ખેલ જગત જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

આ 16 તસ્વીરોને જોઇને તમે પણ માની જશો કે ‘સાદગીનાં ભગવાન’ છે આ ક્રિકેટર, જીવે છે આવી સિમ્પલ લાઈફ, જુઓ દમદાર Photos…

દ્રવિડનો તો જવાબ જ નહિ. 1973માં મરાઠી પરિવારમાં જન્મેલા અને બેંગ્લોરમાં મોટા થયેલા રાહુલ દ્રવિડે 12 વર્ષની ઉમરમાં જ પોતાનું જીવન ક્રિકેટને સમર્પિત કરી દીધું હતું. ત્યારથી જ તેમને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની જોરદાર શરૂઆત કરી અને તેમને અંડર-15, અંડર-17 અને અંડર-19 ટીમમાં કર્ણાટકને રિપ્રેઝેન્ટ કર્યું. પોતાના ક્રિકેટ કેરિયરના સમયે તેઓએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા અને ઘણા મંચ પર સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

ઓક્ટોબર 2005માં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા અને પછી સપ્ટેમ્બર 2007માં તેમને આ પદ પરથી રાજીનામુ આપી દીધું. 16 ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ વર્ષ 2012માં માર્ચમાં તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લીધો. તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લગભગ 25,000 રન બનાવ્યા છે અને ક્રિકેટના ઇતિહાસમાં મહાન બેટ્સમેનમાંથી એક ગણાય છે.

ઇન્ડિયાએ ક્રિકેટને ઘણા મહાન ખેલાડીઓ આપ્યા છે. જેમાનો એક ‘રાહુલ દ્રવિડ’ પણ છે. ‘The wall’ રાહુલ દ્રવિડ એક સમયે ટીમના ખુબ મહત્વપૂર્ણ ખેલાડી હતા. મોટાભાગે કહેવામાં આવતું હતું કે ઉપર છત હોવી જોઈએ પણ જો દીવાલો જ નહિ હોય તો છત કેવી રીતે ટકી શકશે? રાહુલ દ્રવિડ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમ રૂપી ‘છત’ માટે એવી જ એક ‘દીવાલ’ સમાન હતા.

દ્રવિડને રીટાયર થયાનો ઘણો સમય થઇ ગયો છે. પણ આજે પણ ભારતીય ક્રિકેટ ટીમનું માર્ગદર્શન કરી રહ્યા છે અને ‘અન્ડર 19, ઇન્ડીયા A’ જેવી ટીમોના હેડ કોચ પણ છે.

રાહુલ દ્રવિડની બીજી એક ખાસ વાત એ છે કે તેમનો મિજાજ અને રહનસહન હંમેશા એક જેવું જ રહ્યું છે. તેની સાદગીનો તો કોઈ જવાબ જ નથી. આજે તેની અમુક તસ્વીરો લાવ્યા છીએ જેને જોઇને તમે પણ તેની સાદગી ભરી લાઈફને પસંદ કરવા લાગશો.

એક આદર્શ પિતા:

Image Source

દ્રવિડ રમત પ્રત્યે તો ગંભીર હતા જ પણ તેની સાથે તે પોતાના બાળકોને પણ પર્યાપ્ત સમય આપીને એક આદર્શ પિતા સાબિત થયા છે.

બાળકો સાથે દ્રવિડ:

Image Source

દ્રવિડને બાળકો માટે પ્રેમ દરેક જગ્યા પર દેખાઈ આવે છે. બાળકોની ખુશી માટે દ્રવિડ તેઓની સાથે ફૂટબોલ રમતો નજરમાં આવી રહ્યો છે.

નિરાળો અંદાજ:

Image Source

દ્રવિડ પર આ દેશી લુક ખુબ સુટ કરી રહ્યો છે. સાથે જ આ તસ્વીરમાં તેની ડેરિંગ વર્જન પણ દેખાઈ આવે છે.

