વિક્કી-કેટરીના અને આલિયા રણબીર બાદ હવે આ સ્ટાર કપલ પણ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યું છે, પીઠી અને મહેંદીમાં થયા રોમેન્ટિક, જુઓ તસવીરો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણાં બધા લોકો લગ્નના બંધનમાં પણ બધાઈ રહ્યા છે, સામાન્ય માણસો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, થોડા સમય પહેલા જ બોલીવુડના સ્ટાર કપલ આલિયા અને રણબીરના લગ્નની ખબરે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો હતો, ત્યારે હવે વધુ એક સ્ટાર કપલના લગ્નની ચર્ચાઓ સામે આવી રહી છે.

અભિનેતા આદિ પિનિસેટ્ટી અને અભિનેત્રી નિક્કી ગલરાનીએ માર્ચ 2022માં સગાઈ કરી હતી. બંને સેલિબ્રિટીઓએ બુધવારે હિંદુ પરંપરાઓ અનુસાર તેમની પૂર્વ-લગ્નની વિધિઓ પૂરી કરી હતી. ચેન્નાઈમાં એક નાનકડો લગ્ન સમારોહ શરૂ થયો, જ્યાં અભિનેતાના લગ્નની ઉજવણી પીઠીની વિધિ સાથે શરૂ થઈ.

આદિ પિનિસેટ્ટી અને અભિનેત્રી નિક્કી ગલરાનીની સગાઈમાં આર્ય, નાની, સંદીપ કિશન અને અન્ય કેટલીક હસ્તીઓએ હાજરી આપી હતી. આ સમયે ‘પીઠીના પ્રસંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આદિ અને નિક્કીએ 27 માર્ચે એક સિક્રેટ ઈવેન્ટમાં સગાઈ કરી હતી.

આ દંપતીએ તેમની સગાઈના સમારંભની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેને તેમના ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આદિ પિનિસેટ્ટી અને નિક્કી ગલરાની લાંબા સમયથી સાથે છે. ‘મરાગાથા નાનયમ’ અને ‘યાગવરાયિનમ ના કાક્કા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી આ કપલ પ્રેમમાં પડ્યાં, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

તાજેતરમાં જ તેના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં સગાઈ થઈ હતી. બંને લાંબા સમયથી એકબીજાની સાથે હતા અને તેઓએ હવે તેમના સંબંધોને નામ આપવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લગ્નના ફંક્શનનો છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Galrani (@nikkigalrani)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આદિ પિનિસેટ્ટી ટૂંક સમયમાં એક્શન ડ્રામા “ધ વોરિયર”માં રામ પોથિનેની સાથે જોવા મળશે. કીર્તિ શેટ્ટી રામ પોથિનેનીની સામે એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે જે 14 જુલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થશે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

Niraj Patel