ખબર

આ નવરાત્રિમાં આ 6 વસ્તુમાંથી એક વસ્તુ ઘરે લાવો અને તમારી બધી સમસ્યા દૂર કરો

આ નવરાત્રિએ આ છ વસ્તુ લાવવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે. જો કોઈ પણ ઉપાય હોય તેને દિલથી ઉપયોગ કરવાથી તમને જરૂર ફાયદો થશે. નવરાત્રી એટલે મા દુર્ગાનો તહેવાર… માના નવ સ્વરૂપોનો તહેવાર

આ વખતે નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 7 ઓક્ટોબરના દિવસે સમાપ્ત થાય છે. નવરાત્રીના 9 દિવસોમાં આદ્યશક્તિ દેવી દુર્ગાના સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તો માતાની ભક્તિ પૂજા અર્ચના કરતા હોય છે. અને માતા ભક્તોની પુકાર જરૂર સાંભળે છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માના નવ સ્વરૂપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

Image Source

નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે અને ઘડા અથવા લોટાની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના છેલ્લા દિવસે કન્યા પૂજન કરીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. લોકો નવ દિવસ ઉપવાસ રાખે છે અને દસમા દિવસે કન્યા પૂજન કરીને વ્રત ખોલે છે.

જો તમે નવરાત્રિમાં આ ઉપાય કરશો તો તમને દરેક સમસ્યાથી છુટકારો પ્રાપ્ત થશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને આર્થિક સમસ્યા દૂર થશે.

Image Source

1. શૃંગારમાં ઉપયોગમાં આવતા ફૂલને લાલ કપડામાં રાખીને તિજોરીમાં મૂકવાથી ધનની વૃદ્ધિ થશે. આ કાર્ય સારા મુહૂર્તમાં કરવું. તેનાથી હંમેશા માટે ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે.

2. વડના પાંદડાને સારા મુહૂર્તમાં તોડીને તેના ઉપર કુમકુમથી સ્વસ્તિક બનાવવાથી, અને ત્યારબાદ તે પાનને પૂજા સ્થાને રાખવાથી અટકેલા બધા જ કાર્યો પૂરા થશે.

3. નવરાત્રીના સમયે સારા મુહૂર્તમાં શંખપુષ્પીની જડને ઘરમાં લાવીને તેને ચાંદીની ડબ્બીમાં રાખીને ઘરની તીજોરીમાં કે જ્યાં પૈસા રાખતા હોય તે સ્થાને રાખવાથી આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સમસ્યા ક્યારેય પણ નહીં આવે.

Image Source

4. નવરાત્રીના શરૂઆતના દિવસે કેળાના છોડને લાવી અને ઘરમાં કુંડામાં વાવવું. 9 દિવસ સુધી તેને પાણી આપવું. ગુરૂવારે પૂજા કરીને પાણીમાં થોડું કાચું દૂધ પણ ચડાવવું. તેનાથી તમારી ધનની સમસ્યાઓ દૂર થશે. નવી આવકની શરૂઆત થશે.

5. નવરાત્રીના દિવસે કોઈ પણ તુલસીનો છોડ સારા મુહૂર્તમાં ઘરે લાવો ત્યારબાદ તેને કુંડામાં સ્થાપિત કરો અને સવાર અને સાંજ દીવો કરો અને જળ ચઢાવો. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેશે અને તમારી દરેક સમસ્યા દૂર થશે. ધન સંબંધી કોઈપણ સમસ્યા હશે તે દૂર થશે. અને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે.

Image Source

6. ભગવાન શિવને અત્યંત પ્રિય એવો ધતુરો. ધતુરાના મૂળને નવરાત્રીના સમયે સારા મુહૂર્તમાં ઘરમાં લાવી અને વાવવાથી, મહાકાળીજી પ્રસન્ન થશે. મહાકાળીના મંત્રનો જાપ કરવો.Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks