જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિની છોકરીઓ સાસરિયામાં રાણીની જેમ રાજ કરે છે, જુઓ તમારી રાશિ તો નથી ને?

સંસારનો નિયમ છે કે, દીકરીઓએ પિયર છોડીને સાસરામાં જવું પડ્યું હોય છે. આજર દરેક દીકરી એવું ઇચ્છતી હોય છે કે તેને જે લાડકોડ અને પ્રેમ માવતરમાં મળે તે જ પ્રેમ અને લાડકોડ સાસરામાં મળે. પરંતુ અમુક દીકરીઓના નસીબમાં આ નથી હોતું. તો અમુક દીકરીઓ સાસરામાં રાજ કરતી હોય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અમુક દીકરીઓને સાસરિયામાં પણ રાજ કરી શકે છે. તો અમુક છોકરીઓની સાસરામાં હાલત દયાજનક હોય છે.

એવો જાણીએ એવી કંઈ રાશિની દીકરીઓ છે જે સાસરિયામાં પણ રાજ કરે છે.

કન્યા રાશિ:

કન્યા રાશિની છોકરીઓ બીજાને પોતાની વાતમાં કકંઈ રીતે લાવવા તે સારી રીતે જાણતી હોય છે. આ રાશિની છોકરીઓ બુધના પ્રભાવવાળી હોવાથી તે પોતાના પતિને પણ કાબુમાં રાખી શકે છે. તેનું કહેવાનું પતિ માની જાય છે. આવી છોકરીઓ ઇમોશનલ સ્વભાવની હોય છે. તે પોતાના પતિ ઉપર દેખ-રેખ પણ સારી રીતે રાખે છે. તેમના પતિ પણ તેઓને વહાલ કરતા હોય છે.

Image Source

ધન રાશિ:

ધન રાશિ વારી છોકરી ઉપર ગુરુનો પ્રભાવ હોય છે. તેઓ મૉટે ભાગે સમજુ અને ચાલાક હોય છે. તે પોતાની આવડત અને કળાથી બધાને આકર્ષિત કરી શકે છે. તે કોઈ પણ વસ્તુ મેળવવા માંગતી હોય તે વસ્તુ ના મળે ત્યાં સુધી તેને મુકતી નથી. તેનો પતિ પણ તેને ઈચ્છા મુજબ કાર્ય કરવાની છૂટ આપે છે. આ રાશિની છોકરીઓ પરિવારજનોનું ખરાબ ઈછતી નથી. બધા પ્રત્યે સંભાવથી વ્યવહાર કરે છે.

Image Source

કર્ક રાશિ:

આ પ્રકારની રાશિ વાળી છોકરી જેટલી ભોળી હશે તેટલી જિદ્દી પણ હશે. પોતાની આવડત અને કળાથી કોઈપણ ને પોતાનું બનાવી શકે છે. પરંતુ તેની સાથે કોઈપણ પ્રકારનો ખરાબ વ્યવહાર થાય તો ગમેતે વ્યક્તિને જવાબ પણ આપીદે છે. પરંતુ આવું ક્યારેક થતું હોય છે. કુટુંબમાં દરેક પ્રકારનો નિર્ણય પોતાની રીતે કરે છે. તે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનો રસ્તો કાઢી લે છે.

સિંહરાશિ

આ રાશિની મહિલાઓમાં લીડરશિપનો ગુણ હોય છે. જોકે આ મહિલાઓ દરેક જગ્યા ઉપર પોતાનું નેતૃત્વ ખૂબ જ પસંદ છે.એનાથી પોતાના લાઈફ પાર્ટનર તેનાથી દબાઈને રહે છે. એટલું જ નહીં તેમનો પાર્ટનર ઘણીવાર ગુસ્સો પણ કરી બેસે પરંતુ તેમને પોતાના પાર્ટનરને મનાવતા ખૂબ સારી રીતે આવડે છે. તેમણે દરેક ચેલેન્જ હેન્ડલ કરતા આવડે છે. આ જ કારણે ઘરના મોટા મોટા નિર્ણયો પણ તેઓ લે છે. તેની સાથે ઘરમાં તેમનું રાજ ચાલે છે.

Image Source

આ રાશિની છોકરીઓ ખૂબ જ વફાદાર હોય છે તેના લીધે તેમના પાર્ટનર પણ ખુશ રહે છે. તેઓ ઈચ્છે છે કે એમના લાઈફ પાર્ટનર એમને જ જુએ એટલું જ નહીં. તેઓ પોતાના પાર્ટનરની અનદેખી થોડી પણ સહન કરતા નથી. પરંતુ તેમના પાર્ટનર તેમની ખૂબ જ ધ્યાન રાખે છે કેર કરે છે.

Image Source

વૃશ્ચિક રાશિ :

આ રાશિવારી છોકરીઓ ચાલાક હોય છે. તે કપરી પરિસ્થિતિમાં કોઈપણ સંજોગે બચાવ કરી લેતી હોય છે. તે ગમે તેવા કાર્યને સરળતાથી પૂર્ણ કરીલે છે. કોઈ પણ વ્યક્તિ તેમની સાથે ખરાબ વર્તન કરેતો તે જવાબ દેવામાં પાછળ નથી પડતી. કોઈ પણ સંજોગે તે પોતાનું કાર્ય પૂર્ણ કરીલે છે. તેનો પતિ તેને સરળતાથી સમજી શકતો નથી અને વધારે પડતું બોલી પણ શકતો નથી. સાસરિયામાં તેનું જ રાજ ચાલે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.