ધર્મ શાસ્ત્રોમાં છોડને ખૂબ પવિત્ર અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરવાવાળા માનવામાં આવ્યા છે. એટલે કે, દરેકનાં ઘરમાં અમુક એવા છોડ લગાવવામાં આવે છે જે લાભદાયક હોય છે. અમુક છોડની તો દરરોજ પૂજા પણ કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે જેની ઘરમાં સુખ-શાંતિ સાથે-સાથે સમૃદ્ધિ માટે પૂજા કરવામાં આવે છે.પરંતુ,જો એક વિશેષ વાત પર ધ્યાન ન આપવામાં આવે તો અમુક છોડ જેટલા સકારાત્મક છે તેટલા જ નકારાત્મક પણ હોઈ શકે છે.
આજ અમે આપને જણાવીશું કે ઘરની અંદર ક્યા છોડ ન લગાવવા જોઈએ. કારણ કે આ છોડ લગાવવા અશુભ હોઈ શકે છે.ભૂલથી પણ ઘરની અંદર આ છોડ ન લગાવો કારણ કે તે ઘરમાં દરિદ્રતા લઈને આવે છે.

ઘરની અંદર આ છોડ ન લગાવો માં લક્ષ્મીજી થઇ જાય છે નારાજ
આપણે ઘણી વાર જોતા હોય છે કે, ઘણા લોકો પોતાના ઘર કે આજુબાજુ કોઈપણ છોડ વાવી દેતા હોય છે. પરંતુ, ઘરમાં અમુક છોડ વાવવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. અમે જે છોડ વિષે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે લગાવવાથી કિસ્મત બદકિસ્મતીમાં પરિવર્તિત થઈ જાય છે અને ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ જાય છે. તેથી આપને પોતાના ઘરની અંદર આ છોડ ન લગાવવા જોઈએ.
ઘરની અંદર તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરની અંદર સુખ સમૃદ્ધિ લાવે છે. પણ અમુક છોડ એવા પણ હોય છે જે ઘર પરિવારમાં કલેશ અને બદકિસ્મતીનું કારણ બને છે.આ છોડ જે ઘરની આસપાસ હોય છે તે ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. તો ઘરની અંદર આ છોડ ન લગાવવા જોઈએ.

બોનસાઈનો છોડ
જો આપના ઘરની આસપાસ કોઈ બોનસાઈનો છોડ લગાવેલો છે તો તેને તરત દૂર કરી દો. કારણ કે તે દરિદ્રતાનું કારણ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં બોનસાઈના છોડને નકારાત્મક ઉર્જા વાળો છોડ માનવામાં આવ્યો છે.એટલે કે આ છોડ ક્યારેય પણ પોતાના ઘરની અંદર ન લગાવવો જોઈએ. બોનસાઈનાં છોડથી ઘર આર્થિક વિકાસ બાધિત થઈ જાય છે. આ છોડની ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.

કેક્ટસનો છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની અંદર ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. તેના સિવાય, કેક્ટ્સના છોડને ઘરની અંદર ન લગાવવા જોઈએ.જેને કાપવા કે છોલવા પર દૂધ નિકળતું હોય. કારણ કે,આવા છોડ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. તેના સિવાય આવા છોડથી ઈજા પહોંચવાનું જોખમ રહે છે.

આમલીનું વૃક્ષ
ઘરની આસપાસ ક્યારેય પણ આમલીનું વૃક્ષ ન હોવું જોઈએ. કારણ કે,એવી માન્યતા છે કે આમલીનાં વૃક્ષમાં ભૂતોનો વાસ હોય છે.વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો આમલીનાં પાનમાં અમ્લની વધુ માત્રા હોવાનાં કારણે આસપાસનું વાતાવરણ પણ અમ્લીય થઈ જાય છે.આ સ્વાસ્થય માટે હાનિકારક છે.

મૃત (કરમાયેલા) છોડ
જો આપના ઘરની અંદર કોઈ એવો છોડ છે જે મૃત (કરમાઈ ગયેલો/સુકાઈ ગયેલો) છે તો તેને તરત હટાવી દો. કારણ કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા છોડથી ઘરની અંદર નકારાત્મકતા આવે છે. આવા છોડ ઘરની અંદર લગાવવાની સખત મનાઈ છે. તેના સિવાય, તેનું વૈજ્ઞાનીક કારણ એ કે તે છોડ ઓક્સિજન છોડવાને બદલે ઓક્સિજન લે છે. આ કારણે આસપાસ ઓક્સીજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આવા છોડ બન્ને કારણથી ઘરની અંદર ન લગાવવા જોઈએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.