લેખકની કલમે

આ તે કેવો પ્રેમ?… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ!!

મનુ જે પોતાના પતિને ખુબ નજરઅંદાજ કરતી. તેની પીઠ પાછળ પ્રેમની લીલા કરતી. પોતાની જિંદગીને મોજ મસ્તીમાં જીવતી. પણ એ બધું ત્યાં સુધી જ ચાલ્યું જ્યાં સુધી તેના પતિને તેની સચ્ચાઈ ખબર ના પડી.

આજે જિંદગીના જે સાતફેરા અગ્નિની સાક્ષીએ લીધા હતા. એનો અંત આવી ગયો. એવું કામ મનુ કરી ચુકી હતી કે ક્યારેય તે માફ ના કરી શકાય. આજે તેનું ઘર તૂટી ગયું હતું. એના પતિએ તેને છુટાછેડા આપી દીધા હતા. જેનું કારણ હતું અતુલ!!!!

અતુલ જે મનુનો આશિક હતો. બન્ને વચ્ચે અફેર હતું. અતુલની ગાડી રોજ પાલનપુર એરોમા સર્કલથી ઉપડીને રાજસ્થાનની સીમમાં ગાયબ થઇ જતી હતી. જે ગાડીમાં એકએકથી ચઢિયાતા ચહેરા આવતા હતા. જેમાં એક હતી મનુ!!!ગાડીના મિરર (આગળનો કાચ) માંથી તે અવારનવાર મનુને જોતો હતો. તો મનુ પણ ચોરી ચોરી અતુલને જોઈ લેતી. વારેવારે આવી નજર એકબીજાને મળતી. જયારે મિરરમાં નજર મળે એટલે હદયમાં પણ એક અનેરો આનઁદ થતો હતો. ગાડીમાં કોઈને ખબર ના પડે એ રીતે આંખોના ઈશારા પણ થતા હતા.

બસ, હવે તો પ્રેમનો શીલશીલો ચાલુ થયો. બન્ને બાજુ એમજ હતું કે પ્રેમની કોઈને ખબર નથી પણ ના એવું ન હતું. ગાડીમાં બધાને ખબર હતી. પણ કોઈ ખોટું કેમ સબંધ બગાડે. પણ કહેવત છે ને ખાડો ખોદે તે પડે….થયું પણ એવું જ. જે પ્રેમલીલા ગાડીમાં થતી. રજાના દિવસોમાં થતી અને સાંજના સમયે પાલનપુરની ગલીમાં થતી એ જાજી ચાલી નહિ. બન્ને વચ્ચે હવે નાની નાની બાબતો ઉપર લડાઈને ઝગડા થતા હતા. પણ આ ઝગડા મોટું રૂપ લે એ બન્ને જાણતા ન હતા.

મનુ કહેતી “હવે રહેવા દે અતુલ!!! પ્રેમની લાગણીઓ સમય જાય એટલે માણસ ભૂલી જતો હોય છે. તું પણ એક દિવસ મને ભૂલી જઈશ”. અતુલ સાચું જ કહેતો હતો કે “બધા એક જેવા ના હોય. તો ક્યારેક કહેતો કે મને છોડવો હોય તો આજે છોડી દે. પણ મારી સાથે ટાઈમ પાસ ના કરતી”. પણ મનુને આજે જરૂર હતી અતુલની ક્યાં છોડે? જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી છોડ્યો નહી. અને હવે અતુલને પાગલ કરીને છોડી દીધો હતો.અતુલ પોતાના દિમાગમાંથી મનુ એક નામ કાઢવા માટે દારૂ પીવા લાગ્યો. પણ જેમ જેમ એ નામ કાઢવાની કોશીશ કરતો એમ વધુને વધુ એ નામ સાથે યાદોમાં રહેવા લાગ્યો. હવે તો અતુલના મિત્રો પણ અતુલને કહેતા…

“દોસ્ત, ભૂલી જા એને યાદ કરીને કોઈ ફાયદો નથી. શું આખો દિવસ એના નામની માળા જપ્યા કરે. એ તને ક્યારેય યાદ નહીં કરતી હોય”. હવે એતો અતુલ પણ જાણતો ન હતો કે મનુ તેને યાદ કરે કે ના કરે. કેમ કે અતુલને મનુ ક્યારેય કોલ કરતી નહીં. કે અતુલ પણ મનુને કોલ કરતો નહીં.

