ખબર

દુનિયાને અલવિદા કહી ગયા સુષ્માજી, આ ગંભીર બીમારીથી પીડાતા હતા

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે હાર્ટઅટેકને કારણે તેનું નિધન થયું હતું. બુધવારે એટલે કે આજે બપોરે 3 વાગે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેનાથી પહેલા તેમના પાર્થિવ શરીરને તેમને પ્રશંસકો, કાર્યકર્તાઓના અંતિમ દર્શન માટે પાર્ટી કાર્યાલયમાં રાખવામાં આવશે.

Image Source

જણાવીએ કે સુષ્મા સ્વરાજ ઘણાં લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તેમની કિડનીની બીમારીને કારણે તેમને વર્ષ 2019 લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. જણાવીએ કે સુષ્માજીને ડાયાબિટીસની બીમારી હતી અને તેને લીધે જ તેમની કિડની ખરાબ થઇ ગઈ હતી. વર્ષ 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તે પછી તેમની તબિયતમાં સુધાર આવવા લાગ્યો હતો.

તબિયત સુધર્યા પછી તેઓ રાજનીતિમાં ઓછા સક્રિય રહેવા લાગ્યા હતા. તેમ છતાં મોદી સરકારમાં મંત્રાલયની  મહત્વની જવાબદારીઓ સાંભળતા હતા.

સૂચના મુજબ તેમને મંગળવારે તેમને હાર્ટઅટેક આવાથી તેમને ઉતાવળમાં એમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. એમ્સના પાંચ ડોકટરો દ્વારા તેમની સારવાર હાથે ધરાઈ હતી. થોડા સમય પછી ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. સુષ્માજી લગભગ 20 વર્ષથી પણ વધારે સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા.

Image Source

દર વર્ષે કિડનીની બીમારીથી લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. કિડનીની બીમારીના લક્ષણ ત્યારે સામે આવે જ્યારે કિડની 60% થી 65% ખરાબ થઇ ગઈ હોય. તેથી જ કિડનીની બીમારીને સાઈલેંટ કિલર પણ કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks