દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

જાણો એક એવી સત્ય ઘટના વિશે કે જેમાં મિત્રો સાથે રાખેલી શરતે લઇ લીધો એક યુવાનનો જીવ

ચિંતન ભણવામાં બહુજ હોશિયાર પણ સાવ બિકણ હતો. કોલેજમાં આવી ગયો પણ તેને હિંસક પ્રાણીઓનો બહુજ ડર લાગતો. નાનપણમાં તે એક વખત શાળામાંથી કાંકરીયા પ્રાણી સંગ્રહાલય પ્રવાસે ગયો હતો. શરૂયાતમાં નાના નાના પ્રાણીઓ તેમણે જોયા પછી બધા વિદ્યાર્થીઓ સિંહના પિંજરા આગળ આવી ગયા. તેજ વખતે ભૂખ્યા સિંહે ખોરાક માટે ત્રાડો પાડવાનું ચાલું કરતાં ચિંતન ખુબજ ગભરાઈ ગયો.તેના આખા શરીરે પરસેવો વળી ગયો.અને ચક્કર આવવા લાગ્યા.માંડ માંડ તે ઘેર પહોંચ્યો, ત્રણ રાતો સુધી તે ઊંઘમાથી ઝબકીને જાગી જતો હતો. ત્યાર પછી તેના ઘરના બધા તેને ક્યારેય હિંસક પ્રાણીઓની વાત ના કરતાં કે ટીવી ઉપર ક્યારેય તેને હિંસક પ્રાણી ના બતાવતા. તેના મમ્મી પપ્પા તેની બીક દૂર કરવા ખૂબ પ્રયત્ન કરતાં પણ પરિણામ નિષ્ફળ!

રાત્રે ચિંતનને ઊંઘમાં ચાલવાની બૂરી આદત હતી. ઊંઘમાં ને ઊંઘમાં તે સપનાની અસર હેઠળ બેઠો થાય, થોડું ચાલે, પાછો સૂઈ જાય પણ સવારે ઊઠે ત્યારે તેને કાઈપણ યાદ જ ના હોય ! આ તકલીફ માટે તેણે કાઉન્સેલીંગ કરાવ્યુ, સારવાર કરાવી પણ પરિણામ શૂન્ય !! તેથી રાત્રે ઊંઘમાં પણ તેનું ધ્યાન રાખવું પડતું હતું.

Image Source

અમદાવાદમાં મે મહિનાનો ઉનાળો અગન દ્ઝાડતી ગરમીથી ભરપૂર, એમાં રાત્રે ઘેર તો સૂઈ શકાય જ નહિ, તેથી બધા બીજા માળે રાત્રે ઠડકમાં અગાસી ઉપર સુવા જતા. અગાસીની આજુબાજુ ઉંચી મજબૂત દીવાલો હતી,તેથી ચિંતનને રાત્રે વાંધો આવે તેમ ન હતું. છ્તાં પણ તેના માબાપ અગાસીમાં તેની બાજુમા જ ધ્યાન રાખવા સુવાનું રાખતાં હતા.

રવિવારની રાત્રે ચિંતન એકલો જ ઘેર હતો. તેના મમ્મી પપ્પા અને નાની બહેન મામાને ઘેર ગયા હોવાથી રાત્રે મોડા ઘેર આવવાના હતા. ચિંતનના કોલેજીયન મિત્રો રાત્રે અગાસી ઉપર ભેગા થયા હતા. જુવાન છોકરાંયો ભેગા થાય એટલે તોફાનો તો કરવાના જ . સહુએ પોતપોતાના મોબાઇલમાં થી જુદાજુદા ક્લિપિંગ્સ, જોક્સ વિગેરે બતાવવાના ચાલું કર્યા. બધાની નવાઈ વચ્ચે ચિંતનના ખાસ મિત્ર અર્પિતે નવીજ આવેલી ખાસ ક્લિપિંગ કાઢી અને ચાલું કરી.

દિલ્હીના પ્રાણીસંગ્રહાલય માં એક યુવાન ફોટોગ્રાફર દીવાલ પર ચડી ફોટા પાડવા જતાં વાઘના પીંજરામાં ભૂલથી પડી ગયો હતો. તેની ક્લિપિંગ આખા ગામમાં ફરતી થઈ ગઈ હતી. બધાને આ જોવામાં રસ પડ્યો પણ ચિંતનને ડર લાગવા માંડ્યો.તે ઊભો થઈ દૂર જવા ગયો કે, બધા મિત્રોએ તેની મજાક ઉડાવવા માંડી “ અરે,તુ તો છોકરો છે ક છોકરી ? શું બીકણવેડા કરે છે, હવે તો તું પૈણવા લાયક થયો છે કે નહિ ?”

Image Source

“ ના, ના, મને હિંસક પ્રાણીઓ ની ખૂબ બીક લાગે છે .”ચિંતને ડરતાં ડરતાં જવાબ વાળ્યો.
“ શું વાત કરે છે ? નાનપણમાં બીક લાગતી હોય,પણ હવે તો તું વીસ વરસનો થયો,શું બીવે છે ?” અર્પિતે પાનો ચડાવ્યો.

જો આ આખી ક્લિપિંગ જોઈ આપે તો એકસો એકાવન રૂપિયા મારા તરફથી .”તેનો મિત્રો જિગર બોલ્યો .
“ મારા તરફથી બ્સ્સો એક રૂપિયા.”બીજા મિત્રોએ વધારે પાનો ચડાવ્યો. ચિંતનને મિત્રોની ચડવણીથી પાનો ચડવા લાગ્યો મિત્રોતો મજાકમાં ને મજાકમાં તેણે ફુલાવી રહયાં હતા.

ચિંતન જોશમાં ને જોશમાં વાઘની ક્લિપિંગ જોવા બેસી ગયો. તેની ફરતે તેના બધાજ કોલેજીયન મિત્રો બેસી ગયા. અર્પિતે ક્લિપિંગ ચાલૂ કરી.

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં વાઘના પીંજરાની ફરતે ઉંચી દીવાલો હતી. એક યુવાન ફોટોગ્રાફર નજીકથી વાઘનો કુદરતી ફોટો લેવા દીવાલ ઉપર ચડી ગયો અને ફોટા પાડી રહયો હતો,ત્યાં અચાનક, તેનો પગ લપસ્યો .તેના હાથમાંથી કેમેરા ફેકાઈ ગયો ,અને તે જઈ પડ્યો સીધો વાઘના પીંજરાની અંદર .સામેજ સફેદ,ઊંચો મદમસ્ત વાઘ ઊભો હતો. પેલો યુવાન ભયથી થથરી રહયો હતો.તે વાઘને પગે લાગી બચાવવા વિનંતી કરતો હતો. વાઘ પણ શાંતિથી તેની સામે પાંચ સાત મિનિટ ઊભો રહયો .બહાર રહેલા માણસોએ વાઘને ભગાવવા શોર બકોર કરી. વાઘને પથરો માર્યો. આ મોટી ભૂલ હતી.શાંતિથી ઉભેલો વાઘ છંછેડાયો, અંદર પડેલો યુવાન ભયથી ધ્રૂજી ગયો અને કાંપવા લાગ્યો.વાઘે એકજ છ્લાંગમાં તેણે પછાડી માથું પકડી અંદરની તરફ દોડ્યો યુવાન ઘસડાયો, લોહી લુહાણ થઈ ગયો અને છેવટે વાઘે તેને ફાડી ખાધો .આ જોતાં જોતાં ચિંતન ફફડી ગયો, જાણે વાઘે તેનેજ ફાડી ખાધો હોય !! તેને પરસેવાના રેલા ઉતરી રહયાં હતા,હૃદય ધડધડ થવા લાગ્યું હતું, શરીરના તમામ વાળ ઊભા થઈ ગયા.

દશ મિનિટ પછી અગ્યાર વાગતા તમામ મિત્રો ઊભા થઈ ગયા,શરત ના પૈસા ચિંતન જીતી ગયો હોવાથી કાલે સવારે આપવા આવીશું કહી સહુ છૂટા પડ્યા એક પછી એક સહુ વિદાય થતાં ચિંતન એકલો પડતાં વધારે ગભરાવા લાગ્યો.
તેણે બીક દૂર કરવા આંખો બંધ કરી, પણ ઊભા રહેવાતુ ન હોવાથી અગાશી માં જ ગાદલામાં લંબાવ્યુ. ડરમાં ને ડરમાં ક્યારે તેની આંખ મળી ગઈ, તે ખબર જ ના પડી.

Image Source

ચારે તરફ ઘનઘોર જંગલમાં ચિંતન ફસાઈ ગયો હતો.સામે થી મોટો સફેદ વાઘ અચાનક કૂદયો અને ચિંતનને પકડવા દૌડ્યો. ચિંતન ઊભો થઈને દોડવા લાગ્યો. વાઘ પણ તેની પાછળ હતો. ચિંતનને પરસેવાના રેલાં ઉતરવા લાગ્યા ,તે ધ્રુજી રહયો હતો.ત્યાં તેણે દીવાલ જોઈ ,તેને યાદ આવ્યુ ,દીવાલ કુદી જઈશ તો બચી જવાશે.દોડતાં દોડતાં તે દીવાલ ઉપર ચડી ગયો, પાછળથી વાઘ તેની ઉપર કુદવા ગયો, ત્યાં તો તે દીવાલ ઉપર થી કુદી પડયો, અને તેનુ સપનુ તુટી ગયુ.
ફ્લેટની નીચે જોરદાર ધડાકો થતાં ચારે તરફ દોડધામ મચી ગઈ. ઉપરથી અગાસીની દીવાલ કુદી ચિંતન સીધો નીચે પાર્ક કરેલી મારૂતિ ગાડી ઉપર પડયો અને ત્યાંથી જમીન પર ફેકાયો. માથામાં ખોપરી ફાટી જવાથી લોહીનો રેલો ચાલુ થયો.
ચિંતનના માબાપ મોડી રાત્રે ઘેર આવી રહયા હતા તે ધડાકો સાંભળી દોડ્યા. જમીન ઉપર ચિંતન લોહીલુહાણ થઈને છેલ્લા શ્વાસ લઈ રહયો હતો.તેની મમ્મીને જોતાં તે બેભાન અવસ્થામાં બબડ્યો “મમ્મી, હું વાઘથી બચવા દીવાલ કુદીને બહાર આવી ગયો છુ.” અને તે ઢળી પડયો.

તેના માબાપ આ બધું શું બની ગયું, કેવી રીતે બની ગયું તે સમજી જ ના શકયા.ચારે તરફ સોપોં પડી ગયો. આખા કુટુંબમાં રાડારોળ મચી ગઈ.

Image Source

બીજે દિવસે સવારે ચિંતનના મિત્રો જિગર અને અર્પિત, તેણે જીતેલાં ત્રણ સો બાવન રૂપિયા આપવા આવ્યા, ત્યારે ઘરમાં મોતનો માતમ છવાયેલો જોઈ છોભિલા પડી ગયા. જિગરે અર્પિતને કહ્યુ “ચિંતન ને ઘેર ગઇકાલ રાત સુધીતો કોઈ બીમાર ન હતુ ,તો આ કોનું મરણ થયું છે?” તેમણે ચિંતનના મમ્મીને બધી વાત કરી, તેનું જીતેલું ઈનામ આપવા આવ્યા છીએ તેમ કહયું ચિંતનની મમ્મી હીબકે ચડી, અને બન્નેને હાથ પકડી રૂમમાં અંદર ચિંતનની લાશ પાસે લઈ જતાં, બન્ને એકદમ ગભરાઈને અપસેટ થઈ ગયા.રમત રમતમાં અને ચડસા ચડસીમાં શરતો લગાવી, મોતનો શિકાર બની ગયેલ ચિંતનની લાશ જોતાં બન્નેના મોમાંથી હાયકારો નીકળી ગયો. ધીમેથી બન્ને બહાર નીકળી ભાગી છૂટયા અને હવેથી કયારેય આવી મજાક નહિ કરીયે તેવું નક્કી કરી નાખ્યું.

ચિંતનના માબાપ હવે બધાને, ડરતાં બાળકોને રાત્રે હોરર ફિલ્મ, સિરિયલ કે ક્લિપિંગ્સ ન બતાવવા ફરીને સમજાવી રહયા છે. આવી ક્લિપિંગ બતાવવા કે જોવાનો કોઈઅર્થ ખરો કે, જે જિંદગીને જોખમમાં નાખી દે???

(નોંધ: આ સત્ય ઘટના છે. નામ અને પ્રસંગો બદલેલ છે.)

લેખક: ડો.હર્ષદ વી. કામદાર
એમડી.ડી.પેડ,ડી.સી.એચ (મુંબઈ)
એફ.આઈ.સી.એ (યુ.એસ.એ.)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks