ખબર

આ કોઈ ભૂત છે કે મહિલા? ઉંધી દોડતી સુરતની આ મહિલાના વાયરલ થયેલા આ વિડીઓએ તો ચકચાર મચાવી દીધો, ક્લિક કરી જુઓ વિડિઓ

સોશિયલ મીડિયામાં ઘણા વિડિઓ એક જ રાતમાં વાયરલ થઈ જતાં હોય છે, પરંતુ વાયરલ વિડિઓ સાચા હોય છે કે ખોટા એ કોઈને ખબર નથી હોતી, પરંતુ જયારે એ વિડિઓ આપણા મોબાઈલમાં આવે છે ત્યારે આપણે પણ એને જોઈ એકદમ ચકિત થઇ જતાં હોઈએ છે.

એવો જ એક વિડિઓ સુરતના અડાજણ વિસ્તારમાંથી આવી રહ્યો છે, આ વિડીઓમાં એક મહિલા ઉંધી દોડતી દેખાઈ રહી છે વળી તે જોર જોરથી બૂમો પણ પાડી રહી છે અને તે પણ રાતના અંધારામાં. મહિલાને દોડતી જોઈને આસપાસના લોકો ડરના માર્યા ત્યાંથી ભાગવા પણ લાગે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં એક મહિલા રાત્રીના અંધારામાં જોર જોરથી બૂમો પાડવા લાગે છે લોકોની નજર તેના ઉપર પડતાં એમને દેખાય છે કે બૂમો પાડતી આ મહિલા ઉંધી દોડી પણ રહી છે, જેથી લોકો એકદમ ડરી જાય છે. તેમને લાગે છે કે આ કોઈ ભૂત છે અથવા તો કોઈ આત્મા આ મહિલામાં પ્રવેશી ગઈ છે. થોડે દૂર ઊંધા પગે દોડતા આ મહિલા એકદમ જમીન ઉપર પટકાય છે. આ મહિલા દ્વારા કાઢવામાં આવતા ડરામણા આવાજ અને ઊંધા પગે દોડવાની ઘટના જોઈને ત્યાં ઉભેલા લોકોમાં ભયનું વાતાવરણ પ્રસરી જાય છે. લોકો ડરના માર્યા આમ તેમ દોડવા પણ લાગે છે.

આ વિડિઓ સુરતના અડાજણ વિસ્તારનો હોવાનું હાલ સામે આવ્યું છે, પરંતુ હજુ એની સંપૂર્ણ પુષ્ટિ થઇ શકી નથી અને એ મહિલા શા કારણે આમ કરતી હતી? કોણ હતી? એ પણ હજુ સામે આવ્યું નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.