જ્યોતિષ શાસ્ત્ર

ભૂલથી પણ આ 3 રાશિના લોકોએ ન ધારણ કરવી કાચબાવાળી અંગૂઠી, નહિ તો થઈ જશો બરબાદ

કાચબાને ભગવાન વિષ્ણુનો અવતારના સ્વરૂપમાં માનવામાં આવે છે. જેના સહયોગથી સાગર મંથનથી દેવી પ્રકટ થઇ હતી. વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું મહત્વ બતાવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર કાચબા વાળી વીંટી પહેરવાથી વ્યક્તિના જીવનમાં સુખદ બદલાવ આવે છે.

Image Source

કાચબાની વીંટીને આજે બધા જ પહેરવા માંગતા હોય છે. માન્યતા અનુસાર, કાચબા વાળી વીંટી પહેરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. આજકાલ લોકો જ્યોતિષની સલાહ પર રત્નોને વીંટી અને બ્રેસલેટ મઢાવીને હાથમાં અને ગળામાં પહેરે છે.  આજકાલ મોટા-મોટા સ્ટાર પણ કાચબા વાળી વીંટીને ધારણ કરે છે. કાચબાવાળી વીંટીને વાસ્તુશાસ્ત્રમાં પણ શુભ માનવામાં આવે છે.  કાચબાવાળી વીંટી વ્યકિતના જીવનમાંથી ઘણી સમસ્યા દૂર કરે છે. માન્યતા છે કે, આ વીંટી પહેરવાથી આત્મબળમાં વધારો થાય છે.

Image Source

જે લોકોનો વ્યવહાર બહુજ ઉગ્ર હોય  તે લોકો આ વીંટી ગ્રહણ કરે તો તેનો વ્યવહાર સંતુલિત કરી શાંત અને સૌમ્ય બનાવવામાં મદદગાર થઇ શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કાચબો પાણીમાં રહેનારો જીવ છે. આ કારણે જ કાચબાનો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે. કારણકે બન્નેની ઉત્પત્તિ જળથી થઇ હતી. સાથે જ જળના ગુણ શીતળ હોય છે.  તેથી વ્યક્તિની ઉગ્રતા ઓછી કરવામાં કાર્ય કરે છે. કાચબો ગંભીર અને અંતરર્મુખી જીવ છે. તેનો પ્રભાવ પણ વ્યક્તિત્વ પર થાય છે.

કાચબાની વીંટી પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે હંમેશા ચાંદીમાં જ પહેરવી જોઈએ. જો અન્ય કોઈ પણ ધાતુમાં પહેરવી હોય તો તમારી રાશિના રત્નને જડાવીને પહેરવી જોઈએ.

Image Source

આ વીંટી પહેરતી વખતે કાચબાનું મોઢું તમારી તરફ હોવું જોઈએ. તેનાથી ધન તમારી તરફ આકર્ષિત થાય છે.  ભુલથી પણ ક્યારે કાચબાનું મોઢું બહારની તરફ નહિ રાખવાનું.  તેનાથી ધન એકત્ર કરવામાં આવે ધનવૃદ્ધિમાં આપતી આવી શકે છે.

આ વીંટીને ગ્રહણ કરતા પહેલા તેની પૂજા કરવી જરૂરી છે.  તેથી આ વીંટી ચાંદીમાં બનાવવાની અને તેની પીઠ પર ‘શ્રી’ કરાવવાનું.  શ્રી એવી રીતે કરાવવાનો કે જેની ઈ માત્રા બહાર એટલે કે તમારી આંગળી તરફ અને શ્ર તમારી તરફ રહેવો જોઈએ.

Image Source

આ વીંટી ગમે તે પૂનમના દિવસે ઘરે લાવવી લાભદાયક છે. ત્યારબાદ ગાયના દૂધ, ગંગાજળ, મધ, દહીં અને તુલસીપત્ર મેળવીને ગંગાજળ  તૈયાર કરો. હવે આ વીંટીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો કરી ‘ૐ ભગવતે કુર્માયે હિં નમઃ’ મંત્રની એકવાર માળા કરો.

માળાના જપ બાદ  ‘ૐ શ્રી શ્રી કમલે કમલાયૈ પ્રસિદ પ્રસિદ શ્રી મહાલક્ષ્મી નમો નમઃ’ મંત્રના જાપ કરતી વખતે એક પ્લેટમાં વીંટી રાખી તેના પર પંચામૃત પધરાવો અથવા તમે ઈચ્છો તો ‘શ્રી’ મંત્રનો 108 વાર જાપ કરો. ત્યરબાદ આ અંગૂઠી ધારણ કરે તમારા ઇષ્ટદેવનું ધ્યાન ધરો.

ઘરના કામ કરતી વખતે, લોટ બાંધતી વખતે અથવા નહાતી વખતે જો વીંટી ઉતારવી પડે તો ઉતારીને પૂજા ઘરમાં રાખો. સ્નાન કર્યા બાદ લક્ષ્મીજીના ચરણોમાં અડાડ્યાં બાદ જ ધારણ કરો.

Image Source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ આ વીંટી ક્યારે પણ ધારણ ના કરવી જોઇએ. આવું કરવાથી આ રાશિના લોકોમાટે શુભ ફળદાયી નથી થતું. લક્ષ્મી પ્રાપ્તિ માટે આ રાશિના લોકોએ માતા લક્ષ્મી અને શ્રી હરિની નિયમિત પૂજા કરવી જોઈએ.  તેનું કારણ એ છે કે, ત્રણેય જળ તત્વની રાશિ છે,આ વીંટી આ રાશિના લોકો ધારણ કરે તો  તેનામાં શીત પ્રવૃત્તિ વધી શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય અને મન પર વિપરીત અસર થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App