બમ્બલ ડેટિંગ એપ પરથી બનેલી સાયકોલોજિસ્ટ ગર્લફ્રેન્ડને આફતાબે આપ્યા હતા સારા-સારા ગિફ્ટ્સ, પછી કેટલાક કલાકો માટે ઘરે જ….

ભણેલા ડોક્ટર પણ આવા મૂર્ખ હોય? લાશના ટુકડા ઘરમાં હતા તો પણ ડોક્ટર ગર્લફ્રેન્ડ અંદર ગઈ અને સારી સારી ગિફ્ટ…..

શ્રદ્ધા હત્યા કેસમાં પોલિસે એ મહિલાની પૂછપરછ કરી હતી, જે શ્રદ્ધાની હત્યા બાદ કથિત રીતે આફતાબના ઘરે ગઇ હતી. અત્યાર સુધીની પૂછપરછમાં તેણે જણાવ્યુ કે, આફતાબે તેને અલગ અલગ ગિફ્ટ્સ આપ્યા હતા. બંનેની મહિનાઓ સુધી વાત થઇ અને પછી ઓક્ટોબરમાં મુલાકાત થઇ. મહિલાનું કહેવુ છે કે તે દરમિયાન તેને શ્રદ્ધા વિશે કોઇ જાણકારી નહોતી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે એક ક્લિનિક સાયકોલોજિસ્ટને ડેટ કરી હતી. જાણવા મળી રહ્યુ છે કે મહિલા આફતાબને જૂન-જુલાઈમાં બમ્બલ ડેટિંગ એપ પર મળી હતી. એ જ એપ જેના દ્વારા શ્રદ્ધા અને આફતાબ મળ્યા હતા. ત્યારબાદ મહિલા કથિત રીતે આફતાબને તે જ ફ્લેટમાં મળવા ગઈ હતી જ્યાં શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. મહિલાએ કહ્યુ હતુ કે,

જ્યારે તેણે શ્રદ્ધાની હત્યા અને આફતાબની ધરપકડના સમાચાર જોયા ત્યારે તે ચોંકી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેને શ્રદ્ધા વિશે કોઈ માહિતી નથી. તે એપ દ્વારા આફતાબને મળી હતી અને બંનેએ મહિનાઓ સુધી વાત કરી હતી. ઓક્ટોબરમાં મહિલા આફતાબના ઘરે ગઈ હતી અને ત્યારબાદ આફતાબે તેને પરફ્યુમ અને અન્ય વસ્તુઓ પણ ગિફ્ટ કરી હતી.

મહિલાનું કહેવું છે કે તે થોડા કલાકો સુધી ઘરમાં રહી પરંતુ તેને કંઈપણ શંકાસ્પદ જોવા નહોતુ મળ્યુ. તે આફતાબના ઘરે માત્ર બે વાર જ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બાદમાં તે કામના સંબંધમાં દિલ્હીથી નીકળી ગઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાએ કહ્યું કે આફતાબ હંમેશા તેની સાથે સારો વ્યવહાર કરતો,

અને તેણે ક્યારેય તેની સાથે ગેરવર્તન કે મારપીટ કરી નથી. મહિલાએ દાવો કર્યો હતો કે આફતાબ પાસે તેના ઘરે પરફ્યુમ, રૂમ ફ્રેશનર અને પોટપેરી (સૂકા ફૂલોનો ગુચ્છો)નું કલેક્શન છે.” પોલીસે સીઆરપીસીની કલમ 161 હેઠળ મહિલાનું નિવેદન નોંધ્યું છે અને હવે આ મામલે આરોપી આફતાબની પૂછપરછ કરવામાં આવશે.અગાઉ પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ તરત જ તેના ફોન પર ડેટિંગ એપ ઇન્સ્ટોલ કરી દીધી હતી. પોલીસને શંકા છે કે જ્યારે મહિલા ફ્લેટમાં ગઈ હતી ત્યારે આરોપી કથિત રીતે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Shah Jina