વાહ! શું શોટ છે:

Image Source

આ તસ્વીર જોઇને કદાચ તમને પણ તમારું બચપન યાદ આવી ગયું હશે. તમે પણ તમારા પપ્પાને કઈક આવી જ રીતે ક્રિકેટ રમવા લઇ જતા હશો. કેમ સાચું કહ્યું ને.

ફેમીલી ટાઈમ:

Image Source

આ તસ્વીર તે સમયની છે જ્યારે દ્રવિડ પોતાના પરિવારની સાથે કેરળનાં એક બીચ પર વેકેશન મનાવવા માટે ગયા હતા. તમે જોઈ શકો છે કે તે બાકી લોકોની જેમ સાદગીની સાથે તે સમયનો આંનદ લઇ રહ્યા છે.

તમે શું કહેશો?:

Image Source

આ તસ્વીર જાતે જ બધું કહી દે છે. આ ઘટના બાદ તો ઓટોવાળાએ પણ પોતાના ઓટોની પૂજા કરવાનું શરુ કરી દીધું હશે.

એક અન્ય નમુનો:

Image Source

ફેમીલી ફોટો લેવામાં જેમને જગ્યા નથી મળતી તેઓ આગળ આવીને નીચે બીસી જતા હોય છે. દ્રવિડ પણ આ બાબતમાં અલગ નથી.

સાદગીભરી સ્માઈલ:

Image Source

એક ઇવેન્ટનાં સમયે દ્રવિડ, દિવ્યાંગ બાળકો સાથે કઈક આવા અંદાજમાં મળ્યા હતા. તેમનાં ચહેરાની સ્માઈલ જોઇને કોઈપણ ફેનનું દિલ ખુશ થઇ જશે.

ફેન મોમેન્ટ:

Image Source

દ્રવિડ ક્યારેય પણ પોતાના ફેંસને નીરાશ નથી કરતા. જ્યારે તમારો આદર્શ આવા અંદાજમાં મળે તો તેના પ્રતિ માન પહેલા કરતા પણ વધી જતું હોય છે.

ખિલાડીઓ સાથે દ્રવિડ:

Image Source

દ્રવિડ ખેલના મેદાન પર પણ યુવા ખેલાડીઓને એક ભાઈની જેમ ટ્રીટ કરી રહ્યા છે.

જય હિન્દ:

Image Source

ચેન્નઈની એક સ્કુલના ઇવેન્ટમાં શામિલ થનારા દ્રવિડે ખુશી-ખુશી સ્ટુડંટસ સાથે તસ્વીરો લીધી હતી.

ગજબની તલ્લીનતા:

Image Source

અમુક લોકો કેમેરામાં જોઈ રહ્યા છે, તો અમુક આજુ-બાજુ પણ દ્રવિડને આ બધી વસ્તુથી કોઈ મતલબ નથી. તે બસ પોતાની આરાધનામાં જ વ્યસ્ત છે.

એક આદર્શ સંતાન:

Image Source

પબ્લિક ઇવેન્ટમાં પણ દ્રવિડ પોતાના પિતાનું પૂરું ધ્યાન રાખતા નજરમાં આવી રહ્યા છે. આપણા માટે આ એક શીખવાની વાત છે.

ઓટોગ્રાફ:

Image Source

મેલબોર્નમાં દ્રવિડે પોતાના ઓસ્ટ્રેલીયન ફેંસને પણ ખુબ સારી રીતે ટ્રીટ કર્યા હતા. તેઓએ ઓટોગ્રાફ આપવામાં કોઈ હડબડી કરી ન હતી. ફેંસને દ્રવિડના ઓટોગ્રાફની સાથે એક પ્રેમ ભરી સ્માઈલ પણ મફ્તમાં મળી હતી.

હંમેશા અડગ રહેવું:

Image Source

અમે ઇચ્છીએ છીએ કે જેવી રીતે તેઓ ટીમ ઇન્ડીયા માટે ક્રીજ પર અડગ રહ્યા હતા, તેવી જ રીતે તે પોતાના માટે અને પોતાના પરિવાર માટે હંમેશા અડગ જ રહે.