પ્રેરણાત્મક

આ છે આપણા દેશનો પ્લાસ્ટિકમેન જેને 100 કિલોમીટર ચાલી, રસ્તામાં પડેલું પ્લાસ્ટિક પોતાના શરીર પર લટકાવ્યું,જાણો કેમ?

આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સ્વછતા માટે હંમેશા લોકોને જાગૃત કરતાં રહ્યા છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ સ્વછતાના હિમાયતી રહ્યા હતાં ત્યારે આ દેશના કેટલાક નાગરિકો સ્વચ્છતા માટે જાગૃત પણ થયા છે અને બીજા લોકોને પણ સ્વછતા માટે જાગૃત કરી રહ્યા છે. પરંતુ આજે અમે તમને આપણા દેશના પ્લાસ્ટિક મેન વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

છેલ્લા કેટલાય સમયથી આપણા દેશમાં સિંગલ યુસ પ્લાસ્ટિકને બેન કરવામાં આવ્યું છે. ત્યારે કેરળના દિપક વર્માએ લોકો પ્લાસ્ટિકનો વપરાશ ના કરે તેના માટે એક અલગ જ અભિયાન શરૂ કર્યું. દીપકે 100 કિલોમીટર સુધી ચાલીને રસ્તામાં જે પણ કઈ પ્લાસ્ટિક નજરે આવ્યું તેને પોતાના શરીર લટકાવી દીધું. આ યાત્રા એને માત્ર 24 કલાકમાં પૂર્ણ કરી.

Image Source

આ 100 કિલોમીટરની યાત્રામાં દીપકે પોતાના શરીર ઉપર એક દોરી બાંધી દીધી અને રસ્તામાં મળતા વેફરના પેકેટ, શેમ્પૂના કાગળિયા, પાણીની અને બીજી પ્લાસ્ટિકની ખાલી બોટલોને પોતાના શરીર પર ટીંગાળી દીધા. જયારે આ 100 કિલોમીટરની યાત્રા પૂર્ણ થઈ ત્યારે દીપકનું આખું શરીર આવા પ્લાસ્ટિકથી ભરાઈ ચૂક્યું હતું.

Image Source

દિપક આ યાત્રામાં જે જે સ્થળો ઉપર ગયો ત્યાં માત્ર તેને પ્લાસ્ટિક જ નથી ઉઠાવ્યું, લોકો ને પ્લાસ્ટિક ના વાપરવા માટે જાગૃત પણ કર્યા. પ્લાસ્ટિક વાપરવાના ગેરફાયદા વિષે સમજાવ્યું. આ યાત્રા તેને 2જી ઓક્ટોમ્બર એટલે ગાંધી જ્યંતિના દિવસે જ આરંભી હતી. લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરતાં દિપકે જયારે આ યાત્રા પૂર્ણ કરી ત્યારે તેના શરીર ઉપર 35 કિલોગ્રામ પ્લાસ્ટિક હતું.

દિપક આ પહેલા પણ ફેબ્રુઆરી 2018માં આ પ્રકારની 16 કિલોમીટરની યાત્રા કરી ચુક્યો છે. દીપકે પોતાની જાતે આ કાર્ય કરીને લોકોને સમજાવ્યું કે સ્વચ્છતા માટે પહેલ જાતે જ કરવી પડશે.પ્લાસ્ટિકથી પૃથ્વી અને આપણી આવનાર પેઢીઓને બચાવવા માટે દીપકે કરેલા સાહસને દિલથી સલામ છે.