જ્યોતિષ શાસ્ત્ર

આ 4 મહિનામાં જે જે લોકોના જન્મ થયા છે એ લોકો હોય છે સાક્ષાત ભગવાનનું રૂપ અને જીવનમાં મળે છે શાંતિ, સુખ સમૃદ્ધિ

અંગ્રેજી કેલેન્ડરની અંદર જે બાર મહિના આવે છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, અપ્રિલ, મે, જુન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર, ડીસેમ્બર.

પણ હિન્દુ ધર્મની અંદર જ્યારે બાળક જન્મે છે ત્યારે તેની કુંડળી તૈયાર કરવામાં આવે છે. અને આપણા ગુજરાતી મહિના કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. મુજબ બાળકોની કુંડળી તૈયાર થાય છે. અને કુંડળી પરથી આપણે કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય કે સ્વભાવ જાણી શકીએ છીએ. ગુજરાતી કે અંગ્રેજી માસ મુજબ મહિનાના અલગ અલગ મહત્વ અને ફાયદાઓ હોય છે. અને ઘણા મહિના તો આટલા શુભ હોય છે કે એ મહિનામાં જન્મતા વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે. તમને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. જે લોકોનો જન્મ એ શુભ મહિનામાં થતો હોય છે કે તે લોકો નસીબ લઈને જ પેદા થાય છે.

એ ચાર મહિનાઓ આ મુજબ છે.

ફેબ્રુઆરી –

Image Source

એ ચાર શુભ મહિનાઓમાંથી એક મહિનો છે ફેબ્રુઆરી. આ મહિનામાં જન્મેલ લોકો સ્વભાવના એકદમ નરમ અને વિનમ્ર હોય છે અને સાથે જ બુદ્ધિમાન પણ હોય છે. આ વ્યક્તિના ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. સાથે જ તેમનો મગજ ઘણો શાર્પ હોય છે બને તેટલું એ લોકો બુદ્ધિથી કામ લે છે અને બીજી વ્યક્તિ પાસે પોતાનું કામ કઢાવી લે છે. સાથે સ્વભાવના જિદ્દી પણ હોય છે.

એપ્રિલ –

Image Source

એ ચાર શુભ મહિનાઓમાંથી બીજો છે એપ્રિલ. આ મહિનામાં જન્મેલ લોકો ખૂબ તેજ હોય છે. તેની દૂર દ્રષ્ટિ પણ સારી હોય છે. જેથી દરેક હાથમાં લીધેલ કામ એ સેહલાઈથી પૂર્ણ કરે છે. બુદ્ધિની સાથે સાથે હૃદય પણ ધરાવે છે આ મહિનામાં જન્મતા લોકો.

સપ્ટેમ્બર –

Image Source

એ ચાર શુભ મહિનાઓમાંથી ત્રીજો છે સપ્ટેમ્બર. આ મહિનામાં જન્મેલ માણસો કિસ્મત લખાવીને આવ્યા હોય છે.આ લોકો મહેનતી, વિશ્વાસુ અને લાગણીશીલ હોય છે. દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા આવડતું હોય. પણ એ મહિનામાં જન્મતા લોકો જલ્દી લોકો સાથે મિત્રતા બનાવતા નથી. થોડા શરમાળ વૃત્તિ ધરાવતા હોય છે.

ડિસેમ્બર –

Image Source

એ ચાર શુભ મહિનાઓમાંથી છેલ્લો છે કેલેન્ડરનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર. જે લોકોનો જન્મ ડિસેમ્બર માસમાં થાય છે એ લોકો ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમનું નસીબ તેના દરેક કાર્યમાં સાથ આપે છે અને એને જ કારણે આ મહિનામાં જન્મેલા બાળક પ્રગતિ કરે છે. એ મહિનામાં જન્મેલ લોકો પ્રેમાળ અને બુદ્ધિમાન હોય છે અને સાથે જ હસમુખા પણ. જે ઈચ્છે તે મેળવી લે એવા નસીબ સાથે પેદા થયા હોય છે.