ધાર્મિક-દુનિયા

ભારતમાં છે દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં ગજાનન નહીં નર સ્વરૂપે બિરાજ્યા છે ગણેશજી, દર્શન કરો ક્લિક કરીને

ભગવાન ગણેશને સમર્પિત દેશભરમાં ઘણા અનન્ય અને પ્રખ્યાત મંદિરો છે. બધા મંદિરોનું પોતાનું આગવું અને પૌરાણિક મહત્વ છે. સામાન્ય રીતે, દરેક મંદિરમાં ભગવાન ગણપતિની ગજમુખી પ્રતિમા જ જોવા મળે છે. હકીકતમાં લગભગ બધા જ મંદિરોમાં ગજ રૂપમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત હોય છે, પરંતુ ભારતમાં એક એવું મંદિર પણ છે જ્યાં નર સ્વરૂપે ગણેશની મૂર્તિની સ્થાપિત કરવામાં આવી છે. તમિલનાડુના તિલતર્પણ પુરીમાં આદિ વિનાયક મંદિર છે, જ્યાં ગણેશની નરમુખી પ્રતિમાના દર્શન કરવા મળે છે.

Image Source

તમિલનાડુ રાજ્યના કુટનુરથી લગભગ બે કિલોમીટર દૂર તિલતર્પણ પુરીમાં આદિ વિનાયકનું એક મંદિર છે, આ ગણેશ મંદિર દેશના અન્ય તમામ મંદિરોથી ખૂબ જ અલગ છે. અહીં વિરાજમાન ગણેશ મૂર્તિ ખૂબ જ વિશેષ અને અલગ છે. અહીં ભગવાન ગણેશ નર સ્વરૂપમાં બિરાજમાન છે. આ અનોખી પ્રતિમાને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તે ભારતનું આ પ્રકારનું પ્રથમ મંદિર છે. આ મંદિર આ વિશેષતાને કારણે પ્રખ્યાત છે. અહીં દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આ ઉપરાંત અહીં મંદિરમાં પૂર્વજોની શાંતિ માટે પણ લોકો આવે છે.

આ વિનાયક મંદિરમાં, શ્રી ગણેશની નરમુખી પ્રતિમા એટલે કે માનવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સિવાયના દેશના લગભગ તમામ મંદિરોમાં ભગવાન ગણેશની ગજમુખી રૂપી પ્રતિમાની જ પૂજા કરવામાં આવે છે. પણ અહીં ગણપતિજીનો ચહેરો ગજ જેવો નથી પરંતુ મનુષ્ય જેવો છે.

Image Source

આદિ વિનાયક મંદિરમાં શ્રી ગણેશની જ નહીં પરંતુ ભોલેનાથજીની પણ પૂજા કરવામાં આવે છે. અહીં મંદિરમાં ભગવાન ગણેશ તેમજ ભગવાન શિવ અને માતા સરસ્વતીનું મંદિર પણ સ્થિત છે. એમ તો આ મંદિરમાં વિશેષ રૂપથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. પરંતુ અહીં આવતા ભક્તો, આદિ વિનાયક સાથે, માતા સરસ્વતી અને ભગવાન શિવના મંદિરમાં ચોક્કસ માથું ટેકે છે.

એવું માનવામાં આવે છે કે એક વખત ભગવાન ભોલેશંકરે ગુસ્સે થયા પછી શ્રીગણેશનું માથું ધડથી અલગ કરી દીધું હતું. એ પછી તેમને ગજનું માથું લગાવવામાં આવ્યું હતું, ત્યારથી જ તેમની મૂર્તિ આ સ્વરૂપમાં સ્થાપિત થાય છે. પરંતુ આદિ વિનાયક મંદિરમાં નર રૂપમાં આ પ્રતિમાના સ્થાપિત હોવા પાછળની વાર્તા ખબર ન હોવાના કારણે લોકોમાં આશ્ચર્યનો વિષય છે.

Image Source

દંતકથાઓ અનુસાર, ભગવાન રામએ પૂર્વજોની શાંતિ માટે આ સ્થાન પર પૂજા-પાઠ કરાવ્યા હતા. ભગવાન રામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાને કારણે, આજે પણ લોકો અહીં તેમના પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરવા આવે છે. આ કારણ છે કે આ મંદિરને તિલતર્પણપુરી પણ કહેવામાં આવે છે. જો કે આ મંદિર ખૂબ સામાન્ય દેખાય છે પરંતુ લોકોમાં તેનું ખૂબ મહત્વ છે. પૂર્વજોની શાંતિ માટે સામાન્ય રીતે નદીના કાંઠે પૂજા-અર્ચના કરવામાં આવે છે, તેમ છતાં મંદિરની અંદર ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ અનોખી વાતો માટે લોકો દૂર-દૂરથી દર્શન કરવા અને પૂજા કરવા અહીં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.