આખી દુનિયાના સર્જનહાર છે ભગવાન. ભગવાન માટે તો આમિર હોય કે ગરીબ બધા ભક્તો સમાન જ છે. ભગવાનને કોઈ પણ મુશ્કેલમાં કે સારા કાર્યમાં તેમે પહેલા યાદ કરવામાં આવે છે. અને તેમની પહેલા પૂજા અર્ચના કરવામાં આવે છે.પૂજા અર્ચના કરવાંથી મનને શાંતિ મળે છે. આવી જ એક આસ્થાની વાત કરશું.જે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પરંતુ ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી વિષે.
મુકેશ અંબાણી ભારતીય ઉધોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. મુકેશ અંબાણી ભારતના સૌથી આમિર વ્યક્તિમાં સામેલ છે. મુકેશ અંબાણી દુનિયાની સૌથી મોંઘી ઇમારત ‘એન્ટિલા’માં રહે છે. મુકેશ અંબાણીને 2012માં ફોબર્સ યાદીમાં ‘દુનિયાના સૌથી આમિર અને સ્પોર્ટ્સ ઓનર’માં સ્થાન મળ્યું હતું.
થોડા સમય પહેલા મુકેશ અંબાણીએ તેના પુત્ર આકાશ અંબાણીના ભવ્ય લગ્ન કર્યા હતા. જેમાં દેશ-વિદેશ, રાજનેતા, બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા.
ફોર્બ્સની લિસ્ટમાં શામિલ દેશના બીઝનેસમેન મુકેશ અંબાણીએ પહેલો નંબર હાંસિલ કર્યો છે. આ લિસ્ટમાં લાખો લોકોના જીવન બદલવા અને સાહસિક નિર્ણયો થી ઇન્ડસ્ટ્રીમાં બદલાવ લાવનારા લોકોના નામ શામિલ કરવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી કોઈપણ કામ કરતા પહેલા રાજસ્થાનના એક મંદિરમાં જાવાનું નથી ભૂલતા.
અનિલ અંબાણીની પણ અહીં છે આસ્થા:
મુકેશ અંબાણી ની જેમ તેના નાના ભાઈ અનિલ અંબાણી ની પણ શ્રીનાથી જી ના મંદિર માં આસ્થા અને વિશ્વાશ છે. વ્યક્તિગત કે પછી પ્રોફેશનલ લાઈફમાં કોઈપણ મોટા નિર્ણયો લેતા પહેલા અનિલ અંબાણી પણ આ મંદિર ના દર્શને આવવાનું નથી ભૂલતા. રિલાયન્સ પાવર ની શરૂઆતના પહેલા પણ અનિલ અંબાણી અહીં દર્શન માટે પહોંચ્યા હતા. ગ્લેમર અને લકઝરીયસ લાઈફ જીવનારા અનિલ અંબાણીનો પરિવાર ખુબ જ ધાર્મિક છે

આ મંદિર રાજસમંદ સ્થિત શ્રીનાથજીનું છે. 14 મે ના રોજ પણ મુકેશ અંબાણી કોઈને કહ્યા વગર જ આ મંદિર ના દર્શન માટે નીકળી પડ્યા હતા.જન્મદિવસથી લઈને કોઈ પ્રાઇવેટ કામની લોન્ચિંગમાં મુકેશ અંબાણીનું પરિવાર નાથદ્વારા મંદિરમાં માથું ટેકવાનું નથી ભૂલતા. મુકેશ અંબાણીની મા કોકિલાબેન અંબાણી આ મંદિરના ટ્રસ્ટની વાઇસ પ્રેસિડેન્ટ છે. અંબાણી પરિવારના તરફથી આ મંદિરને ઘણું ડોનેશન આપવામાં આવે છે.

કૃષ્ણનું બાળ રૂપ છે શ્રીનાથજી:
નાથદ્વારા ની પાસે શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું બાળ રૂપ છે. આ મંદિર ઉદયપુરથી લગભગ 50 કિમિના અંતરે રાજસમંદ જિલ્લામાં છે. શ્રીનાથજી વૈષ્ણવ સંપ્રદાયના ઇષ્ટદેવ છે. રાજસ્થાન અને ગુજરાતના લોકોની તેમાં સૌથી વધારે આસ્થા છે.
ફેબ્રુઆરી 2014 ના રોજ મુકેશ અંબાણી,અનિલ અંબાણી, માં કોકિલાબેન, ટીના-નીતા અંબાણી આ મંદિર પહોંચ્યા હતા.

ડિસેમ્બર 2015 માં મુકેશ અંબાણી પોતાની બહેનોની સાથે નાથદ્વારા પહોંચીને કીર્તન કર્યું હતું. વૈજલ બેન અને વીણા બેનની સાથે મુકેશ અંબાણી હેલિપેડથી કારથી સીધા જ શ્રીનાથજીના દર્શને પહોંચ્યા હતા.

દર્શન ના સમયે મુકેશ અંબાણી એ પીળા રંગનો રૂમાલ બાંધી રાખ્યો હતો.

વર્ષ 2015 માં પૂજા માટે તેઓએ પોતાના માથા પર ફરીથી પીળા રંગનો રૂમાલ બાંધી રાખ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.