એક જ સમયે બંને હાથથી 11 રીતે લખે છે આ છોકરી, લોકો બોલ્યા- આ તો 3 ઇડિયટ્સના વાયરસની પણ બાપ નીકળી- જુઓ વીડિયો

એક જ સમયે બંને હાથથી 11 રીતે લખવાનો રેકોર્ડ, ભારતીય છોકરીનું હુનર જોઇ હેરાન રહી ગઇ દુનિયા

શું તમે ક્યારેય કોઈને બંને હાથ વડે લખતા જોયા છે ? જો કોઈ વ્યક્તિ બંને હાથથી લખવામાં નિપુણ હોય તો લોકોને આશ્ચર્ય થાય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈને બંને હાથથી 11 રીતે લખતા જોયા છે ? જો નહીં, તો ચાલો તમને બતાવીએ. ભારતની એક છોકરી તેના બંને હાથ વડે 11 અલગ અલગ રીતે લખી શકે છે. તેની ઝડપ જોઈને લોકો પણ દંગ રહી ગયા છે. મેંગલોરમાં રહેતી 17 વર્ષની ભારતીય યુવતી આદિ સ્વરૂપાએ પોતાના કૌશલ્યથી દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

આદિ સ્વરૂપા એક જ સમયે તેના જમણા અને ડાબા હાથનો ઉપયોગ કરીને લખી શકે છે. તે 11 અલગ અલગ રીતે લખી શકે છે. એટલું જ નહીં તે આંખે પાટા બાંધીને પણ લખી શકે છે. અંગ્રેજી અને કન્નડ બંને ભાષામાં એકસાથે લખતી વખતે એક મિનિટમાં એક દિશામાં 45 શબ્દો લખવાની તેમની ક્ષમતા માટે લથા ફાઉન્ડેશનના વિશેષ વિશ્વ રેકોર્ડ દ્વારા તેને ઓળખવામાં આવી છે.

આ યુવતીએ એક મિનિટમાં બંને હાથ વડે વધુમાં વધુ શબ્દો લખવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આદિ સ્વરૂપાએ આ અદ્ભુત કૌશલ્ય માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં આવું પરાક્રમ કરીને તે આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. તાજેતરમાં, એક વીડિયો રવિ કરકરાએ શેર કર્યો હતો જેઓ Tech Enthusiast છે. તેમણે એક વીડિયો સાથે ટ્વીટ કર્યું, “આ છોકરી મેંગલોરની ‘આદી સ્વરૂપા’ છે.

તે બંને હાથથી 11 અલગ-અલગ શૈલીમાં લખી શકે છે. તેના મગજની બંને બાજુ એક જ સમયે કામ કરે છે, એક મિલિયનમાં એક.” હા. અદ્ભુત! આ કૌશલ્ય Ambidexterity તરીકે ઓળખાય છે.” ત્યારે હવે આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Shah Jina