જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિના લોકોએ ક્યારેય પણ એકબીજા સાથે લગ્ન કરવા જોઈએ નહીં, થઈ શકે છે છૂટાછેડા, જાણો કંઈ-કંઈ રાશિ છે લિસ્ટમાં….

લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. યુવક હોય કે યુવતી બંને પોતાના લગ્ન માટે અનેક સપનાઓ સજાવતા હોય છે. લગ્ન એક બે વ્યક્તિનું જ નહિ પણ બે આત્મા અને મનનું પણ મિલન માનવામાં આવે છે.લગ્ન એક એવો સંબંધ છે જે બે વ્યક્તિના જીવનને પુરી રીતે બદલાવી નાખે છે અને જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે છે.

Image Source

જો કે લગ્ન પહેલા દરેક લોકો પોતાના પાર્ટનર વિશે જાણવાની કોશિશ કરતા હોય છે કે આખરે તેનો સ્વભાવ કેવો છે, તેના પરિવારના લોકો કેવા છે વગેરે. છતાં પણ લગ્ન પછી અમુક સંજોગો જાણતા-અજાણતા એવા બનતા હોય છે કે આખરે સંબંધ છૂટાછેડા પર આવીને અટકે છે.

Image Source

જેનું સૌથી મોટું કારણ છે કે રાશિનું એકબીજા સાથે માપદંડ કે મિલાપ ના થવું. જો તમારા પાર્ટનરની રાશિ તમારી સાથે યોગ્ય નહિ હોય તો પરિણામ ખુબ ગંભીર આવે છે જેને લીધે લાખ કોશિશ કરવા છતાં પણ બંને વ્યક્તિનું એકબીજા સાથે મન લાગતું નથી અને મનમુટાવ, અણગમો ઝગડા વગેરે જેવી સમસ્યા ઉદ્દભવે છે પરિણામે છૂટાછેડા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી નથી રહેતો.એક પતિ પત્નીના ઝગડા પોતાની સાથે-સાથે બંનેના પરિવારને પણ હેરાનીમા મૂકી દે છે.

Image Source

એવામાં જ્યોતિષશાત્રના અનુસાર આજે અમે તમને અમુક એવી રાશિઓ વિશે જણાવીશું જે તમારા માટે સફળ સાબિત નહિ થઇ શકે. માટે આ બંને રાશિના લોકોએ એકબીજા સાથે ક્યારેય પણ લગ્ન કરવા જોઈએ નહીં.

1.સિંહ-સિંહ રાશિ:
સિંહ રાશિના બે લોકોએ એકબીજા સાથે લગ્ન કરવાથી બચવું જોઈએ. આ રાશિના લોકોને ખુબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. માટે આ રાશિના લોકો ક્યારેય પણ કોઇવાત જતી કરતા નથી અને પોતાની વાત પર જ અડગ રહે છે, તેઓનો ગુસ્સો જ તેઓના વિવાહિત જીવનમાં ખલેલ પહોંચાડે છે.વધારે પડતો ગુસ્સો, વાત વાત પર અડગ દેખાડવી વગેરે જેવી બાબતો જ આ રાશિના વિવાહિત જીવનને બરબાદ કરી નાખે છે.

Image Source

2.કર્ક-ધનુ રાશિ:
કર્ક અને ઘનું રાશિના લોકોના વિચારો, લાઇફસ્ટાઇલ,વગેરે એકદમ અલગ હોય છે માટે તેઓ ક્યારેય પણ એકબીજા સાથે આખું જીવન પસાર કરી શકતા નથી. પરિણામ છૂટાછેડા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહેતો.આ રાશિના લોકો વચ્ચેના આવા ભેદભાવને લીધે બંને વચ્ચે પ્રેમની ખામી રહી જાય છે માટે તેઓ પોતાના વિવાહિત જીવનને સુખમય રીતે વિતાવી શકતા નથી.

Image Source

3.મેષ-મીન રાશિ:
મેષ અને મીના રાશિના યુવક યુવતીઓએ ક્યારેય પણ એકબીજા સાથે લગ્ન કરવા જોઈએ નહીં નહીંતર અંતે છૂટાછેડા લેવાનો વારો આવી શકે છે. આ વ્યક્તિઓના વિચારો એકબીજા કરતા એકદમ અલગ હોય છે બંનેના વિચારોમાં કોઈપણ પ્રકારનો તાલમેળ હોતો નથી જેને લીધે બંને વચ્ચે ક્યારેય પણ બનતું નથી. આ લોકોના અલગ અલગ વિચારોજ તેઓના વિવાહિત જીવનને બરબાદ કરી શકે છે, માટે પહેલાથી આ રાશિના લોકોએ લગ્ન કરવાથી બચવું જોઈએ.

Image Source

4.કન્યા-વૃષભ રાશિ:
આ બંને રાશિના લોકો એક્બીજા સાથે લગ્ન કરીને પોતાંના ખરાબ ભાગ્યને આમંત્રિત કરે છે.આ રાશિના લોકોના લગ્ન સફળ સાબિત થઈ શકતા નથી.લગ્નથી આ લોકોના જીવનમાં માત્રને માત્ર દુઃખ,વાદ-વિવાદ અને ઝગડાઓ સિવાય બીજું કાંઈ મળતું નથી. માટે આ રાશિના લોકોએ એકબીજા સાથે લગ્ન ન કરવા જ ઉચિત માનવામાં આવે છે.

Image Source

5.કુંભ-તુલા રાશિ:
આ બંને રાશિના લોકોના જીવનમાં શરૂઆતમાં તો ખુબ પ્રેમ-ભાવ,માન-સમ્માન હોય છે પણ અમુક સમયે બંને વચ્ચે મનમુટાવ અને ઝગડા થાવાની ફરિયાદ રહે છે.કુંભ અને તુલા રાશિના લોકોના લગ્ન અમુક સમયે નફરતમાં ફેરવાઈ જાય છે માટે આ બે રાશિના લોકોએ એકબીજા સાથે ક્યારેય પણ લગ્ન કરવા જોઈને નહીં.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks