ભણો ભણો, ટકા લાવો તો જ ઉદ્ધાર થશે, એવા માં-બાપને તમાચો છે આ સ્ટોરી….કોલેજને લાત મારીને ઊભી કરી દીધી હજારો કરોડોની કંપની, 19 વર્ષની ઉંમરે બન્યો અરબપતિ
સામાન્ય રીતે 20 વર્ષની ઉંમરે છોકરા-છોકરીઓ ભણતા હોય છે. દરેક છોકરો કે છોકરી યુવાનીના ઉંબરે પગ મૂકતાની સાથે જ પોતાની કારકિર્દી વિશે વિચારવા લાગે છે. પરંતુ આદિત પાલીચા એવા છોકરાઓમાં છે જે નાની ઉંમરમાં 1200 કરોડ રૂપિયા કમાયા. આદિત પાલિચા તે કંપનીના CEO છે, જેનું 2022માં મૂલ્યાંકન $900 મિલિયન એટલે કે 7300 કરોડને વટાવી ગયું હતું. ખાસ વાત એ છે કે માત્ર એક વર્ષની અંદર આ છોકરાએ તેના મિત્ર સાથે મળીને અબજોની કંપની ઉભી કરી.
ક્વિક ડિલિવરી સ્ટાર્ટઅપ Zeptoના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા IIFL Wealth-Hurun India Rich List 2022માં સ્થાન મેળવનારા સૌથી યુવા ઉદ્યોગસાહસિક બન્યા છે. 19 વર્ષની ઉંમરે કૈવલ્ય સૌથી અમીર ભારતીયોમાં સૌથી નાનો છે. Hurun યાદીમાં કૈવલ્ય રૂ. 1,000 કરોડની સંપત્તિ સાથે 1036માં ક્રમે છે, જ્યારે આદિત પાલિચા રૂ. 1,200 કરોડની સંપત્તિ સાથે 950માં સ્થાને છે. તે પહેલા ફોર્બ્સ મેગેઝિનના પ્રભાવશાળી “30 અંડર 30 (એશિયા લિસ્ટ)” માં ઈ-કોમર્સ શ્રેણીમાં દેખાયો હતો.
બંને યુવા સાહસિકો Hurun ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઈન્ડેક્સ 2022માં સૌથી યુવા સ્ટાર્ટ-અપ સ્થાપકો પણ છે. ભારતના સૌથી ધનિકોની યાદીમાં વોહરા અને પાલીચાનો સમાવેશ દેશમાં સ્ટાર્ટઅપના વધતા પ્રભાવને દર્શાવે છે. Hurun India Rich List મુજબ, એક કિશોરે આ યાદીમાં પ્રવેશ કર્યો છે ! યાદીમાં સૌથી નાનો 19 વર્ષીય કૈવલ્ય વોહરા છે, જેણે Zeptoની સ્થાપના કરી હતી. દસ વર્ષ પહેલા સૌથી યુવા ઉદ્યોગસાહસિક 37 વર્ષનો હતો અને આજે 19 વર્ષનો છે.
વોહરા અને પાલીચા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા જેમણે પાછળથી બિઝનેસ કરવા માટે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ છોડી દીધો હતો. કોરોના દરમિયાન આવશ્યક વસ્તુઓની ઝડપી અને સંપર્ક વિનાની ડિલિવરીની વધતી જતી માંગને પહોંચી વળવા બંને મિત્રોએ 2021માં Zeptoની શરૂઆત કરી હતી. પાલિચાએ 17 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે વિદ્યાર્થીઓને કારપૂલ સર્વિસ પૂરી પાડવા માટે 2018માં GoPoolની સ્થાપના કરી હતી.
સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા તેઓ ગોપનીયતા નીતિ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત પ્રોજેક્ટ પ્રાઈવસીનું નેતૃત્વ કરતા હતા. દુબઈમાં ઉછરેલા બાળપણના બે મિત્રોએ શરૂઆતમાં સ્ટાર્ટઅપ કિરાનાકાર્ટ શરૂ કર્યું, જે એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે મુંબઈમાં સ્થાનિક સ્ટોર્સમાંથી કરિયાણાની ડિલિવરી કરે છે. તે જૂન 2020થી માર્ચ 2021 સુધી કાર્યરત હતું. ત્યારબાદ એપ્રિલ 2021માં Zepto લૉન્ચ કરી નવેમ્બરમાં પ્રારંભિક ફંડિંગ રાઉન્ડમાં $60 મિલિયન એકત્ર કર્યા.
ક્વિક ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મે ડિસેમ્બરમાં $570 મિલિયનના મૂલ્યાંકન સાથે $100 મિલિયન એકત્ર કર્યા હતા. Zeptoએ આ વર્ષે મે મહિનામાં $900 મિલિયનના વેલ્યુએશનમાં ફંડિંગ રાઉન્ડમાં $200 મિલિયન એકત્ર કર્યા હતા. હાલમાં Zepto ભારતના 10 મોટા શહેરોમાં કાર્યરત છે. કંપનીમાં 1,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તે પ્લેટફોર્મ પર 3,000 ઉત્પાદનો પહોંચાડે છે. જેમાં ફળો, શાકભાજીથી લઈને કરિયાણાની વસ્તુઓનો સમાવેશ થાય છે. ઝેપ્ટોની વિશેષતા તેની ઝડપી ડિલિવરી સેવા છે. તે સામાન્ય રીતે 10 થી 15-16 મિનિટની અંદર પહોંચાડે છે.