બન્ને એકબીજાથી ખુબ દૂર ચાલ્યા ગયા હતા. કારણ કે મનુ કોલ ઉપડતી નહીં. જેના લીધે હવે અતુલ પણ એને કોલ કરતો નહીં. અને નક્કી કરેલું કે હવે તેનો કોલ ઉપડવો નહીં. જેથી મનુએ જયારે કોલ કરેલ ત્યારે અતુલે કોલ ઉપાડ્યો નહીં. અને મનુને થતું કે હવે હું પણ કોલના કરું.

બસ, બન્ને બાજુ અભિમાન હતું. હું કેમ કરું. જેના કારણે આજે બન્ને પ્રેમના એ કિનારા ઉપર ઉભા હતા કે પ્રેમનો ધાગો તૂટી ગયો હતો. મનુને વાત કરવી હતી. ઘણા સવાલ પૂછવા હતા. પણ એ જાણી જોઈને દૂર રહેવા લાગી.

આમને આમ કેટલાય વર્ષ થઇ ગયા. મનુએ જીવનમાં કે સ્વપ્નમાં પણ વિચારેલું નહીં કે તેનું જીવન બરબાદ થશે. કેમ કે સમયને ખુબ પાછળ છોડી દીધો હતો. પણ મનુની એક ભૂલ હતી એ ભૂલી ગઈ કે સમય કદી સાથ નથી છોડતો.

આજે આટલા વર્ષ થયા કે મનુની દીકરી પણ લગ્ન કરવા લાયક બની ચુકી હતી. જયારે મનુએ અતુલનો સાથ છોડ્યો ત્યારે મનુ અને અતુલ બન્નેના મિત્રો અતુલને કહેતા કે આ તને છોડીને જશે એક દિવસ. આ ટાઈમ પાસ કરે. પણ અતુલ ક્યાં માને લોકોની વાત. એ પછી જયારે તે ખરેખર જતી રહી ત્યારે બધા મિત્રો એ કહેલું કે “જોયું ને ગઈ. હજુ સમય છે એ બીજા લોકોની જિંદગી સાથે આવું સમય પસાર કરે એના કરતા ચાલ એના ઘરે આપણે બધા જઈને કહીએ કે એના ધંધા શું છે?”

પણ! મિત્રોની વાત ના જ માની પોતાની મનુનું ઘર એને ના તોડ્યું. તો હવે કેમ એને તોડ્યું? એ પણ એક ગજબની વાત હતી. આટલા વર્ષ પછી આ શું હતું. અતુલ અત્યાર સુધી રાહ જોતો હતો. કે મનુ એને વાત કરે પાછી આવે. પણ મનુ ક્યાં હવે પાછી આવે.મનુ તો પોતાના જીવનમાં પોતાના પરિવાર સાથે હવે મસ્ત હતી. એ તો ભૂલી પણ ગઈ હતી કે તેને કોઈની સાથે જે સમયપસાર કરેલો એ માણસ તો આજે એના માટે પાગલ થઇ ચુક્યો છે. અતુલના મનમાં તો જે દિવસે પ્રેમ કરેલો એ દિવસથી આજ સુધી મનુ એક નામ ક્યારેય ભુલાતું ન હતું…

હવે તો ઘણા સમય પછી અતુલને ખબર પડી ગઈ કે તેને પોતાના જીવન સાથે રમત રમી છે. જે રમતને અતુલ એક પ્રેમ માની ચુકયો હતો. પ્રેમ તો એને કહેવાય જે લાગણીઓમાં તણાઈ જાય. એની યાદોમાં તળબોળ થઈ જાય. પણ મનુને આ બધું હવે યાદ ન હતું. જે અતુલ પોતાના દિલો દિમાગમાં લઈને બેઠો હતો…

અતુલે ઘણા સમય એની રાહ જોઈ. મનુની પળેપળની ખબર અતુલ રાખતો હતો. તે ખુબ દૂર હોવા છતાં તેની સહેલીઓને મળતો અને તેના સમાચાર લેતો. જયારે પણ કોઈ તેના વિષે વાત કરતું તો ખુબ ધ્યાનથી એક એક શબ્દને પોતાના હદયમાં અંકિત કરતો. આખરે લોકો તો કહેતા જ એક નંબરનો પાગલ!!!!!!

અતુલના પાછળ લોકો એની ખુબ ટીકા કરતા. એવું શું છે એનામાં કે આ પાગલ થયો છે. ઘણા મિત્રો તેની ઈર્ષા પણ કરતા. પણ અતુલને કોઈની પરવાહ ન હતી. જીવનનું સ્વપ્ન એક બન્યું હતું. મનુની યાદો અને દારૂ. આજ જિંદગી જીવવાની એક ટેવ પડી ગઈ હતી..

