રસોઈ

આ વખતે ઉનાળામાં એન્જોય કરો આ 8 કુલ મોકટેલ્સની સાથે, જાણો બનાવાની રીત…દિલ ખુશ કરી દેશે

ગરમીઓની મૌસમ સમજો કે આવી જ ગઈ છે, જ્યારે ખુબ જ ઠંડા-ઠંડા ડ્રીન્કસ પીવાની ઈચ્છા થતી હોય છે. એવામાં જો તમે રોજ એક નવું મોકટેલ તમારા ઘરમાં જ બનાવીને પીવો અને પીવળાવો તો ગરમીના દિવસોને પણ ખુબ સારી રીતે એન્જોય કરી શકશો. અમે તમારા માટે સ્પેશીયલ સમર 8 ટેસ્ટી-ટેસ્ટી અને કુલ-કુલ ડ્રીન્કસ એટલે કે મોકટેલની રેસીપીજ લાવ્યા છીએ, જેને તમે ઘરે જ બનાવી ગરમીના દિવસોમાં મસ્ત કુલ-કુલ અને તાજા માજા રહી શકો છો. 1. કોકો બીચ માર્ટીની:

સામગ્રી: રોઝ વોટર 15 મિલી, લીચી જ્યુસ 45 મિલી

બનાવાની રીત: દરેક સામગ્રીને મિલાવો અને એક શેકરમાં નાખીને સારી રીતે શેઈક કરી લો. હવે તેમાં આઈસ નાખીને માર્ટિની ગ્લાસમાં નાખો.

અંતમાં સર્વ કરતા પહેલા ગુલાબની સુકાયેલી પાખડીઓથી ગાર્નીશ કરો.

2. સુસેગાત ફેની:સામગ્રી: ક્રેનબૈરી જ્યુસ 30 મિલી, લેમન જ્યુસ 10 મિલી, મીંટ(ફોદીનો)ના પંદડા, લેમન સ્લાઈસ, સોડા.

બનાવાની રીત: મીંટ અને લાઈમને એકસાથે મિલાવો અને પછી બધી જ સામગ્રી ને એક જારમાં નાખો. તેને આઈસ અને સોડાથી ટોપઅપ કરી દો.

અંતમાં સર્વ કરતા પહેલા મીંટ લીવ્જ અને લેમન સ્લાઈસથી ગાર્નીશ કરો.

3. એપલેટીની:

સામગ્રી: એપ્પલ જ્યુસ 30 મિલી, ગ્રીન એપ્પલ સીરપ 10 મિલી.

બનાવાની રીત: દરેક સામગ્રી ને એક શેકરમાં આઈસની સાથે મિલાવો. સારી રીતે મિક્સચર માં શેક કરો અને માર્ટીની ગ્લાસમાં નાખો.

અંતમાં ગ્રીન એપ્પ્લની સ્લાઈસથી ગાર્નીશ કરો.

4. રસ્ટી નાર્લ: 

સામગ્રી: વ્હીસ્કી 45 મિલી, તાજું નારિયેળનું પાણી

બનાવાની રીત: ઓલ્ડ ફેશન ગ્લાસીસને આઈસ થી ભરો. હવે તેમાં ફેશ નારીયેલ પાણી નાખો. બાદમાં તેમાં ઉપરથી થોડી માત્રા માં વ્હીસ્કી ઉમેરો, જેથી તે ટોપ પર ફ્લોટ કરે.

5. કોકમ કુલર:

સામગ્રી: કોકમ સીરપ 20 મિલી, બ્લૈક સોલ્ટ એક ચપટી, બ્લૈક પેપર અકે ચપટી, લેમનેડ

બનાવાની રીત: દરેક સામગ્રી ને એક લાંબા ગ્લાસમાં અઈસની સાથે નાખો અને તેને લેમનેડ થી ટોપઅપ કરો.

અંતમાં સર્વ કરતા પહેલા ડ્રાઈ કોકમથી ગાર્નીશ કરો.

6. મેડ ઇન ક્યુબા:

સામગ્રી: ફોદીનોના પાન, લેમન સ્લાઈસ, જિંજર ના ટુકડા, કાકડીના ટુકડા, લેમન જ્યુસ 10 મિલી, મધ 10 મિલી, લેમનેડ

બનાવાની રીત: જીંજર, ફોદીનો, કાકડી ના સ્લાઈસને એક જારમાં સારી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં મધ અને લેમન જ્યુસ ઉમેરો અને લેનમેડ થી ટોપઅપ કરી દો.

અંતમાં ફોદીનોના પાનથી ગાર્નીશ કરીને સર્વ કરો.

 

7. વોટર મેલન બેસિલ મોઈતો:

સામગ્રી: વોટર મેલન ના ટુકડા, તુલસીના પાન, લેમનેડ.

બનાવાની રીત: તુલસીના પાનને હાથથી મસળીને લાંબા ગ્લાસમાં નાખો. હવે વોટર મેલન ના ટુકડાને બ્લેન્ડ કરો. તેમાં આઈસ મિલાવો અને લેમનેડ થી ટોપઅપ કરો.

અંતમાં બેસિલ સ્પ્રીન્ગ્સથી તેને ગાર્નીશ કરીને સર્વ કરો.

8. જીંજરીતો:

સામગ્રી: જીંજરના ટુકડા, ફોદીનોના પાન, જીંજર બીયર.

બનાવાની રીત: મીંટ અને જીંજર ના ટુકડા ને મિલાવો અને તેમાં મધ ઉમેરો. હવે તેમાં આઈસ નાખીને તેને જીંજર બીયરથી ટોપઅપ કરી દો.

અંતમાં સર્વ કરતા પહેલા તેને મીંટ સ્પ્રીન્ગ્સથી ગાર્નીશ કરો.

લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.