
બાળપણમાં માટીમાં રમવાવાળા અને માટીની કારીગરી કરવાવાળા મનસુખ ભાઈ પ્રજાપતિએ એવું કરી બતાવ્યું જે આજના સમયમાં લોકો માટે તેઓ એક ઉદાહરણ છે.
વર્ષ 2001માં જયારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો, ત્યારે એક ન્યુઝ પેપરમાં એક નાની ખબર છાપેલી હતી, જેનું ટાઇટલ હતું “તૂટી ગયું ગરીબનું ફ્રિઝ.” આ ખબરને વાંચી મોરબીના નીચમંદાળ તાલુકાના એક ગામના મનસુખભાઈ પ્રજાપતિના મગજમાં આવ્યું કે એવું ફ્રિઝ બનાવામાં આવે જે ગરીબને કામ આવે. ત્યારથી તેઓ આ બનાવના પ્રયાસમાં લાગી ગયા. બાળપણથી આર્થિક સમસ્યાના કારણે મનસુખ ભાઈ ભણતર પૂરું ન કરી શક્યા. પછી તેઓ માટીના વાસણ બનાવવા લાગ્યા. વર્ષ 2002માં તેમણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ કર્યું.

મનસુખભાઈને માટીના વાસણ બનાવવાનો કૌટુંબિક વ્યવસાય હતો. પરંતુ તેમને વ્યવસાયના અસ્તિત્વને લઈને બીક લગતી હતી. કેમકે વ્યવસાય દિવસે દિવસે ઓછો થતો હતો. તે પોતાના પારિવારિક વ્યવસાયને જીવંત રાખવા માંગતા હતા. આજના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમને કંઈક નવું કરવાનું વિચાર્યું.

તેમને મિટ્ટીકુલ નામની કંપની બનાવી. આ કંપનીમાં માટીના ફ્રિઝ, કુકર અને પાણીના ફિલ્ટર બનાવે છે. તેમને વસ્તુ કુદરતી રીતે ઠંડુ રાખવાના સિદ્ધાંતથી ફ્રિજ બનાવ્યું છે. આ ફ્રિઝને ચલાવવા માટે કોઈ પણ પ્રકારની ઉર્જાની જરૂર નથી પડતી. વગર વીજળીએ ચાલે છે આ ફ્રિઝ અને આ ફ્રીઝમાં વસ્તુઓ જલ્દી બગડતી નથી. આ ફ્રિઝની કિંમત લગભગ 3000 રૂપિયા છે.
મનસુખ ભાઈ કહે છે કે ‘હું પારિવારિક કારોબારને કેવી રીતે વધારવો તે વિચાતો. પછી અમે નક્કી કર્યું કે આ કારોબારમાં સમય સાથે પરિવર્તન કરવું પડશે. જેથી પ્રોડક્ટ્સને આધુનિક રંગમાં રંગવાના પ્રયત્નો ચાલુ કર્યા. વૈજ્ઞાનિક રીતે નવી નવી વસ્તુ બનાવવા લાગ્યા. જેથી આ કારોબાર ચાલવા લાગ્યો.’

હવે મિટ્ટીકુલ કંપનીની ભારતમાં જ નહીં પણ દુબઇ, જાપાન અને અમેરિકામાં પણ માંગ છે.
પોતાના કૌટુંબીક ધંધાને નવા શિખર પર પહોચાડવાવાળા મનસુખ ભાઈને આંતરરાષ્ટ્રીય મેગેજીન ફોર્બ્સએ ગ્રામીણ ભારતના શક્તિશાળી લોકોની સૂચીમાં સ્થાન આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે પણ ‘ગ્રામીણ ભારતના સાચા વૈજ્ઞાનીક’ના પદથી સમ્માન કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks