ધાર્મિક-દુનિયા

લક્ષ્મીજીની કૃપા મેળવવા ઘરમાં કરો આ 7 માંથી એક ઉપાય, દુઃખ થશે દૂર, ધનની વર્ષા, અને પરિવારમાં વધશે સુખ સમૃદ્ધિ

ધનની પ્રાપ્તિ માટે આપણે અથાગ મહેનત તેમજ પરિશ્રમ કરતા હોઈએ છીએ છતાં પણ ધન બચતું નથી. કેટલીકવાર પૈસાની સારી આવક આવતી હોવા છતાં પણ હાથ ઉપર કઈ રહેતું નથી, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આટલી મહેનત છતાં કેમ ધન બચતું નથી ? ખરું ને ? તો ચાલો તમારા આ પ્રશ્નનું આજે નિરાકરણ લાવીએ.

Image Source

જો તમે આ સાત વસ્તુઓ ઘરમાં રાખશો તો તમારા ઘરમાં ધનની અછત પણ નહીં થાય અને પરિવાર પણ સુખી સમૃદ્ધ રહેશે.

Image Source

પીળા રંગની કોડી મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો પાંચ કોડીને લાલ કપડામાં બાંધી ઘરની તિજોરીની અંદર મુકવામાં આવે તો ઘરની અંદર ધનની ક્યારેય અછત રહેતી નથી.

Image Source

જે ઘરમાં નાની નાની વાતોમાં પણ ઝઘડા શરૂ થઈ જતા હોય અને હંમેશા ઝઘડાનું જ વાતવરણ રહેતું હોય એ ઘરમાં જો રામાયણને પૂજા ઘરમાં રાખવામાં આવે તો આ ઝઘડા શાંત થઈ શકે છે તેમજ પરિવારમાં શાંતિનું વાતાવરણ પણ બની શકે છે.

Image Source

ઘરની પૂર્વ દિશામાં જો સૂર્યયંત્ર રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ પરિવારના સભ્યોની વ્યવસાય કે નોકરીમાં સારી વૃદ્ધિ પણ થાય છે.

Image Source

વાંસળી કૃષ્ણ ભગવાનને અતિપ્રિય હતી. પરંતુ જો વાંસળીને તમારા ઘરની અંદર રાખવામાં આવે તો પરિવારમાં પ્રેમ ભાવના વધે છે. તેમજ પરિવારના આંતરિક સંબંધો પણ મજબૂત થાય છે.

Image Source

જે લોકો પોતાના વ્યવસાયમાં વૃદ્ધિ ઈચ્છે છે એવા લોકોએ પોતાના ધંધાની જગ્યા ઉપર કાચબો, ડ્રેગન જેવી ફેંગશુઈ વસ્તુઓ રાખવી જોઈએ તેના કારણ તેમના ધધામાં સારી વૃદ્ધિ થી શકે છે.

Image Source

ઘરના ઈશાન ખૂણામાં એક કળશ પાણી ભરીને રાખી મુકવાથી પણ ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ મા લક્ષ્મીનો પણ વાસ થાય છે.

Image Source

ઘરના પ્રવેશદ્વાર પર ગણેશજી બેઠા હોય એવી મૂર્તિ મુકવી પણ ફાયદાકારક બની શકે છે જેના કારણે ઘરમાં ખુશીઓ તેમજ સમૃદ્ધિ આવે છે.