જ્યોતિષ શાસ્ત્ર

આ 3 રાશિઓ પર શનિની સાઢેસાતી અને બે પર ઢૈયા, ચોક્કસ કરો આ 7 ઉપાય…

જ્યોતિષમાં શનિગ્રહનું વિશેષ મહત્વ છે. આ ગ્રહને સૌથી મારક ગ્રહ કહેવામાં આવે છે.કુંડળીમાં અશુભ સ્થિતિ હોવાથી વ્યક્તિને દરેક પ્રકારની સમસ્યાઓ ઘેરી લે છે.શનિ એક સાથે 5 રાશિઓ પર પોતાની અસર દેખાડે છે. એક સમયમાં ત્રણ રાશિઓ પર શનિની સાઢેસાતી અને બે રાશિઓ પર ઢૈયા ચોક્કસ રહે છે.શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે.

Image Source

જ્યોતિષશાસ્ત્રના આધારે હાલના સમયે શનિ ધનુ રાશિમાં છે. જેને લીધે વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ પર શનિની સાઢેસાતી છે જયારે વૃષભ અને કન્યા રાશિ પર ઢૈયાનો પ્રભાવ છે. એવામાં શનિના દોષને દૂર કરવા માટે નીચે આપેલા ઉપાયો કરી શકો છો.

શનિદોષને ઓછું કરવાના ઉપાયો:

Image Source

1.જ્યોતિષશાસ્ત્રના આધારે શનિવારે કાળા તલનું દાન, શમી વૃક્ષની પૂજા અને ચામડાના બુટ-ચપ્પલનું દાન કરવું પણ શુભ માનવામાં આવ્યું છે.

2. શમી વૃક્ષના મૂળને કાળા કપડામાં રાખીને શનિવારની સાંજે જમણા હાથમાં બાંધો તથા ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम: મંત્રનો જાપ કરો.

Image Source

3. શનિદેવના પ્રકોપને શાંત કરવા માટે આ મંત્ર ખુબ જ પ્રભાવી છે.શનિદેવને સમર્પિત આ મંત્રનો શ્રદ્ધાની સાથે જાપ કરવાથી નિશ્ચિત રૂપથી તમને લાભ થશે.

મંત્ર:
सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्ष: शिव प्रिय:।
मंदाचाराह प्रसन्नात्मा पीड़ां दहतु में शनि:।।

Image Source

4.શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ અને પીપળાના વૃક્ષની નીચે વિશેષ રૂપે પૂજા અર્ચના કરવી જોઈએ.

5.શનિદેવ તે લોકોને શુભ ફળ આપે છે જે મહેનતી હોય અને ગરીબોને ભોજન કરાવે છે. જે વ્યક્તિ ગરીબોનું અપમાન કરે છે તે વ્યક્તિ પર શનિ ક્યારેય પણ પોતાની કૃપાદ્રષ્ટિ નથી કરતા.

Image Source

6.કુંડળીમાં શનિ સાથે જોડાયેલા દોષોને દૂર કરવા માટે સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીના મંદિરમાં જઈને મીઠો પ્રસાદ ચઢાવવો.

7.શનિ સાથે જોડાયેલા દોષને દૂર કરવા માટે અને તેની કૃપા મેળવવા માટે શિવની ઉપાસના કરવી સિદ્ધ ઉપાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks