આપણે રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓ જોઈએ છીએ. ઘણી વસ્તુઓ વાપરીએ છીએ, પણ ઘણીવાર આપણે એવી કેટલીક વસ્તુઓ જોઈએ છીએ કે જેનો સાચો ઉપયોગ આપણે જાણતા જ નથી. જેમ કે શૂઝમાં પાછળની સાઈડ પર આપવામાં આવેલી લૂપ, શર્ટમાં પાછળની સાઈડ પર આપવામાં આવેલું લૂપ, અને આવી જ બીજી ઘણી વસ્તુઓ કે જે શા માટે આપવામાં આવી છે, એ વિશે આપણને જ્ઞાન જ હોતું નથી.
ઘણીવાર એવું જોવા મળે છે કે આપણે ઘર, ઓફીસમાં કેટલીક ચીજોનો ઉપયોગ કરીએ છીએ પણ આ ચીજોનો સાચો ઉપયોગ નથી જાણતાં. કેટલીક એવી ચીજો પણ હોય છે જેનો એકથી વધારે વાર ઉપયોગ પણ કરી શકાય છે પણ આપણે એ પણ નથી જાણતાં. તો આવો અમે જણાવીએ છીએ આવી કેટલીક ચીજો વિશે.
મેકઅપની બોટલ પર લખેલ કોડ:

મેકઅપની બોટલ પર આપે સિમ્બોલ જોયા હશે પણ એનો અર્થ તમને ખબર નહીં હોય. આ સિમ્બોલ ખુલતા ડબ્બાની જેમ હોય છે અને વચ્ચે 6M, 12M, 24M લખેલ હોય છે. વાસ્તવમાં આ તમારા મેકઅપની સેલ્ફ લાઈફ છે.
આઈફોનના લેન્સ અને ફ્લેશમાં નાનકડું કાણું:

જો તમે આઈફોન યુઝર છો અને તમારી પાસે લેટેસ્ટ ફોન છે તો તમે જોઈ શકશો કે લેન્સ અને ફ્લેશ વચ્ચે એક નાનકડું કાણું હોય છે. વાસ્તવમાં એ એક માઇક્રોફોન હોય છે. બેટર રિઝલ્ટ માટે અને સાઉન્ડ કેપ્ચર કરવા માટે તથા સારી ક્વોલિટીના ઓડિયો વીડિયો રેકોર્ડ કરવા માટે ઉપયોગ થાય છે.
સ્ટેપલરની પાછળ મેટલ પ્લેટ:

આપણે સ્ટેપલરનો ઉપયોગ ક્લીપ મારવા માટે કરીએ છીએ અને આપે જોયું હશે કે સ્ટેપલરની પાછળ એક મેટલ પ્લેટ હોય છે અને આ મેટલની પ્લેટનો ઉપયોગ સ્ટેપલ કરેલ ક્લીપને કાઢવા માટે થાય છે.
Exacto નાઈફ પર કવર:

તમે પણ Exacto નાઈફનો ઉપયોગ જરૂર કર્યો હશે. થર્મોકોલ કાપવા, પેપર કાપવા કે પછી કાર્ટૂન કાપવા માટે. પણ આપણામાંથી ખૂબ ઓછાને ખબર છે કે જો નાઈફની ધાર પુરી થઈ જાય તો નાઈફના આગળના ભાગની ધાર તોડીને નવી બનાવી શકીએ છીએ.
એલ્યુમિનિયમ રેપ અથવા પ્લાસ્ટિકની ડોલની સાઈડમાં બનાવેલ ટેબ:

આ ટેબ એટલે કે કટ માર્ક ડબ્બાના બન્ને બાજુ બનેલ હોય છે અને જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારના રોલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડબ્બો રગળીને આમ તેમ જાય છે. આ ટેબને બન્ને બાજુથી દબાવીને જો ફોઈલને અંદર રાખીએ અને રોલ કરીએ તો એલ્યુમિનિયમ ફોઈલ ક્યાંય નહિ જાય અને આપણે તેનો સાચો ઉપયોગ પણ કરી શકીશું.
લોલીપોપની સ્ટીકમાં વચ્ચે બનેલ કાણું:

આપે બાળપણમાં લોલીપોપ તો ખાધો જ હશે અને લોલીપોપ ખાધા પછી એની સ્ટીકમાં વચ્ચે કાણું હોય છે તો ત્યારે આપણને લાગતું કે આ સીટી વગાડવા માટે છે ? તો ના, જ્યારે લોલીપોપ બને છે ત્યારે તેમાંનો કેટલોક ઓગળેલ ભાગ એ કાણામાં જાય છે અને આ કારણે લોલીપોપ સ્ટીકથી ચોંટીને રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks