જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિઓ હોય છે જન્મથી હોય છે સૌથી ધનવાન, આજે નહિ તો કાલે જરૂર ધનવાન ધશે

નામ, ધન, પ્રસિદ્ધિ આ એવી વસ્તુઓ છે જેની દરેકને કામના હોય છે. પરંતુ દરેકને આ મળી જ જાય એ શક્ય નથી હોતું. ધન-દોલત, નામ અને પ્રસિદ્ધિ માટે લોકોએ ખુબ મહેનત કરવી પડતી હોય છે તો કોઈને ખુબ જ આસાનીથી મળી જતું હોય છે. આખરે આવું તે શા માટે? કારણ કે વ્યક્તિના જીવનમાં સુખ-દુઃખ, ઉતાર-ચઢાવ, જે કઈં પણ આવે છે એ બધું જ તેમની રાશિઓ પર ગ્રહોની અસર પર આધાર રાખે છે. આવું એટલા માટે કેમ કે દરેકના સિતારાઓ પોતાની ચાલ ચાલતા હોય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર કુલ 12 રાશિઓ હોય છે એમાંની માત્ર 5 રાશિઓ જેને જીવનમાં ધન-દોલત અને તમામ સુખ સુવિધાઓ મળે છે. દુનિયા તેના કદમોમાં હોય છે. આવો તો જાણીયે આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે.

1. વૃષભ રાશિ:
જેમાં પહેલું નામ વૃષભ રાશિનું આવે છે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓ માટેનો સ્વામી માનવામાં આવે છે. જો આ રાશિના લોકોની કુંડળીમાં શુક્ર બળવાન છે તો દુનિયાની કોઈ તાકાત તેને ધનવાન બનવાથી રોકી નહિ શકે. આ જાતકો સખત પરિશ્રમનું મહત્વ સાંજે છે એટલે જ તેઓ જીવનમાં આનંદ પણ ખૂબ જ માણે છે. આ લોકો જિદ્દી હોય છે જ નક્કી કરે છે એ મેળવીને જ જંપે છે.

2. મિથુન રાશિ:
કહેવામાં આવે છે કે મિથુન રાશિના સ્વામી કુંડળીમાં ઉચ્ચ સ્થાન પર છે માટે આ રાશિના લોકો પોતાની બુદ્ધિ અને અકલમંદીથી ખુબ જ ધન પ્રાપ્ત કરે છે. આ રાશિના લોકો દ્રઢ નિશ્ચયી હોય છે જેને કારણે તેઓ પરિશ્રમી હોય છે અને અમીર બનવાના રસ્તાઓ શોધી કાઢવા તેમના માટે કોઈ મુશ્કેલ કામ નથી હોતું.

3. સિંહ રાશિ:
સિંહ રાશિના સ્વામી શુક્રને માનવામાં આવે છે. સૂર્ય ખુબ જ અમીર બનવાની શક્તિ આપે છે. એવામાં જેની કુંડળીમાં સૂર્ય શક્તિશાળી હોય છે તેવા લોકો ખુબ જ ઓછા સમયમાં કામિયાબીના શિખર સુધી પહોંચી જતા હોય છે. આ જાતકો અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરીને ખૂબ જ નાની ઉંમરમાં અમીર બની જાય છે. તેઓ પોતાની હારથી હતાશ નથી થતા અને સતત મહેનત કરે છે એટલે જ તેઓ ધનિક બનવાનો ગુણ ધરાવે છે.

4. ધન રાશિ:
ધન રાશિના સ્વામી બૃહસ્પતિ છે. આ રાશિના લોકો કિસ્મત કરતા વધુ પોતાની કાબિલિયત અને મહેનતના દમ પર અમીર બને છે. આ જાતકોને ધન-સંપત્તિ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય છે જેના કારણે તેઓ ખૂબ જ ધન કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

5. કુંભ રાશિ:
કુંભ રાશિના સ્વામી શનિને માનવામાં આવે છે. જો આ રાશિના લોકોની કુંડળીમાં શનિ ખુબ જ મજબૂત છે તો આવા લોકો ખુબ જ આસાનીથી કામિયાબી હાંસિલ કરી લેતા હોય છે. અને તેઓનું નામ દોલતમંદ લોકોની લિસ્ટમાં સામેલ થઇ જાતું હોય છે. તેમના ધનિક બનવાની સંભાવના સૌથી વધુ હોય છે. તેઓ કલ્પનાઓ કરતા વાસ્તવિકતામાં વિશ્વાસ રાખે છે અને મગજથી સમજી વિચારીને નિર્ણય કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App