બોલિવૂડના બધા કલાકાર ફિટ રહેવા માટે પૌષ્ટિક અને હેલ્ધી ખાવાનું ખાય છે. આ ઉપરાંત તેઓ જીમમાં તનતોડ મહેનત કરીને પોતાને ફિટ રાખે છે. પરંતુ એક એવી અભિનેત્રી છે જેને પોતાની ફિટનેસથી લાખો લોકોના દિલ જીતી લીધા છે અને તે છે પ્રિયંકા ચોપરા. પ્રિયંકા પોતાને ફિટ રાખવા માટે જીમમાં તનતોડ મહેનત કરવાની સાથે સાથે એવા પૌષ્ટિક ખોરાક લે છે જેનાથી શરીરને એનર્જી પણ મળતી રહે અને તેને બનાવવું પણ સરળ હોય છે. તો ચાલો જાણીએ કે પ્રિયંકાની આ મનપસંદ ડીશો વિશે.
પ્રિયંકાના ચોપરાના પર્સનલ સેફે જણાવ્યું કે પ્રિયંકાને સલાડ ખુબ જ પસંદ છે. આ એક એવી ડીશ છે જે તે રોજ ખાવાનું પસંદ કરે છે. તેઓ ચિકન સલાડની દીવાની છે. તેમને ચિકન સલાડમાં ચિકન, ગાજર, બદામ, ફળ, વરિયાળી, કાલે (એક પ્રકારની કોબીજ)નો સમાવેશ થાય છે.

પ્રિયંકાની આ ડીશ વિશે જાણીને તમને ખબર પડી ગઈ હશે કે તે કેમ આટલી ફિટ છે. આ ડીસ એનર્જીથી ભરપૂર અને પચવામાં હલકી છે જેથી વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રિયંકાના પતિ નિક પણ એક વાતનું ધ્યાન રાખે છે કે તે પોતાના ડાયટમાં થોડા ફળ ખાય.
તંદુરસ્ત રહેવા માટે રોજ એક જેવું જ ખાવાનું ખાવું જોઈએ. આ કામ થોડું અઘરું છે પણ આવું કરવાથી તમારું શરીર ફિટ અને વજન ઘટાડવામાં મદદ મળે છે. રોજ પ્રમાણસર જ ખાવું જોઈએ જો વધારે ખાઈ લેશો તો તમારું શરીર ફૂલી જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks