“मन जा वे, रोमांटिक पिक्चर दिखा दे।” તમારી ગર્લફ્રેન્ડ જ્યારે પણ તમને આ વાત કહેતી હશે ત્યારે તમે બાજુના કોઈ મલ્ટીપ્લેક્સમાં જતા હશો. આ મલ્ટીપ્લેક્સ કેવા હોય છે? થોડી આરામદાયક ખુરશી, બ્લેક ઈન્ટીરીયર અને મોટી એવી સ્ક્રીન હોય છે. હવે જેઓને પ્રાઈવેસી જોતી હોય તેઓ ગોલ્ડ ક્લાસમાં ચાલ્યા જતા હોય છે.

દુનિયામાં તમને બીજું કોઈ મળે કે ન મળે, પણ ફિલ્મો જોવાના શોખીન લોકો તો મળી જ જશે. ઘણા લોકો એવા પણ છે કે જે ઘરે બેસીને ટીવી સ્ક્રીન કે લેપટોપ પર ફિલ્મો જોઈ લેતા હશે. પરંતુ ઘણા લોકો ફિલ્મોના એવા શોખીનો હોય છે કે જે કોઈ પણ કિસ્સામાં થિયેટરમાં જઈને જ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. એનું કારણ એ જ હોઈ શકે કે મોટા પરદા પર ફિલ્મો જોવાની મજા જ કઈંક જુદી હોય છે. પરંતુ જો સિનેમા હોલ પણ એવા બનાવ્યા હોય કે જ્યા જવાનું મન કરે તો આવા થિયેટરમાં ફિલ્મો જોવાની મજા બેગણી થઇ જાય છે.
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે દુનિયાભરમાં એવા પણ સિનેમાહોલ છે, જ્યાં ફિલ્મ ન લાગેલી હોય તો પણ ત્યાં ફરવા જવા માટેની ઈચ્છા થઇ જાય. તેને જોઇને તમને કોઈ પુલ પાર્ટીની ફીલિંગ આવશે, તો ક્યારેક કોઈ મહેલમાં હોવાનો અહેસાસ થશે. જો તમે પણ ફિલ્મોના શોખીન હોવ તો આજે ચાલો આપણે એવા થિયેટર વિશે જાણીએ જે વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને થોડા અજીબ સિનેમા હોલ્સ છે, જ્યા જવાનું તમને પણ મન થશે.
1. Cinema city:

જો તમને રંગોથી લગાવ હોય તો તમારે જેરુસલેમનું આ સિનેમાહોલ ખુબ જ પસંદ આવશે. જો તમે અહી તમારા પાર્ટનરની સાથે જાવ છો તો તે તમારામાં એક અલગ જ રોમાંચ ભરી દેશે.
2. Olympia music hall:

આ દુનિયામાં આળસુ લોકોની કમી તો છે જ નહિ. તમે ઘરે પણ આવી રીતે પલંગ પર આડા પડીને ફિલ્મો જોતા હશો. ફ્રાંસનાં આ હોલથી આરામદાયક તો દુનિયામાં બીજું કશું જ નહિ હોય.
3. L’Odyssee de pi:

જો કે ફ્રાંસની રાજધાની પેરીસમાં ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ ની સ્ક્રીનીંગ માટે આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્વીમીંગ પુલમાં લોકોને બોટ પર બેસાડીને ફિલ્મ બતાવવામાં આવે છે.
4. Hot Tub cinema:

એસીવાળા સિનેમાહોલમાં તો દરેક વખતે ફિલ્મો જોતા હશો. લંડનના આ હોટ ટબ સિનેમામાં જઈને તમને એક નવો જ અનુભવ મળશે. બાકી તો તમે સમજી જ શકો છો કે આવી રીતે એક જ ટબમાં પાર્ટનર સાથે ફિલ્મ જોવાની કઈક અલગ જ મજા છે.
5. Dokufest:

ખુલ્લા નેચરમાં મજા લેવા માગો છો તો કોસોવોના Prizren શહેરમાં થતા ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી એંડ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ તમને ખુબ જ પસંદ આવશે. અહી તમને ખુબ જ રોમેન્ટિક જેવી ફીલિંગ આવશે.
6. open air cinema:

ચાંદની રાતમાં સમુદ્રની પાસે બેસીને ફિલ્મ જોવું કેટલો સુંદર અહેસાસ બની શકે છે, એ તો તસ્વીર જોઇને સમજમાં આવી રહ્યું છે. પણ જો તમારે પણ અ માહોલને મહેસુસ કરવું હોય તો તેના માટે સિડની જવું પડશે.
7. Sala Montjuic:

જો તમને એ.સી. થી વધુ ખુલ્લી હવામાં રહેવું પસંદ છે તો તમારે બર્સીલોનાના ઓપન એયર ફિલ્મ ફેસ્ટીવલનો હિસ્સો જરૂર બનવું જોઈએ. આવી રીતે લીલા ઘાસ પર બેસીને ફિલ્મ જોવું ખુબ જ મજેદાર હોય છે.
8. Forte Mare:

ખુલ્લી હવાની સાથે સમુદ્ર પણ મળી જાય તો કોઈ જન્નત થી કમ નથી. તેમાં પણ આટલી મોટી સ્ક્રીન પર ફિલ્મ જોવું તો સોને પે સુહાગા જેવી વાત છે.
9. Makedox kurshumli An In Skopje, Macedonia:

કોઈ કિલ્લામાં ફિલ્મ જોવાનો આનંદ તમને ન મળ્યો હોય તો Macedonia ના ક્રિએટીવ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ફેસ્ટીવલમાં જરૂર જવું જોઈએ. જો કે આવી જગ્યાઓ પર હોરર ફિલ્મો જોવી પણ ખુબ જ મજેદાર લાગશે.
10. Sci Fi Dine in Theatre Disney’s Hollywood studios:

જો તમને ડિઝનીની કે પછી એનીમેટેડ ફિલ્મ જોવાના સમયે લાગતું હોય કે કાશ આપણે પણ આવી જગ્યા પર જઈ શકતા હોત, તો તમારે આ સ્ટુડીયોમાં જરૂર જવું જોઈએ, આ નાની એવી કારમાં બેસવાની અલગ જ મજા આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks