવારજનો આ સંબંધ વિશે રાજી ના થતા તે બંને મુંબઈથી દિલ્હી આવી ગયા હતા અને દિલ્હીમાં જ ઘર ભાડે લઈને રહેવા લાગ્યા હતા. તો હવે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી હત્યારો આફતાબ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ અન્ય યુવતીઓને પણ ડેટિંગ એપ પરથી ડેટ કરવા માટે પોતાના ઘરમાં લાવતો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આફતાબે તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેની લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા બાદ ડેટિંગ એપ પરથી અન્ય યુવતીને ડેટ કરવા માટે ઘરે લાવ્યો હતો. તે બમ્બલ નામની એપ પર તે યુવતીને મળ્યો હતો. ડેટ પર આફતાબ સાથે આવનારી યુવતીને પણ ખબર ના પડી કે ફ્રિજમાં લાશ રાખવામાં આવી છે. શ્રદ્ધા અને આફતાબ પણ આજ ડેટિંગ એપ પરથી મળ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વર્ષ 2018માં તે આ ડેટિંગ એપ પર મળ્યા હતા અને 2019થી જ તે લિવ ઇનમાં રહેતા હતા.

હવે આ હત્યાને લઈને આફતાબ અમીન પૂનાવાલાએ પોલીસ સામે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે હત્યા બાદ લોહી કેવી રીતે સાફ કરવું તે જાણવા માટે તેણે ગૂગલ પર સર્ચ કર્યું હતું. તે પણ જાણવા મળ્યું કે કેવી રીતે માનવ શરીરના સરળતાથી ઘણા ટુકડા કરી શકાય છે. હાથ અને પગને સાંધામાંથી સરળતાથી કેવી રીતે અલગ કરી શકાય ? દિલ્હી પોલીસે આફતાબના મોબાઈલની વિગતો શોધી ત્યારે આ તમામ માહિતી મળી હતી. ઈન્ટરનેટની સર્ચ હિસ્ટ્રીમાંથી તમામ માહિતી સામે આવી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. આ દરમિયાન બંને એકબીજા પર શંકા કરવા લાગ્યા. આફતાબને લાગ્યું કે શ્રદ્ધાનો બીજો નજીકનો મિત્ર બની ગયો છે. તે જ સમયે, શ્રદ્ધાએ એવો પણ દાવો કર્યો હતો કે આફતાબની પસંદગી હવે કોઈ અન્ય છે. હત્યાના થોડા મહિના પહેલા બંને ઘણા હિલ સ્ટેશનો પર પણ ગયા હતા.

હિમાચલ પ્રદેશમાં ઘણા દિવસો સુધી પ્રવાસ કર્યા બાદ બંનેએ દિલ્હીમાં રહેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પછી બંને 8 મેના રોજ દિલ્હી આવ્યા હતા. 15 મેના રોજ બંનેએ છતરપુરમાં ભાડે રૂમ લીધો હતો. આમાં 18 મેના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈ દરમિયાન જ્યારે બંને વચ્ચે ઝઘડો વધી ગયો તો શ્રદ્ધા બૂમો પાડવા લાગી અને ત્યારે આફતાબે તેનું મોઢું બંધ કરી ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી તેનો મૃતદેહ બાથરૂમમાં રાખવામાં આવ્યો હતો.

શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેણે મૃતદેહને છુપાવવા માટે ગૂગલ પર ઘણું સર્ચ કર્યું. તેણે શોધ્યું કે કેવી રીતે માનવ શરીરને સરળતાથી કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરી શકાય છે. આ પછી તે બીજા દિવસે બજારમાંથી એક આરી અને ફ્રિજ ખરીદી અને લાવ્યો. ત્યારબાદ તેણે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા અને ફ્રિજમાં મૂકી દીધા. પછી તે દરરોજ ફ્રિજમાંથી અમુક ટુકડાઓ કાઢીને પોલીથીનમાં પેક કરતો અને પછી મહરૌલીના જંગલોમાં ફેંકી દેતો. પોલીસની પૂછપરછ બાદ શ્રદ્ધાના મૃતદેહના લગભગ 13 ટુકડા મળી આવ્યા છે. આ દૂર દૂર જોવા મળ્યા હતા.

પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે શ્રદ્ધાની હત્યાના 18 દિવસ સુધી તે મૃતદેહના ટુકડાને રાત્રે 2 વાગે બેગમાં ભરીને તેની પીઠ પર બેગમાં લટકાવતો હતો અને પછી તેને અલગ-અલગ જગ્યાએ ફેંકતો હતો. આ સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે તેણે ડેક્સ્ટર ક્રાઈમ વેબ સિરીઝ પણ જોઈ હતી. અહીંથી જ તેને હત્યાનો વિચાર આવ્યો. જયારે તેને કોઈ રાત્રે બે વાગે જંગલમાં આવવાનું કારણ પૂછતું ત્યારે તે શૌચ માટે આવ્યો છે તેમ જણાવતો.

પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આફતાબને અન્ય ઘણી યુવતીઓ સાથે આડા સંબંધ હતા. જેના કારણે તેનો શ્રદ્ધા સાથે ઝઘડો થતો હતો. તેથી જ હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કર્યા બાદ તે અન્ય યુવતી સાથે રૂમમાં આવવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં એવી શક્યતા છે કે આફતાબ ષડયંત્ર હેઠળ શ્રદ્ધાને દિલ્હી લાવ્યો અને તેની હત્યા કરી. એક રીતે તેનું આ ષડયંત્ર પણ 6 મહિના સુધી સફળ રહ્યું હતું.

એક પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે દિલ્લીના CM કેજરીવાલને પુછવામા આવ્યુ કે તમારે ત્યાં દિલ્લીમાં આજકાલ એક મર્ડર કેસની ખુબ ચર્ચામાં આવ્યો છે, શ્રદ્ધા કેસના આ સવાલ પર નિવેદન આપતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં શ્રદ્ધાની સાથે જે થયુ, તે ખરેખર ખરાબ થયુ છે, બહુજ દર્દનાક છે, ક્રિમિનલને તો એવી સજા મળવી જોઇએ કે ભવિષ્યમાં આવુ કરતા પહેલા કોઇપણ કાંપી જાય. આપણા સમાજમાં આ સહન ના કરવામાં આવી શકે.

Niraj Patel