આજે ખુબ દારૂ પીધો હતો. પોતે હાઇવે નેશનલ આઠની એક હોટેલમાં મિત્રો સાથે બેઠો હતો. બધા મિત્રો કહેતા “દોસ્ત, હવે એના પાછળ જીવન બરબાદ ના કર. આવો કોઈ પ્રેમ હોતો નથી. તારા સામે નવી જિંદગી પડી છે. એ તારા ભવિષ્ય સામે જો. પ્રેમ કરવો હોય તો માં – બાપ અને પરિવાર છે દોસ્ત. અતુલની આંખોમાં આશુ આવી ગયા હતા. તેને આજે નક્કી કળ્યું કે મનુના સામે જવું. પણ જીવ ચાલતો ન હતો. તેને ગાડીમાંથી વાઈન કાઢીને પીધો. મિત્રો પણ જાણતા જ હતા કે મનુએ આ માણસની જિંદગી બગાડી છે તો હવે એની પણ બગડશે.

ગાડીનો સેલ લગાવીને અતુલ ચાલી નીકળ્યો. આ એજ ગાડી હતી જેમાં બન્નેએ સાથે મુસાફરી કરેલ. તેના ઘરે જઈને અતુલ ઉભો રહ્યો. તેના પતિને ખુલ્લે આમ કહ્યું “મનુ મારી છે. મારા જીવનમાં આ એક જ મનુ હતી. મનુ છે. અને મનુ રહેશે”. એના પતિનો પિત્તો ગયો. એને બન્ને ત્યાં જ જગડયા. અતુલને લોહીલુહાણ કરી દીધો.

અતુલના મોઢામાંથી લોહી નીકળતું હતું. પણ આજે નક્કી કરેલું કે તું મારી નહીં તો કોઈની નહીં. અને માર ખાતા ખાતા બધું બકવા લાગ્યો. એના પતિને પણ અતુલની વાત ઉપર વિશ્વાસ બેઠો. કેમ કે સત્ય કદી છુપાતું નથી.

જિંદગીની એ વાત બની. મનુને પણ પસ્તાવો થયો. તેના પતિએ એ જ દિવસે તેને કાઢી મૂકી. એની દીકરીની નજરમાં પણ તે આજે નીકળી ચુકી હતી. મનુ વિચાર કરતી હતી મેં ખોટો પ્રેમ કળ્યો. પણ સાચી વાત એ હતી. કે ખોટો પ્રેમ પણ મનુએ કળ્યો હોત તો અતુલને તે અચાનક ના છોડીને ભાગી જાત.અતુલે જિંદગી બગાડી હતી. પણ તેને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તેને જ ચાહી હતી. તેના કારણે જ તે દારૂ પીતો હતો. અને એ ખરાબ હાલતે જ આજ બન્નેની જિંદગી બગાડી હતી. અતુલે પણ ખુબ રાહ જોઈ હતી મનુની. પણ તે અભિમાનમાં હતી. છોડ્યા પછી કદી અતુલની ખબર પણ ના પૂછી કે તે કેવી હાલતમાં છે.

જીવનની કેટલીક નાની ભૂલો હોય જે માણસ ક્યારેય ભૂલી જાય છે. પણ એ ભૂલો માણસને છોડતી નથી. અતુલને બ્લોક કરીને મનુએ કઇ સાબિત ના કળ્યું. કદાચ અતુલ બ્લોક ના હોત તો દારૂના નશામાં પણ એ પહેલા મનુને મેસેજ કરત. પણ મનુએ જ્યારથી તેને છોડ્યો ત્યારથી બ્લોક કરેલો હતો.

આખરે અતુલ પણ ઘરે આવતા – આવતા મનુના જ વિચારમાં હતો. ગાડી પુરપાટ ઝડપે જતી હતી. ને ક્યારે ટ્રંક સાથે અથડાઈ એ ખબર ના રહી. આજે આ ધરતી ઉપર એક મનુનું જીવન તો બગડ્યું અને અતુલ કાયમને માટે મોતને ભેટી પડ્યો…

આતે પ્રેમ કેવો ?… જિંદગી પણ જોવા ના રહી કે મનુ કેમ છે. અને મનુ પણ પોતાના અંતરમાં વિચારતી રહી કે તેની ભૂલ શું હતી. અતુલ ને પ્રેમ કળ્યો એ કે પછી તેને તરછોડી દીધો એ. તેને પણ થયું કે ક્યારેક તો અતુલને વાત પણ કરી હોત કે શું કરે. તને જ ચાહું છું પણ લાચાર છું. આજ સાંભળવા અતુલ આખી જિંદગી રાહ જોતો રહ્યો હતો. બસ આટલા શબ્દ મનુ બોલી હોત તો આજે એ સુખી હોત….લેખક: મયંક પટેલ, વદરાડ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks