આજકાલના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું શરીર સ્વસ્થ રહે તેને કોઈ પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો ન કરવો પડે જેમના માટે તે રોજીંદા વ્યાયામ કરે છે. અને પોતાના આહારમાં પ્રોટીન અને પોષક તત્વનું સેવન કરે છે આજ અમે આપને આ લેખ ના માધ્યમ થી એક એવા ફળ વિષે જાણકારી દેવા વાળા છે. જે આપની તબિયત માટે ખુબ ફાયદાકારક રહેશે. અને ઘણી બીમારીઓ થી આપને મુક્તિ મળશે અમે જે ફળ ની વાત કરી રહ્યા છીએ તેનું નામ ડ્રેગન ફ્રુટ છે. જેને તેના લાભને કારણે એક સુપરફૂડ માન્યું છે. તેને પીતાયાના નામથી પણ જાણવામાં આવે છે. ડ્રેગન ફ્રુટમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. અને તેમાં એંટીઓક્સીડેંટ ગુણ પ્રચુર માત્રામાં જોવા મળે છે.

ડ્રેગન ફ્રુટ બહારથી જેટલું સખ્ત દેખાતું હોય છે. તે અંદરથી તેટલું જ મુલાયમ અને સ્વાદિષ્ટ હોય છે. આ આપણા શરીર ને ઘણા પ્રોટીન ઉપલબ્ધ કરે છે. ડ્રેગન ફ્રુટમાં વધુ માત્રામાં પ્રોટીન હોવાને કારણે આપણે ઘણી બીમારીઓથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેના સેવનથી આપણા શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેની સાથે જ આ આપના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાનું સંતુલન બનાવી રાખવામાં પણ મદદ કરે છે. આ આપણા બ્લડ શુગર ને પણ નિયંત્રિત કરે છે તેની સાથે જ પાચન તંત્રને પણ સારું બનાવે છે.
હાલમાં જ એક ભણેલા ગણેલા એંજિનિયર ખેડૂત દીકરાએ તેના ખેતરમાં ડ્રેગન ફળની ખેતી કરીને તેણે તેણે આવનારા વર્ષોના વર્ષો સુધી તેનાથી થનારી આવકને બાંધી દીધી છે. આ યુવાનનું આ પગલું બીજા ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક સાબિત થશે.

મળેલ માહિતી અનુસાર સુરત પાસેના ધરમપુર પાસે આવેલ ઑજરપાડા ગામમાં સુરતના જ એક કેમિકલ એંજિનિયર થયેલા ખેડૂત પુત્રએ વિટામિન અને મિનરલ્સઅને પોષકતત્વોથી ભરપૂર એવા ડ્રેગન ફળની ખેતી તેના ખેતરમાં કરી છે. એ યુવાનનું કહેવું છે કે આ ફળની એકવાર જ રોપણી કરવી પડે છે. ત્યારબાદ ફક્ત તેનું ખાલી ધ્યાન જ રાખવું પડે છે. અને દર વર્ષે એના પર ફળ અને ઉપજ મેળવી શકાય છે. આ ફળ કાંટા વાળું છે. અને આ ફળમાં સારી આવક પણ મળે છે.

આ ફળને આપણે ત્યાં પિતાયા તરીકે ઓળખાય છે. અને વિદેશમાં તેણે ડ્રેગન ફ્રૂટના નામે ઓળખાય છે. આ ફળની ખેતી કરનાર ગુણવંતભાઈ મિલોમાં કેમિકલની સપ્લાઈ કરે છે. તે ખેતીમાં કંઈક બધાથી અલગ કરી પૈસા કમાવવા માંગતા હતા. એટ્લે તેમણે અનેક પ્રકારના વાંચનથી જાણ્યું કે ઘણા બધા રોગની દવા બનાવવા માટે આ ફળનો ઉપયોગ થાય છે. એકવાર વાંચવા મળ્યું કે આ ફળને દવા બનાવવા માટે વિદેશથી મંગાવવામાં આવ્યા છે. એટ્લે વિચાર આવ્યો કે આ ફળની ખેતી કરીને ઓછી મહેનતે પૈસા કમાય શકાય છે.
એ પછી તપાસ કરી કે આ ફળની ખેતી ભારતમાં કઈ જગ્યાએ થાય છે. તો ગુણવંતભાઈને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક ખેડૂત આ ફળની ખેતી કરી રહ્યો છે. તો તેઓ સુરતથી મહારાષ્ટ્ર ગયા અને બધી જ માહિતી મેળવી અને થોડી ટ્રેનીંગ પણ લીધીને બધુ જાણ્યા પછી આ ફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો.
આ ફળની ખેતી માટે સૌ પ્રથમ તો આ ફળના રોપાને મંગાવવામાં આવ્યા હતા. અને 6 ફૂટથી વધારે 800 જેટલા સિમેંટના પાક્કા પોલ બનાવ્યા અને આ ફળના રોપાને રોપયા હતા. આ ફળની ખેતી કરવી ખૂબ જ સસ્તી પડે છે. કેમકે આની ખેતીમાં કોઈ જ પ્રકારના ખાતરની જરૂર પડતી નથી.અને પાણી રોજ દરેક છોડને એક લીટર ઉપર જોઈએ છે. એટ્લે પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. માત્ર દોઢ જ વર્ષમાં રોકેલા નાણાં પરત મળી શકે છે.

તેઓ જણાવે છે કે, તેમણે આ રોપા વાવ્યા પછી માત્ર 18 મહિનામાં જ 299 કિલો જેટલું ડ્રેગન ફળનું ઉત્પાદન થયેલું હતું. આ ફળની કિંમત એક કિલોએ 200 રૂપિયા છે, તેઓ એ પણ જણાવે છે કે માલ વેચવા માટે બીજે ક્યાય જવાની જરૂર નથી. તેમનો મોટા ભાગનો માલ સુરતમાં જ વેચાઈ ગયો હતો.

ડ્રેગન ફળથી થતાં ફાયદાઓ :
આ ફળમાં રહેલ પોષકતત્વોના કારણે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, બી.પી, વધારે પડતાં વજનમાં, કે પછી શરીરમાં શ્વેતકણના અભાવમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.
આજ અમે આપને ડ્રેગન ફ્રુટ ના સેવન થી મળતા ફાયદા વિષે વિસ્તારમાં જાણકારી આપશું. આવો જાણીએ ડ્રેગન ફ્રુટથી મળતા ફાયદા વિષે.
ત્વચા માટે છે ફાયદાકારક
ડ્રેગન ફ્રુટમાં જોવા મળતા એંટીઓક્સીડેંટ શરીરમાં મુક્ત કણોને હાનિકારક પ્રભાવને ઓછો કરવામાં સહાયતા કરે છે. જેને કારણે ઉંમર વધવાના લક્ષણથી લડવામાં મદદગાર થાય છે. આ સન બર્ન અને ડ્રાઈ સ્કીનના ઉપાયમાં ઘણું ઉપયોગી છે. ડ્રેગન ફ્રુટમાં રહેલ વિટામીન સી ત્વચાની ચમક બનાવી રાખવામાં સહાયતા કરે છે.

હાડકા અને સાંધાઓના દર્દ માટે લાભકારક
જો આપ ડ્રેગન ફ્રુટનું સેવન કરો છો તો તેનાથી આપના હાડકા અને સાંધાને ઘણો ફાયદો મળશે. ડ્રેગન ફ્રુટમાં કેલ્શિયમની વધુ માત્રા જોવા મળે છે. જે આપના હાડકાને સ્વસ્થ રાખવામાં સહાયતા કરે છે. તો તેનાથી આપના પેઢા અને દાંત મજબુત બને છે.
વાળ માટે છે ફાયદાકારક
જો આપ ડ્રેગન ફ્રુટ નું સેવન કરો છો તો તેનાથી આપના વાળને પોષણ પ્રાપ્ત થશે. તેની સાથે જ આપના વાળ સ્વસ્થ બની રહે છે વધુ જોવા મળ્યું છે કે લોકો તેમના વાળમાં કલર કરતા હોય છે. જેના કારણે આર્ટીફીશીયલ કલરમાં રહેલ કેમિકલથી થતું નુકસાન થી વાળને બચાવવામાં મદદ કરે છે. અને આપના વાળમાં ચમક લાવે છે.

હાર્ટ માટે ફાયદાકારક
ડ્રેગન ફ્રુટના સેવનથી દિલથી સંબંધિત બીમારીઓ દુર રહે છે. આ આપના શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને એટલું રાખે છે. જેટલું આપના સ્વસ્થ રહેવાની આવશ્યકતા હોય છે. તેના સેવનથી ધમની અને નસોમાં પ્લાકના જામવાની સંભાવના ઓછી રહે છે. જેને કારણે તે એટેક અને સ્ટ્રોકની સંભાવનાને ઓછી કરે છે.
આ ફ્રૂટમાં પ્રતિ 100 ગ્રામમાં પોષક તત્વ કેલેરી 50, કેલ્શિયમ 5 મિલીગ્રામ,વિટામિનબી3 16 મિલી ગ્રામ, આયરન 9 મિલીગ્રામ, કાર્બોહાઈડ્રેટ 11ગ્રામ, પ્રોટીન અને વસા,4 ગ્રામ,વિટામિન બી 1 ચાર મિલીગ્રામ,ફાસ્ફોરસ 5 મિલીગ્રામ,વિટામિનબી 2 પાંચ મિલીગ્રામ અને વિટામીન સી 5 મિલીગ્રામ મળે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.