ગણપતિ હટાવશે તમારા નસીબ આડેથી પાંદડું, માત્ર આ ઉપાયથી- વાંચો લેખમાં ફાયદાકારક માહિતી

0

હિન્દૂ સંસ્કૃતિમાં અને પૂજામાં ભગવાન શ્રીગણેશજીને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. દરેક શુભ કાર્યમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરાવી અનિવાર્ય કહેવામાં આવ્યું છે. દેવતાઓ પણ પોતાનું કાર્ય વિના કોઈ વિઘ્ને પૂરું કરવા માટે ગણેશજીની અર્ચના સૌથી પહેલા કરે છે.

Image Source

ગણેશજીને બુદ્ધના કારક દેવતા માનવામાં આવે છે, એટલે બુધવારની ગણેશજીનો વાર માનવામાં આવે છે. એવામાં બુધવારે ગણેશજીની પૂજા વિશેષ મનોકામના પુરી કરવાવાળી માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, ગણેશજીની પૂજા તમારા કાર્યમાં આવતી અડચણ જ દૂર નથી કરતી પણ સાથે જ તમારી મનોકામનાઓ પણ પુરી કરે છે. ભગવાન શિવની જેમ જ ગણેશ ભગવાન પણ ભક્તો પર તરત જ પ્રસન્ન થઈ જતાં દેવ છે.

ભગવાન ગણેશની પૂજા કરવી સાવ સરળ છે. જો આ પ્રકારની વસ્તુથી એમની પૂજામાં કરવામાં આવે તો તરત જ ભાગ્યોદય થાય છે.

Image Source

ભગવાન ગણેશને ધરો ખૂબ જ પસંદ છે. જો દર બુધવારે જો ગણેશની પૂજા કરવામાં આવે અને જો પાંચ, નવ કે એકવીસ ધરો ચડાવવામાં આવે તો બધી જ મનોકામના પૂર્ણ થાય છે. જો ધરો ગણેશ ભગવાનના માથા પર ચડાવવામાં આવશે તો આનાથી ગણેશ પ્રસન્ન થાય છે .

Image Source

હનુમાનની જેમ ગણેશને પણ સિંદુર ખૂબ જ પ્રિય છે. સિંદુર ઉર્જાનું પ્રતિક છે અને ગણેશજી પણ ઉર્જા, બુદ્ધિ અને રિદ્ધિ, સિદ્ધિના દાતા છે. માટે જ ભગવાન ગણેશને સિંદુર ચડાવો અને એ જ સિંદુરનું પોતે પણ તિલક કરો. આમ કરવાથી જીવનમાં આવતી બધી જ અડચણો દૂર થશે અને જલ્દી જ ભાગ્યોદય થશે.

ભગવાન ગણેશને ચોખા પણ ચડાવવામાં આવે છે. ચોખા એકદમ સાફ કરેલ, આખાને પવિત્ર હોવા જોઈએ. સિંદુરમાં ભેળવેલા ચોખા પણ ગણેશને અતિ પ્રિય છે.

Image Source

આ ઉપરાંત એમને મોદક પણ ખૂબ જ પ્રસન્ન છે. એટ્લે જ એમને મોદકનો ભોગ ચડે છે. કહેવાય છે કે આનાથી વ્યક્તિનું અકાલ મૃત્યુ ટળે છે. અને જીવનમાં સફળતા મળે છે.

ગણેશ પૂજામાં આટલી વાતનુ ધ્યાન રાખો –

પૂજા તેમજ ધાર્મિક કામોમાં તુલસીનું વિધાન હોય છે. પૂજા ઉપરાંત ભગવાનને ભોગ ચડાવવામાં પણ જો તુલસીનો ઉપયોગ કરવામાં ન આવે તો ભગવાન સુધી એ ભોગ પણ પહોંચી શકતો નથી. તુલસી દરિદ્રતા તેમજ પાપોનો નાશ કરે છે. પરંતુ ઘણા ઓછા લોકોને એ ખ્યાલ હશે કે, ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં નથી આવતો.

Image Source

એક પૌરાણિક કથા અનુસાર ગણેશને તુલસીએ શ્રાપ આપ્યો હતો કે, ગણેશના બે વિવાહ થશે. ત્યારે ગણેશે પણ તુલસીને શ્રાપ આપેલ કે તારું સંતાન અસુર બનશે. ત્યારબાદ, તુલસીએ ભગવાન ગણેશની માફી માંગી, ત્યારે ગણેશે વરદાન આપ્યું કે કળિયુગમાં તું પવિત્ર છોડ તરીકે તારી પૂજા થશે. કોઈપણ પૂજા તારા વગર સંપૂર્ણ નહી થાય. પરંતુ મારી કોઈપણ પૂજામાં તારો સમાવેશ નહી થઈ શકે, આ કારણે જ તુલસીને ગણેશ પૂજામાં વર્જિત માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here