દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

આ મુસ્લિમ ભાઈએ બાઈકની નંબર પ્લેટમાં એવું લખ્યું કે જોઈને તમને દંગ રહી જશો, કાબિલે તારીફ

ભારતમાં ભલે રોજગારની કમી જોવા મળતી હોય પણ અહીં પ્રતિભાની પણ કોઈ જ ખોટ નથી. તમે ઘણા એવા ઉદાહરણ જોયા હશે જ્યારે ભારતીયો એ કોઈના સપોર્ટ કે મદદ વગર જ ઘણા મોટા કારનામા કરી નાખ્યા હોય. આવા લોકોની પાસે કોઈ મોટું નામ ન હતું પણ તેઓએ મહેનત અને લગનથી મોટા મોટા આવિષ્કાર કરી નાખ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત તો દેશના કરોડો લોકો સાંભળે છે, પરંતુ આ વાતને સાંભળીને દિલથી આ વાત પર અમલ કરીને એક યુવાને ઇતિહાસ રચી દીધો છે. આજે અમે તમને એવા જ એક સ્ટુડન્ટ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની પ્રતિભાનો એવો નમૂનો દર્શાવ્યો છે જેના જોનારા હેરાન જ રહી ગયા હતા. તેમણે ખુદ જ જાતે એક બાઈકનું નિર્માણ કર્યું છે અને સૌથી ખાસ વાત એ છે કે તે ઇંધણ વગર જ ચાલે છે.

Image Source

મેરઠના મલિન વિસ્તારમાં રહેનારા વકાર અહમદ ઓટો એન્જીનીયરીંગના વિદ્યાર્થી છે પણ હજી તેનો અભ્યાસ પૂરો નથી થયો, તેણે અભ્યાસ કરતા કરતા જ નક્કી કરી લીધું કે એક ખાસ પ્રકારની બાઈક બનાવશે. વકાર બાળપણથી હોશિયાર વિદ્યાર્થી રહ્યો છે. તેના પરિવારની હાલત પણ બીજા ગરીબો જેવી જ છે. વકાર દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ ટેક્નોલોજીના ટોપર છે.

તેમણે જે બાઈક બનાવી છે તે એક ઇલેક્ટ્રિક બાઈક છે અને તેની ટોપ સ્પીડ લગભગ 150 કિમિ પ્રતિ કલાક છે. આ બાઈક તેને કાર અને બાઇકના ભાગો જોડીને બનાવી છે. અત્યાર સુધીની જે પણ ઇલેક્ટ્રિક બાઈક બની છે તે આ સ્તરની નથી અને વકારની બાઈક સ્પોર્ટ્સ બાઈકને પણ ટક્કર આપે છે. વકારનું કહેવું છે કે મોદીજીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરીત થઈને તેમણે આ બાઈક બનાવી છે અને પોતાની બાઈકનું નામ પણ તેમણે મોદી જ રાખ્યું છે.

Image Source

આ બાઇકને બનાવામાં 72,000 રૂપિયાનો ખર્ચ આવ્યો છે જે બજારમાં ઉપસ્થિત આ શ્રેણી બાઈક્સની તુલનામાં ખુબ જ ઓછું છે. અન્ય બાઈક્સથી અલગ આ બાઇકમાં ચેઈનની જગ્યાએ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ બાઈકની ખાસીયત એ છે કે તેને કારની જેમ રિવર્સ પણ ચલાવી શકાય છે.

તેમાં રી-જનરેટર મોટર પણ લગાવામાં એવલી છે, જેનાથી મોબાઈલ અને લેપટોપ પણ ચાર્જ કરી શકાય છે. આ બાઈકમાં ન તો કોઈ ઘોંઘાટ થાય છે અને ન તો પ્રદુષણ ફેલાય છે. આ બાઇકનો લૂક વિદેશી મોટરસાયકલ જેવો છે, આ પ્રકારની વિદેશી મોટરસાયકલ્સની કિંમત 20 લાખ રૂપિયાથી શરુ થાય છે.

Image Source

આ ટોટલી ઇકો-ફ્રેન્ડલી છે. આ બાઈક હિંટીંગ અને વાઈબ્રેટ પણ નથી કરતી. આ બાઈકનું મેન્ટેનન્સ ઝીરો છે, એક એપની મદદથી ઘરે જ તેની સર્વિસ કરી શકાય છે. બાઇકમાં ડ્રાઈ બેટરી અને ડિજિટલ મીટર લગાવવામાં આવ્યા છે. માત્ર 20 રૂપિયાના ખર્ચથી ચાર્જ કર્યા બાદ આ બાઈક 100 કિલોમીટર સુધી ચાલી શકે છે.

આ બાઈકની એક ખાસિયત એ પણ છે કે આ બાઈકથી સ્ટન્ટ નથી કરી શકાતા, એટલે વાલીઓ નિશ્ચિંત થઈને પોતાના બાળકોને આ બાઈક અપાવી શકે છે.