જ્યોતિષ શાસ્ત્ર

આ 6 મહિલાઓ હોય છે અસૌભાગ્યશાળી, જે ઘર-પરિવાર અને પોતાના પતિને કરી નાખે છે બરબાદ

ભારતમાં સ્ત્રીઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે એ બીજા નંબરની વાત છે કે આ દેવી સાથે આપણો કેવો વ્યવહાર કરે છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. વાત અહીં સ્ત્રી સાથેના વ્યવહારની નહિ પણ સ્ત્રીઓના વ્યવહારની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કુદરતે સ્ત્રીમાં મમતા, કોમળતા, સૌમ્યતા જેવી ભાવનાઓ ફૂટી-કુંતીને ભરી છે. પરંતુ આ ભાવનાઓ બધી જ સ્ત્રીઓમાં સમાન પ્રમાણમાં નથી જોવા મળતી. એ જ રીતે જે રીતે હાથની બધી જ આંગળીઓ સરખી નથી હોતી, બધી જ સ્ત્રીઓનો સ્વભાવ પણ સરખો નથી હોતો. બધી જ સ્ત્રીઓ મમતાની મુરત હોય એવું જરૂરી નથી.

Image Source

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે એક ઘરને બનાવવામાં અને બગાડવામાં ઘરની સ્ત્રીઓનો ખુબ જ મોટો હાથ હોય છે. એક સારી સ્ત્રી ઘરની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરીને ઘર પરિવારને સુખ સમૃદ્ધિથી ભરી શકે છે જ્યારે એક ભ્રષ્ટ સ્ત્રી ઘરને દુર્ભાગ્યના નર્કમાં લઇ જઈને બરબાદ પણ કરી શકે છે.

શાસ્ત્રોમાં આવી મહિલાઓને અલક્ષ્મી કે અસૌભાગ્યશાલી મહિલાઓ કહેવામાં આવે છે. આ સ્ત્રીઓ પોતાના ખરાબ આચરણને લીધે પોતાના ઘર પરિવારને પણ કંગાળ બનાવી નાખે છે. આજે અમે તમને એવી જ મહિલાઓના લક્ષણ અને વ્યવહાર વિશે કહેવા જઈ રહયા છીએ જે સમાજમાં અસૌભાગ્યશાળી માનવામાં આવે છે.

અસૌભાગ્યશાળી મહિલાના લક્ષણ…

કટુ વચન, અપશબ્દ અને બીજાઓ વચ્ચે લડાઈ જગડા કરાવનારી સ્ત્રીઓ પણ ઘરમાં દ્વેષ ફેલાવવા સિવાય બીજી કઈ જ નથી કરી શકતી. આવી સ્ત્રીઓને પણ સમાજમાં ખરાબ નજરોથી જોવામાં આવે છે.

પહેલું લક્ષણ એ કે જે સ્ત્રીઓ મેલી ઘેલી બનીને રહે છે અને ખુદનું ધ્યાન નથી રાખતી, તેઓને અલક્ષ્મી કે અસૌભાગ્યશાળી માનવામાં આવે છે.

સ્ત્રીઓને શાંત સ્વભાવનું રહેવું જોઈએ. જે સ્ત્રીઓ ગુસ્સો વધુ કરે છે સાથે મનમાં દ્વેષ, દગો કે છલ કપટ રાખે છે તે પોતાના પરિવાર અને ઘરને ક્યારેય સ્થિર રહેવા દેતી નથી.

Image Source

સાથે જ જે સ્ત્રીઓ ખરાબ કામ કરે છે અને તેનું ધ્યાન પોતાના પતિ કરતા પારકા પુરુષો પર રહે છે તેઓને પણ અસૌભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ ઘર માટે બદનામીનું કારણ બને છે.

ઘરને સ્વચ્છ ન રાખનારી મહિલાઓ પણ ઘરમાં નકારાત્મક શક્તિઓનું આગમન કરાવે છે. સાથે જ જે સ્ત્રીઓ પોતાના બાળકો અને પરિવાર સાથે સ્નેહ નથી રાખતી તેઓ પણ અસૌભાગ્યશાળી જ માનવામાં આવે છે.

આવી સ્ત્રીઓ હસતા-ખેલતા ઘરને બરબાદ કરવા માટે પૂરતી છે. આવી સ્ત્રીઓથી દૂર રહેવામાં જ ભલાઈ છે કેમ કે જેઓ તેના સંપર્કમાં આવે છે તેઓને પણ પોતાના જેવા જ બનાવી લે છે સાથે જ તેઓ અન્યની ખુશીને પણ જોઈ નથી શકતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.