દરેક વ્યક્તિને જીવનમાં થોડી જરૂરિયાતોને પુરી કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે. આજના સમયમાં જેને જુઓ એ પૈસાની પાછળ પાગલ થાય છે. લોકો ઈચ્છે છે કે એમની પાસે જલ્દી આટલા પૈસા આવી જાય કે એમની દરેક ઈચ્છાને સહેલાઈથી પુરી કરી શકે, પણ બધા સાથે એવું નથી થતું. કોઈ લોકો જીવન ખૂબ મજેદાર રીતે વિતાવે છે તો ઘણા લોકો જીવનભર સંઘર્ષ કરતા રહે છે. એવા લોકો ઈચ્છે છે કે ઘણા ધનની પ્રાપ્તિ થાય.

કરો માતા લક્ષ્મી સાથે શ્રી ગણેશની પણ પૂજા
કહેવાય છે કે દરેક વ્યક્તિને એમના કર્મના હિસાબથી જ ફળ મળે છે. પણ ઘણી વખત સારા કર્મો કરવાવાળાઓને પણ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. એની પાછળના કારણ વિચારવામાં તે વ્યક્તિ ઘણો પરેશાન રહે છે. વધુ પડતા લોકો ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીની પૂજા કરે છે. પણ હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર એમની સાથે ગણેશજીની પૂજા પણ કરવી જોઈએ. એ બંનેની પૂજાથી વ્યક્તિના જીવનના બધા દુઃખો દૂર થઈ જાય છે.
આપણે બધા જાણીએ છીએ કે ગણેશજીને બધા જ ધાર્મિક કાર્યોમાં સૌથી પહેલા પૂજાવાનું વરદાન પ્રાપ્ત છે, આ સિવાય તેઓ બુદ્ધિના દેવતા અને વિઘ્ન વિનાશક છે. જો દુર્વાથી ગણેશજીની પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી જ પ્રસન્ન થાય છે. ત્યારે જો કોઈ વ્યક્તિને લક્ષ્મીજીની પૂજાથી ધનની પ્રાપ્તિ થઇ જાય તો ન જો આ વ્યક્તિમાં બુદ્ધિ ન હોય તો આ ધન કોઈ કામ નથી આવતું. એટલે ધનની સાથે જ બુદ્ધિ પણ જરૂરી છે, જે ગણેશજી અને લક્ષ્મીજીના એકસાથે પૂજનથી જ શક્ય છે.

મેળવી શકો છો જીવનના દરેક દુઃખોથી મુક્તિ
બુધવાર ગણેશજીનો દિવસ માનવામાં આવે છે, ત્યાં જ શુક્રવાર માતા લક્ષ્મીનો. બુધવારે ગણેશજી સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થશે અને સાથે ધન દોલતની પણ. ફક્ત એ જ નહીં પણ શ્રાવણ મહિનામાં બંનેની સાથે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. માતા લક્ષ્મી અને ગણેશની પૂજા કેવી રીતે કરવી એ જણાવવા જઈ રહ્યા છીએ.
સૌથી પહેલા સવારે જાગીને સ્નાન કર્યા બાદ પીળા રંગના વસ્ત્રો ધારણ કરી લો. કોઈ મંદિરમાં જઈને ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજાની તૈયારી કરો. હવે પૂર્વ દિશામાં મોઢું કરીને બેસો. ગણેશજી અને લક્ષ્મીજીને પંચામૃતથી સ્નાન કરાવો. એના પછી ગણેશજીની મૂર્તિને હળદરથી રંગેલ પીળા ચોખા ચઢાવો. ત્યાં જ લક્ષ્મીજીને કંકુવાળા લાલ ચોખા ચઢાવો. ગણેશજીને ચંદન અને લાલ ફૂલ ચઢાવો અને માતા લક્ષ્મીને કંકુ અને લાલ ફૂલ અર્પિત કરો. એના પછી ગોળથી બનાવેલ લાડવા અને ખીરનો ભોગ લગાવો.

લક્ષ્મી વિનાયક મંત્ર –
दन्ताभये चक्र दरो दधानं, कराग्रस्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जया लिंगितमब्धिपुत्रया लक्ष्मी गणेशं कनकाभमीडे।।
श्रीं गं सौम्याय गणपतये वर वरदे सर्वजनं में वशमानय स्वाहा।।
પૂજા દરમિયાન આ મંત્ર ઓછામાં ઓછો 108 વાર જાપ જરૂર કરો. મંત્રના જાપ માટે કમળગટ્ટાની માળાનો ઉપયોગ કરો. મંત્રનો જાપ સાચા ઉચ્ચારણ સાથે કરવો ખૂબ જરૂરી છે.

માંગો તમારી ભુલોની માફી –
ભોગ લગાવ્યા પછી અગરબત્તી અને દીવો પ્રગટાવો અને ગણેશ તેમજ માતા લક્ષ્મીની આરતી કરો. પૂજાની સમાપ્તિ પર ભગવાન પાસે તમારા ભૂલની માફી માંગો. અને મનોકામનાઓની પૂર્તિ કરો. એના પછી પંચામૃત અને પ્રસાદ ગ્રહણ કરો અને બીજાને પણ આપો. એ પૂજા દરમિયાન ગણેશજી અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ પણ કરી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks