તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે ‘અદ્વિતીય’, તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે. હિંદુ ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે – “રામ તુલસી” જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને “કૃષ્ણ તુલસી” જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પુજા માટે મહત્વના છે. ઘણાં હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે, ક્યારેક ખાસ તુલસી ક્યારીમાં. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે, અને ઉગાડવામાં આવે છે. આપણે દરરોજ સવારે નાહ્યા બાદ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. નાહ્યા બાદ કરેલ તુલસીની પૂજાને પવિત્ર માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી ફક્ત ભગવાન જ ખુશ નહીં થતા પણ આ છોડના બીજા ઘણા લાભ છે. આયુર્વેદ કહો કે સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ વરદાન સ્વરૂપ છે.

તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ માટે થાય છે, અને તેના સુગંધી-તેલ માટે પણ. દક્ષિણ એશિયામાં આ એક ઘરગથ્થુ ઓસડ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે. વળી વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે. ગ્રંથો અને પૌરાણિક કથા અનુસાર તુલસીથી જ વિષ્ણુ ભગવાનનું મનસન્તાપ દુર થયું હતું. અને એટલે જ પંડિતો તેને હરિપ્રિય કહે છે. સંસ્કૃત ભાષામાં તુલસીને હરિપ્રિયાજ કહેવામાં આવે છે.

તુલસીમાં અનેક ગુણ છુપાયેલ છે. અને સાથે જ અનેક પૌરાણિક કથાઓ પણ આ છોડ સાથે જોડાયેલ છે.
તુલસીમાં ચારે તીર્થધામોનો સમાવેશ થયેલ છે. દરરોજ નાહ્યા બાદ તુલસીના છોડના દર્શન અને પૂજા કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે. દરરોજ અજાણતામાં કરેલ પાપાનો નાશ થશે. દરેક કામમાં તુલસીનો ઉપયોગ કરવાથી કામ સફળ થશે. એ પછી પૂજા હોય કે શ્રાદ્ધ. તુલસી એ વિષ્ણુ ભગવાનની પ્રિય છે તો તેમની દરેક પૂજામાં એક તુલસીનું પાન હોવું જરૂરી છે.
તુલસીની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત પણ થઈ જય છે.

સવારમાં તુલસી જળ ચઢાવતી વખતે જો આ ત્રણ અક્ષરના મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો તમને શુભ ફળ મળશે. જયારે તુલસીને જળ ચડાવીએ મ પછી બે વાર ચપટી વગાડવી અને પછી જ તુલસીનું પાન તોડવું. ત્યારે આ ત્રણ અક્ષર ના મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઈએ.
-ૐ सुभद्राय नमः
-ૐ सुप्रभाय नमः
“ मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते”
સવાર હોય કે સાંજ, તુલસીના પાનને તોડતી વખતે આ જરૂરથી કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં લાભ થશે.
-ૐ सुभद्राय नमः
-ૐ सुप्रभाय नमः
“ मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते”

આ મંત્રનો ગુજરાતી અર્થ થાય છે કે હે તુલસી મા તમને વિષ્ણુ ભગવાન બોલાવે છે ચાલો. અમારી સાથે ચાલો અને અમે તમને તેમની પાસે પહોંચાડી દઈએ એમના પ્રસાદ તરીકે. જો તમને સંસ્કૃત બોલતા ન ફાવે તો થોડા દિવસ આ શ્લોકનું રટણ કરી લો પણ શ્લોકનો એક પણ શબ્દ ખોટો બોલતા નહીં. દરરોજ શ્લોક બોલી જ તુલસીના પાન ને તોડવું.
“महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते,”
તુલસીજી ને જળ ની સાથે સાથે આ વસ્તુ પણ ચડાવવી જોઈએ. મિત્રો તુલસીના છોડ પર ફક્ત પાણી જ નહીં તેની સાથે બીજી વસ્તુઓ ચઢાવવાથી તુલસીમાતા પ્રસન્ન થઈ જશે અને તુલસી પ્રસન્ન તો ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન. પાણી સાથે કંકુ ચઢાવો. અને સાથે જ હળદરનો ગાંઠો અને પાણી અને દૂધ મિક્સ કરી ને ચઢાવો.
આ બધું કર્યા બાદ પૂજા માટે શુદ્ધ દેશી ઘી નો દીવો પ્રગટાવો. દિવાનો ઉજાશ ઘરમાં પ્રસરવા લાગશે અને મન શાંત થશે. સવાર સાંજ તુલસીના છોડ સામે દીવો પ્રગટાવો જોઈએ.

જેમ ભગવાન વિષ્ણુને તુલસી પસંદ છે અને તેની પૂજામાં તુલસી જરૂરી છે પણ ભગવાન શિવની પૂજા કરતી વખતે તુલસી કયારેય ચઢાવવા નહીં. એ વાત હંમેશા ધ્યાનમાં રાખજો. તો સમજાય ગયું ને કે સવાર સાંજ તુલસીના છોડની પૂજા કરવી, જળ અર્પણ કરવું દીવો પ્રગટાવવો અને સાથે જ શ્લોક બોલી પછી જ પાન તોડવું. આંગણામાં તુલસીનો છોડ હોવાથી ઘરમાં ખરાબ નજર કોઈની પહોંચતી નથી હંમેશા સુખ શાંતિ બની રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.