અજબગજબ

આ ફોટાને માત્ર 30-40 સેકેંડ જોવાથી મગજ ફરી જશે કઈંક એવું દેખાશે કે, ક્લિક કરીને વાંચો ફોટોનું રહસ્ય

સોશિયલ મીડિયામાં કેટલીય પ્રકારના ફોટા વાયરલ થતા હોય છે અને તમને પણ એવા ફોટા શૅર કરવા ગમતા હોય છે જેમાં કંઈક હટકે હોય. છેલ્લા કેટલાય દિવસથી એક ફોટાગ્રાફ એક લાખથી પણ વધુ લોકો શૅર કરી ચુક્યા છે. આ ફોટો થોડા સમય પહેલા પણ વાયરલ થયો હતો અને હવે બીજીવાર આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાઈ રહયો છે.

ચાલો તમને જણાવીએ આ ફોટા પાછળના રહસ્યો.

Image Source

એક નજરે આ ફોટાને જોઈને તમને એમ થશે કે આ કોઈ ભૂતિયા ફોટો છે અને આ પ્રકારના ફોટો તો આપણે પણ કોઈ ફિલ્ટરની મદદથી બનાવી શકીએ તો પછી એવી કઈ ખાસ બાબત છે આ ફોટામાં ?

આ ફોટાને પહેલી નજરે જોતા તો તમને એમ લાગશે કે આ ફોટો હલી રહ્યો છે અને આ ફોટાની બીજી ખાસિયત એ છે કે તમે જો આ ફોટાના નાક ઉપર રહેલા ત્રણ ટપકાને ધ્યાનથી 30-40 સેકેંડ સુધી જોઈ રહેશો તો તમને બાજુમાં રહેલી દીવાલ અને સફેદ કાગળ ઉપર પણ આજ ફોટો જેમ જોયો છે તેમ જ દેખાશે. માનવામાં નથી આવતું તો પહેલા ટ્રાય કરી જુઓ.

Image Source

આ જોયા પછી તમને એમ લાગશે કે આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે ?

તમને જણાવી દઈએ કે આ ફોટો એક વિદેશી મહિલાનો છે જે ઝડપથી પોતાના આ ફોટાના કારણે સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ થઈ રહી છે. અત્યાર સુધી તેના આ ફોટાને એક લાખ કરતા વધુ શેર અને કોમેન્ટનો તો જાણે વરસાદ થઈ રહ્યો છે. આ ફોટો તેના સાચા ફોટાનું એક ફિલ્ટર છે.

Image Source

આમ થવા પાછળ વિજ્ઞાન એમ માને છે કે માણસની આંખ ત્રણ રંગની પેટર્ન ગ્રેસ્કેલ, લાલ-લીલો અને ભૂરા-પીળા રંગની પટ્ટી ઉપર કામ કરે છે. આજ રંગોના કારણે આપણે આજુબાજુની વસ્તુઓની ઓળખ કરી શકીએ છીએ.  આપણે કોઈ એક રંગને લાંબા સમય સુધી જોયા કરીએ ત્યારે એ રંગની કોશિકાઓ કમજોર થતા પહેલા સક્રિય થઈ જાય છે જેના કારણે તમને એ જ ફોટો બીજી જગ્યાએ પણ હૂબહૂ નજર આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.