જ્યોતિષ શાસ્ત્ર

આ 4 રાશિના લોકો પર હોય છે મા લક્ષ્મીના હાથ, સૌથી વધુ પૈસાદાર હોય છે… જુઓ તમારી રાશિ છે કે નહિ…

ધનવાન બનવું અને ધનિકોની યાદીમાં નામ સામેલ થવું એ દરેકના બસની વાત નથી હોતી. પરંતુ આપણે ત્યાં દરેક વ્યક્તિની ઈચ્છા તો હોય જ છે કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી જેવું જીવન એકવાર તો જીવવા મળે. પરંતુ દરેકના નસીબમાં ધનિક બનવું શક્ય નથી હોતું, કારણ કે તેમના પર તેમના ગ્રહોની પણ અસર થાય છે, એટલે જયારે ગ્રહો નબળા હોય ત્યારે તમે અઢળક ધન નથી કમાઈ શકતા અને જો કમાતા પણ હોવ તો ધન ટકતું નથી. ત્યારે શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે ભારતના સૌથી ધનવાન લોકોની રાશિ કઈ છે? ‘બર્કલે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2018’ રિલીઝ કરવામાં આવેલી યાદીમાં સામેલ 831 લોકો પર નજર નાખીયે તો જાણવા મળી જશે કે આખરે સૌથી વધુ હિસ્સેદારી કઈ રાશિના લોકોની છે.

Image Source

ધનવાન ભારતીયોની લિસ્ટ પર નજર નાખતા એ વાત જાણવા મળે છે કે લગભગ 50 ટકા ધનિક ભારતીય 5 રાશિઓથી આવે છે. આ પાંચ રાશિ આ પ્રમાણે છે: કર્ક, કન્યા, મેષ, વૃશ્ચિક અને મકર.

દરેક રાશિઓમાં કર્ક સૌથી આગળ આવે છે કેમ કે આ લિસ્ટમાં આ રાશિના લોકોનું યોગદાન સૌથી વધુ છે. લિસ્ટમાં તેઓના એકલાની હિસ્સેદારી 10.50 ટકા છે.

કર્ક રાશિના કુબેરોના પ્રતિનિધિ ગૌતમ અદાણી છે જેઓની સંપત્તિ 71,2100 કરોડની છે. ભારતીય ધનવાનોની લિસ્ટમાં કન્યા રાશિ 9.70 ટકા, મેષ રાશિ 9.3 ટકા, વૃશ્ચિક રાશિ 9.2 ટકા અને મકર રાશિની 9 ટકા હિસ્સેદારી છે.
કન્યા રાશિમાં પલ્લોન જી મિસ્ત્રી આવે છે જે જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુખિયા મુકેશ અંબાણી મેષ રાશિનું પ્રતિનિધિત્વ કરે છે.

Image Source

લુલુ ગ્રુપના યુસુફ અલીની રાશિ વૃશ્ચિક અને ગોદરેજની સ્મિતા કૃષ્ણાની રાશિ મકર છે. આ રાશિઓ સિવાય સિંહ રાશિ 8.5 ટકા, તુલા 8.4 ટકા, મીન રાશિ 8.1 ટકા, મિથુન રાશિ 7.3 ટકા, વૃષભ 6.9 ટકા, કુંભ 6.6 ટકા, ધન 6.4 ટકાની હિસ્સેદારી હતી. એટેલ કે સૌથી ઓછી હિસ્સેદારી કુંભ અને ધન રાશિના લોકોની રહી છે.

વિપ્રોના અજીમ પ્રેમજી સિંહ રાશિના ધનવાનોમાં સૌથી આગળ રહ્યા જયારે સન ફાર્માના દિલીપ સાંધવી તુલા રાશિથી છે. કોટક બેન્કના ઉદય કોટક મીન અને આર્સેલર મિત્તલના સીઈઓ એન મિત્તલ મિથુન રાશિની શ્રેણીમાં ટોચ પર છે. આ લિસ્ટમાં બીજા સ્થાન પર એસ.પી. હિન્દુજા એન્ડ ફેમીલી અનુમાનિત સંપત્તિ 1,59,000 કરોડ રૂપિયા છે. હિંદુજા ગ્રુપના એસ પી હિન્દૂજા ધન રાશિવાળાનું પ્રતિનિધિત્વ કરે છે.

Image Source

સીરમ ઇન્સ્ટીટયુટના સાયરસ એસ પુનાવાલાની રાશિ વૃષભ, વાડિયાની રાશિ કુંભ રાશિ છે. બારકલેસની આ લિસ્ટમાં સામેલ 831 લોકોમાંથી 233 ધનવાન મુંબઈથી રહેલા છે. તેના પછી નવી દિલ્લી, બેંગ્લોરનો નંબર આવે છે. તો જો તમારી પણ રાશિ આ ધનિકોની રાશિ જ છે, તો આશા ન છોડતા, કદાચ તમે પણ ભવિષ્યમાં ધનિક બની શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks