ખબર

આ નવરાત્રીમાં કેમ છે ખાસ? કયો સંયોગ બનવા જઈ રહ્યો છે આ નવરાત્રીમાં? વાંચો

આ શારદીય નવરાત્રિમાં મા દુર્ગા હાથી ઉપર સવારી કરીને આવશે અને ઘોડા ઉપર વિદાય લેશે. તેમજ નવરાત્રીમાં વિશેષ સંયોગ બની રહ્યો છે. જુઓ….શારદીય નવરાત્રીની શરૂઆત  29 સપ્ટેમ્બરે થશે. નવરાત્રિમાં નવ દિવસ માં નવદુર્ગાના અલગ-અલગ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. ભક્તો નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરે છે તેમજ પૂજા સ્થળ ઉપર નવદુર્ગા નો આહવાન કરે છે માન્યતા છે કે દર નવરાત્રીએ નવદુર્ગા અલગ-અલગ વાહનો ઉપર સવાર થતા હોય છે. તેમજ વિદાય વખતે પણ તેમનું વાહન અલગ હોય છે. આ વખતે સાડી નવરાત્રી પર મા દુર્ગા કયા વાહન પર સવારી કરશે તેમજ કયા વાહન પર વિદાય લેશે.

નવરાત્રિમાં મા નુ વાહન:-
સાડી નવરાત્રિમાં મા દુર્ગા હાથી ઉપર સવાર થશે અને તમારા ઘરમાં પધારશે. દસમી તિથિના દિવસે પ્રસ્થાન કરશે ઘોડા ઉપર વિદાય લેશે.

મા દુર્ગા નું આગમન કેવું હોય છે.
બધા જ જાણે છે કે મા દુર્ગાની સવારી વાઘ છે. પરંતુ નવરાત્રિમાં અલગ-અલગ વાહનો ઉપર મા દુર્ગા પૃથ્વી પર આવે છે. તેમજ તેમની વિદાય પણ અલગ-અલગ વાહનો ઉપર થાય છે. આ શારદીય નવરાત્રિમાં મા દુર્ગા હાથી ઉપર સવાર થઈ ભક્તોના ઘરે પધારશે તેમજ તેમની વિદાય ઘોડા ઉપર થશે.

આ શારદીય નવરાત્રિમાં વિશેષ યોગ બની રહ્યા છે આ વખતે દુર્ગા પૂજાનું મહત્વ પણ વધી ગયું છે આ દિવસે નવરાત્રિમાં કયા યોગ બની રહ્યા છે તે નીચે પ્રમાણે છે.

30 સપ્ટેમ્બરના દિવસે અમૃતસિદ્ધિ યોગ બની રહ્યો છે.

  • 1 ઓક્ટોબર ના દિવસે રવિવારે બની રહ્યો છે.
  • 2 ઓક્ટોબરના દિવસે અમૃતસિદ્ધિ યોગ બની રહ્યો છે
  • 3 ઓક્ટોબરના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે.
  • 4 ઓક્ટોબરના દિવસે રવિવારે બની રહ્યો છે.
  • 5 ઓક્ટોબર ના દિવસે રવિવાર બની રહ્યો છે.
  • 6 ઓક્ટોબર ના દિવસે સર્વસિદ્ધિ યોગ બની રહ્યો છે.

નવરાત્રી નું મહત્વ.
હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષ પરમ ચાર નવરાત્રિ આવે છે ચૈત્ર નવરાત્રિ શારદીય નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ તેમજ ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું અલગ જ મહત્વ છે નવરાત્રીના નવ દિવસ ની મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે પૂજા-અર્ચના વ્રત-ઉપાસના કરે છે. શારદીય નવરાત્રિમાં ભક્તો આધ્યાત્મિક અને માનસિક શક્તિનો સંચય માટે અનેક પ્રકારનાં વ્રત નિયમ નિયમ ,યજ્ઞ ભજન, પૂજન યોગસાધના વગેરે કરે છે.

સિદ્ધિ અને સાધના ની દ્રષ્ટિએ જોવામાં આવે તો શારદીય નવરાત્રીનો અલગ જ મહત્વ છે. આ દિવસોમાં માતાના નવ સ્વરૂપો શૈલ પુત્રી બ્રહ્મચારિણી ,ચંદ્રઘંટા ,કૃષ્ણ માંડા ,સ્કંદમાતા, કાત્યાયની ,કાલરાત્રિ ,મહાગૌરી અને સિદ્ધિદાત્રી ની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે અને માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.