હાલમાં વિશ્વ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પણ મેચ થઇ હતી. ત્યારે તે વચ્ચે શ્રીલંકાના પૂર્વ દિગ્ગ્જ ખેલાડીના પરિવારની સ્ટોરી વાયરલ થઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ વધુ વિકેટ લેનાર ખેલાડીના પિતા આજે પણ બિસ્કિટ વહેંચે છે.
અમે વાત કરીએ છીએ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરની. મુથૈયા મુરલીધર દુનિયામાં સૌથી વધારે ટેસ્ટ અને વનડેમાં વિકેટ લેવાવાળો ખેલાડી છે. કરોડોની સંપત્તિ હોવા છતાં આજે તેના પિતા બિસ્કિટ વહેંચે છે. મુથૈયા મુરલીધરના પિતા સીનનાસામી આજે પણ એક ફેક્ટરી ચલાવે છે.
સીનનાસામી ‘લકિલેન્ડ’નામની બિસ્કિટ કંપનીમાં મેનેજીંગ ડાયરકેટર છે. આ શ્રીલંકાની ત્રીજી સૌથી મોટી બિસ્કિટની કંપની છે. ખબરોનું માનીએ તો આ કંપનીમાં 200થી વધુ કર્મચારીઓ કામ કરે છે. સીનનાસામીનની ખાસ વાત એ છે કે તેનું માર્કેટિંગ વધારવા માટે તેના પુત્ર મુરલીધરણનો ક્યારે પણ ઉપયોગ નથી કર્યો.
ભલે મુરલીધરનના પિતા તેના પુત્રનો ધંધામાં ઉપયોગ ના કરે પરંતુ બધા લોકો જાને છે કે,આ બ્રાન્ડ મુરલીધરનના પિતાની છે. પુત્રનું કરોડોમાં કમાણી અને આલીશાન ઘર હોવા છતાં જો પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો મુરલીધરનના પિતા બહુજ સાદગી પૂર્વકની જિંદગી જીવે છે.ત હંમેશા સફેદ કલરની લૂંગીમાં જ જોવા મળે છે.
પુત્રની કરિયર બાબતે 75 વર્ષીય સીનનાસામી કહે છે કે, ફેક્ટરીની સિમેન્ટની દીવાલ પાસે જ મુરલી તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks