રાજસ્થાન ની ધરતી પર એવું મંદિર છે જ્યા કોઈ દેવી દેવતા નથી પણ લકવા ના રોગી ને આ રોગથી મુક્ત કરી નાખે છે. આ મંદિર માં દૂર દૂર થી લકવાના દર્દીઓ પોતાના પરિવારના સહારે આવે છે પણ જાય છે પોતાના સહારે. કળિયુગ માં આવા ચમત્કાર ને નમન છે, જ્યા વિજ્ઞાન ફેલ થઇ જાય છે અને ચમ્તકાર રંગ લાવે છે તો એવામાં ઈશ્વર માં આસ્થા વધુ વધી જાય છે.
રાજસ્થાનમાં નાગૌર થી ચાલીસ કિમિ દૂર અજમેર-નાગૌર રોડ પર કુચેરા કસ્બા ની પાસે છે બુટાટી ધામ જેને ત્યાં ચતુરદાસ મહારાજ ના મંદિર ના નામથી પણ જાણવામાં આવે છે. જે લકવા ના પીડિત વ્યક્તિઓ નો ઈલાજ કરવા માટે પ્રસિદ્ધ છે.

અહીં અમીર, ગરીબ અથવા VIP લોકો માટે કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં નથી આવતી. બધા લોકોને એક જ લાઈનમાં દર્શન કરવાના હોય છે. અહીં બધા ધર્મના લોકો પરિક્રમા કરવા આવે છે. અહીં પરિક્રમા કરતા શ્રદ્ધાળુને કોઈ તકલીફ ન થયા તે માટે મંદિરની સમીતી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.
પરિક્રમા અને હવન કુંડ ની ભભૂતિ જ છે દવા:
આ મંદિર માં બીમારી નો ઈલાજ ના તો કોઈ પંડિત કરે છે કે ના તો કોઈ વૈદ્ય. બસ તમારે અહીં માત્ર 7 દિવસ સુધી આવવાનું રહેશે અને મંદિર ની પરિક્રમા લગાવાની રહે છે. તેના પછી હવન કુંડ ની ભભૂતિ લગાવો, ધીમે-ધીમે લકવા ની બીમારી દૂર થવા લાગે છે, હાથ-પગ કામ કરવા લાગે છે, જે લકવા ને લીધે બોલી નથી શકતા તેઓ પણ ધીમે-ધીમે બોલવાનું શરૂ કરી દે છે.
કેવી રીતે થાય છે આ ચમત્કાર:

કહેવાય છે કે 500 વર્ષ પહેલા અહીં એક મહાન સંત થયા હતા જેનું નામ હતું ચતુરદાસ જી મહારાજ. તેઓએ ઘોર તપસ્યા કરી અને રોગો ને મુક્ત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. આજે પણ તેની શક્તિ જ તેના માનવિય કાર્ય માં સાથ આપે છે, જે તેના સમાધિ ની પરિક્રમા કરે છે તેઓ લકવા માં રાહત મેળવે છે.
રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા:
આ મંદિર માં ઈલાજ કરાવવા માટે આવેલા દર્દીઓ અને તેના પરિજનો ને રોકાવા અને ખાવા પીવાની વ્યવસ્થા મંદિર પૂરું પાડે છે. આ બધી વ્યવસ્થા એક પણ રૂપિયા લીધા વગર પુરી પડે છે. અહીં એકાદશી પર લખો શ્રદ્ધાળુ દૂર-દૂરથી આવે છે.

દાનમાં આવે છે પ્રબંધ ના રૂપિયા:
મંદિર નો કીર્તિ અને મહિમાં જોઈને ભક્તો દાન પણ કરે છે અને આ પૈસા જન સેવા માં જ લગાવામાં આવે છે. દાન ના રૂપિયા નો ખર્ચ ગાવમાં છોકરાઓના શિક્ષણ પાછળ કરવામાં આવે છે. સમિતિની તરફથી છોકરાઓને કમ્પ્યુટર લેબ, ફર્નિચર, શાળાનો મુખ્ય દરવાજો જેવી વસ્તુઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત આસ-પાસના ગામડાના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App