ખબર

આધાર કાર્ડમાં કરી આ ભૂલ, તો 10 હજાર દંડ ભરવાની રાખજો તૈયારી, જાણો વિગત

આધારકાર્ડ ઉપયોગને લઈને તમને ખબર હશે કે, સરકારી કામોમાં આધાર નંબરની જરૂરિયાત હોય છે. થોડા મહિના પહેલા કરદાતાઓની સમસ્યાને દૂર કરવા માટે આયકર વિભાગે પાન કાર્ડની જગ્યા પર આધારકાર્ડ 12 ડિજિટ બાયોમેટ્રિક આઈડી નંબર આપવાની અનુમતિ આપી હતી. પરંતુ જો તમે આ નિયમનો ખોટો ઉપયોગ કરો છો અથવા ખોટો આધારકાર્ડ નંબર આપો છો તો તેના માટે તમારી ઉપર દંડ પણ લાગી શકે છે.

Image Source

ફાયનાન્સ બિલ 2019માં રજૂ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં ઘણા બદલાવ આવ્યા છે. નવા નિયમ મુજબ લોકો પાન કાર્ડની જગ્યા પર આધાર કાર્ડનો ઉપયોગ કરવાની અનુમતિ આપી છે. પરંતુ ખોટો આધાર કાર્ડ નંબર આપવા પર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડે છે.

દંડ માટેનો નવો નિયમ ત્યારે જ લાગશે જયારે તમે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરો છો. જ્યાં પાનકાર્ડ આપવું અનિવાર્ય છે. જેમ કે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ સમય પર, બેન્ક એકાઉન્ટ ખોલતા સમયે, ડિમેટ એકાઉન્ટ ખોલતા સમયે, 50 હજાર રૂપિયાથી વધુ મ્યુચુઅલ ફંડ અથવા બોન્ડ ખરીદતા સમયે પણ કાર્ડ અનિવાર્ય છે.

Image Source

હાલમાં આધાર કાર્ડ UIDAI દ્વારા સંચાલન કરવામાં આવે છે. પરંતુ આ દંડ યુઆઈડીઆઈ દ્વારા લગાડવામાં નહીં આવે. પરંતુ આ દંડ આયકર વિભાગ દ્વારા લગાડવામાં આવશે. ઇન્કમટેક્સ એક્ટ 1961ના સેક્શન 272 B મુજબ, પાન કાર્ડમાં ગડબડી કરવા પર દંડ લાગી શકે છે. દરેક ભૂલ માટે 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.
પહેલા આ દંડ પાનકાર્ડ સુધી સીમિત હતો. પરંતુ પાન અને આધાર કાર્ડને એકબીજાની જગ્યાએ વાપરવા બદલ આ દંડ આધાર કાર્ડ પર લાગી શકે છે.

આધારકાર્ડથી જોડાયેલા નવા નિયમ.

પાન કાર્ડની જગ્યાએ ખોટો આધાર કાર્ડ નંબર પર લાગી શકે છે દંડ.

કોઈ પણ વ્યવહારમાં પાન અને આધાર નહીં આપવા પર લાગી શકે છે દંડ.

ફક્ત આધાર કાર્ડ આપવું જરૂરી નથી. પરંતુ તેને બાયોમેટ્રિક પ્રમાણિત હોવું જરૂરી છે. આ ના કરવા પર દંડ દેવો પડી શકે એમ છે. નવા નિયમ મુજબ, બેન્ક અને સંસ્થાઓને પણ દંડ આપવો પડશે જયારે તે પાન અને આધાર કાર્ડને પ્રમાણિત નહીં કરી શકે.

Image Source

નવા નિયમ મુજબ ઉપરના મામલામાં 10 હજાર સુધીનો દંડ ભરવો પડે એમ છે. પરંતુ જો તમે ખોટો આધાર કાર્ડ નંબર આપો છો તો. જો તમે 2 ફોર્મ્સમાં ખોટા આધાર કાર્ડ નંબર 20 હજાર સુધીનો દંડ લાગી શકે છે. ઇન્કમ ટેક્સથી જોડાયેલા ફોર્મ ભરતી વખતે આ વાતને ખાસ ધ્યાન રાખવી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.