લેખકની કલમે

આ જગ્યા પર શ્રીકૃષ્ણ ભગવાને તેમના અંતિમ શ્વાસ લીધા…..

સૃષ્ટિના પાલનહાર શ્રીકૃષ્ણ ભગવાને પોતાના અંતિમ શ્વાસ અહીં છોડ્યા. આ જગ્યાને ભાલકાતીર્થ નામે ઓળખાય છે.

આ પ્રાચીન પવિત્ર તીર્થ વિરાવળ થી પ્રભાત જવાના માર્ગે સ્થિત છે. મધ્યપાનથી ચકચૂર બનેલા યાદવનો અંદરઅંદર લડવામાં સંહાર થયો. એમાંથી ગમગીન થઈને અહીં ભગવાન શ્રીકૃષ્ણ જી પીપળાના વૃક્ષ નીચે ડાબો પગ પર જમણો પગ ઉપર ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા. ત્યારે જરા નામનો પારધી એ ભૂલથી તેમને મૂગૅ સમજીને બાણ માર્યું.

પારધીનું તે બાણ ભગવાન શ્રીકૃષ્ણ જેના ડાબા પગના તળીયામા લાગ્યું. જ્યારે પારઘી ઝડપથી શિકાર ને પકડવા નજીક ગયો તો તેણે જોયું કે તે મૂગૅ નહીં પણ એક યાદવ પિતાંબર ધારી પુરુષોત્તમ હતા. તે ગભરાઈ ને અપરાધની ક્ષમા માગવા લાગ્યો.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું “જે કાંઈ થયું તે મારી ઇચ્છાથી જ થયું છે”. એવું કહીને પારધીને માફ કરી દીધો. પણ એ પોતાની કાંતીથી વસુંધરા વ્યાપ્ત કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. અહી પારઘી એ ભગવાન શ્રીકૃષ્ણ ને ભલ્લ એટલે બાણ મારેલો એટલા માટે આ સ્થાનને ભાલકાતીર્થ કહેવામાં આવે છે.. લેખક – નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks