જો તમારા ઘરમાં રોપેલો તુલસીનો છોડ કાળો કે સુકાવા લાગે, ત્યારે ભગવાન તમને આ સંકેત આપે છે જાણો

1

હિન્દૂ ધર્મમાં ઘણી એવી વસ્તુઓને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર વસ્તુઓમાંથી એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ જણાવવામાં આવે એટલું ઓછું છે. ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના પાનનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે. હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર મનુષ્યોના ઉધ્ધાર માટે મોકલ્યો છે.

Image Source

એવું તો ભાગ્યે જ કોઈક હશે જેઓના ઘરમાં તુલસીનો છોડ ન હોય. આ છોડ એક પવિત્ર છોડ છે. જો તમે તમારા ઘરમાં તુસલીનો છોડ લગાવો છો તો તમારા ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઇ જશે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને રોજ પાણી આપવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે કે જે જગ્યા પર તુલસીનો છોડ રાખેલો હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. સાથે જ ઘરના આંગણામાં તુલસીના છોડને રાખવાથી દરેક નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો વાસ થાય છે.

હિન્દૂ ધર્મના આધારે તુલસીના છોડને માતા લક્ષ્મીનું રૂપ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. ક્યારેય પણ તેઓના જીવનમાં તેઓને ધનની કમી નથી આવતી. માનવામાં આવે છે કે તુલસીના છોડને માત્ર સ્પર્શ કરવાથી મનુષ્ય પવિત્ર થઇ જાય છે.

Image Source

ઘરમાં તુલસી વાવવા ખૂબ જ શુભ ગણાય છે અને આનાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે. હિંદુ ધર્મ અનુસાર તુલસીને દરરોજ જળ અર્પણ કરવાથી દૈવીય કૃપા બની રહે છે અને વૈકુંઠની પ્રાપ્તિ પણ થાય છે.

તુલસી આયુર્વેદિક ઔષધ છે અને તુલસી લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, પણ તુલસીને લઈને કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તુલસીની સારસંભાળ રાખવી જરૂરી છે. સારી રીતે સારસંભાળ ન રાખીએ તો તુલસી હેરાન થાય છે અને કેટલાક ખરાબ પરિણામ પણ આવી શકે છે. તુલસીના છોડ સાથે જોડાયેલા અમુક ખાસ નિયમો પણ છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ.

Image Source

આ છે તુલસીના છોડના અમુક ખાસ નિયમ:

1. કહેવામાં આવે છે કે ભૂલથી પણ તુલસીને રવિવાર, એકાદશી અને સૂર્ય કે ચન્દ્ર ગ્રહણના દિવસે સ્પર્શવું ન જોઈએ. આ સિવાય સૂર્યાસ્ત બાદ તુલસીના પાન ન તોડવા જોઈએ.

2. તુલસીના છોડ પર હર રોજ સાંજે ઘીનો દીવો જરૂર કરવો જોઈએ. તુલસી માની આરતી પણ કરવી જોઈએ.

3. જો કોઈ કારણોને લીધે છોડ સુકાઈ જાય છે તો તેને ફેંકવાની જગ્યાએ તેને નદીમાં પધરાવી દો. અને તેની જગ્યા પર નવો છોડ લગાવી દો. ઘરમાં સુકાયેલા તુલસીના છોડને રાખવું અશુભ માનવામાં આવે છે. આવું થવા પર ઘરમાં કોઈ મોટું સંકટ આવી શકે છે.

Image Source

4. ધર્મશાસ્ત્રો અનુસાર તુલસીના પાનને ભગવાન શિવ અને ભગવાન ગણેશને અર્પણ કરવું ન જોઈએ.

5. તુલસીના પાનને ક્યારેય ચાવવા ન જોઈએ, એક જ વારમાં આખા ગળે ઉતારી દેવા જોઈએ.

6. ઘરમાં સૂકા તુલસી રાખવા અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં કોઈ સંકટ આવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here