જાણવા જેવું ધાર્મિક-દુનિયા

આ 4 કામ પછી તરત જ સમય બગાડવા વગર સ્નાન કરી લેવું જોઈએ, સ્ત્રીઓ માટે ખાસ છે કહેવાયું છે

કેટલાક લોકો તો ખાલી સવારે ઉઠીને અને સાંજે સ્નાન કરતા હોય છે અને અમુક લોકો આખા દિવસમાં એકવાર જ સ્નાન કરતા હોય છે. આચાર્ય ચાણક્ય એ કેટલીક આવી પરિસ્થિતિ જણાવી છે કે તેને પછી સ્નાન કરવું જરૂરી છે આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે…

तैलाभ्यङ्गे चिताधूमे मैथुने क्षौरकर्मणि।
तावद् भवति चाण्डालो यावत् स्नानं न चाचरेत्।

Image Source

આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે સ્વાસ્થ્ય વ્યક્તિનું ધન છે. આ માટે સ્વાસ્થ્યને લગતા કેટલાક નિયમો બનાવ્યા છે. સારું ભોજનની સાથે સારું વાતાવરણ અને સારી આદતો પણ આપણા જીવનમાં ખુબ જ આસર કરે છે. કેટલીક બીમારીઓથી ઓથી બચવા માટે સ્નાન કરવું જોઈએ. આચાર્યએ આ 4 કામ જણાવ્યા છે તે કર્યા પછી એકવાર સ્નાન જરૂર કરું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને દેવી-દેવતાઓ પ્રસન્ન થઈને સુખ-શાંતિ આપશે.

પહેલું કામ:

Image Source

ચાણક્યને જણાવ્યા પ્રમાણે તંદુરસ્ત શરીર અને નિખરી ત્વચા માટે અઠવાડિયામાં એકવાર તેલની માલિશ કરવી જોઈએ. તેલની માલિશથી શરીરનો મેલ નીકળી જાય છે. તેલની માલિશ કરીને તરત જ સ્નાન કરવું જોઈએ. તેમની માલિશ કર્યા પછી સ્નાન કર્યા વગર બહાર નીકળવું એ અશુભ માનવામાં આવે છે.

બીજુ કામ:

Image Source

વાળ કપાવ્યા પછી તરત જ સ્નાન કરવું જોઈએ. કેમકે વાળ કપાવ્યા પછી પુરા શરીરમાં વાળ ચોંટી ગયા હોય છે અને તેનાથી ખંજવાળ અને એલર્જી થાય છે. માટે વાળ કપાવ્યા પછી સ્નાન કરવાથી શરીર સાફ થઇ જાય છે. વાળ કપાવ્યા પછી સ્નાન કરવું શુભ પણ માનવા આવે છે.

ત્રીજું કામ:

Image Source

જો કોઈ મૃત વ્યક્તિની અંતિમ યાત્રા અથવા શમશાનમાં જાવ તો ત્યાંથી આવીને તરત જ સ્નાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે અંતિમ યાત્રા અથવા શમશાન ગયેલ વ્યક્તિને કોઈ સ્પર્શી શકે નહીં તેને પહેલા સ્નાન કરવું પડે છે પછી જ તેમને સ્પર્શી શકેય આવું એટલા માટે કે શમશામના વાતાવરણમાં કેટલાક પ્રકારના કીટાણુ હોય છે જે આપણા શરીરમાં અને કપડાં ચોટે છે. તેથી શમશાનથી તરત ઘરે આવીને સ્નાન કરવું જોઈએ.

ચોથું કામ:

Image Source

સ્ત્રી કે પુરુષે પ્રેમ પ્રસંગ પછી એકવાર સ્નાન કરવું જરૂરી છે. કેમકે આ કામ પછી બંને અપવિત્ર થઇ જાય છે. તેથી જ્યાં સુધી તેઓ સ્નાન ન કરે ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારનું ધાર્મિક કામ ન કરી શકે. વગર સ્નાન બહાર જવું અશુભ માનવામાં આવે છે. તેથી આ કામ કર્યા પછી ખાસ કરીને સ્ત્રીઓએ સ્નાન કરવું જ જોઈએ.

આ વાતનો ઉલ્લેખ માર્કન્ડેય પુરાણ અને વિષ્ણુ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ ઉપરના આવું પણ કહેવામાં આવે છે કે નિર્વસ્ત્ર થઈને કોઈ દિવસ સ્નાન ન કરવું જોઈએ.