દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

પરી બનીને આવી યુવતી અને બદલી નાખ્યું વૃદ્ધનુ જીવન, રસ્તા પર માંગતા હતા ભીખ

આપણે ત્યાં એક કહેવત છે, ‘સમય કરતા પહેલા અને નસીબથી વધુ કોઈને નથી મળતું.’ પ્રભુની ઈચ્છા વિના આપણે કેટલુ પણ કરી લઈએ પણ આપણે સફળ નથી થતા કે આપણી ઈચ્છા જેટલું નથી મેળવી શકતા, ત્યારે આજે એક એવા જ વ્યક્તિ વિશે વાત કરીશું કે જેમને બાળપણથી ઘડપણ સુધી ખૂબ જ ઉચનીચ જોઈ અને આખરે ભગવાનની ઈચ્છા થઇ કે તેમની સાથે સારું થાય એટલે ભગવાને તેમને મદદ કરવા માટે એક પરી મોકલી જ આપી. હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબૂક પેજે આ વ્યક્તિની સ્ટોરી શેર કરી હતી.

Image Source

આ વૃદ્ધ વ્યક્તિ બાળપણમાં જ ઘરેથી ભાગી ગયા હતા. તેઓ પોતાના ગરીબ પિતા પર બોજ બનવા માંગતા ન હોવાથી તેઓએ બાળપણમાં જ ઘર છોડી દીધું હતું. ઘરેથી ભાગીને તેઓ કશે દૂર જવા માંગતા હતા એટલે તેઓએ ટ્રેન પકડી અને ત્યારે અચાનક ચાલતી ટ્રેનમાંથી તેઓ પડી ગયા અને આ દુર્ઘટનામાં તેમનો એક પગ કપાઈ ગયો. લોકોએ ઘાયલ જોઈને તેમને ડોકટર પાસે લઇ ગયા, જ્યા ડોક્ટરે તેમને તેમના માતા-પિતા વિશે પૂછ્યું તેઓ તેમને જણાવ્યું કે તેઓ અનાથ છે અને પછી તેઓ એ જ વાતને હકીકત બનાવીને જીવવા લાગ્યા.

Image Source

ત્યાંથી તેમને અનાથાલય મોકલી દેવામાં આવ્યા, જ્યા પણ તેમનું મન માન્યું નહિ અને તેઓ ત્યાંથી પણ ભાગી નીકળ્યા. એ પછી ગુજરાન ચલાવવા માટે તેઓએ રસ્તા પર ભીખ માંગવાનું શરુ કરી દીધું. પરંતુ ફરતી એક વાર નસીબે તેમને સાથ ન આપ્યો અને એક દિવસ પોલીસે તેમને ભીખ માંગતા જોઈને જુવેનાઇલ જેલમાં નાખી દીધા. જેલમાં તેમની મુલાકાત એક એવા છોકરા સાથે થઇ જે સુંદર રીતે કવ્વાલીઓ ગાતો હતો.

Image Source

તેમને આ કવ્વાલીઓ એટલી ગમી ગઈ હતી કે તેઓ હિન્દી અને ઉર્દુ શીખવા પર મજબૂર થયા હતા. જયારે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યાર પછી તેઓએ શાયરીઓ લખવાનું શરુ કર્યું. નવરાશની પળોમાં તેઓ શાયરીઓ લખ્યા કરતા હતા. પરંતુ વધતી પરેશાનીઓને કારણે અને ગુજરાન ચલાવવા માટેના પૂરતા પૈસા ન હોવાના કારણે તેમના માટે શક્ય ન હતું કે તેઓ શાયરીઓ લખ્યા જ કરે, ગુજરાન ચલાવવા માટે તેમને ફરીથી ભીખ માંગવાનું શરુ કર્યું.

Image Source

પરંતુ પછી કદાચ ભગવાનને આ વ્યક્તિનું નસીબ ચમકાવવાની ઈચ્છા જરૂર થઇ આવી હતી. કહેવાય છે ને રાત પછી સવાર જરૂર થાય છે, અને આ તો લાંબી રાત હતી એટલે સવાર પણ એટલી જ સુંદર થવાની હતી. એટલે આ વૃદ્ધના જીવનમાં પણ સારા દિવસો આવ્યા. એક દિવસ ભગવાને આ વૃદ્ધ સામે સ્મિત કર્યું, અને એક છોકરીના રૂપમાં પરી મોકલી – આ છોકરીએ આ વૃદ્ધ ભિખારીને જોયો અને તેમની સાથે વાતો પણ કરી. આ છોકરી પોતાના દાદાજીની વરસી નિમિતે ભિખારીઓમાં મીઠાઈ વહેંચી રહી હતી. દરમ્યાન તેને આ વૃદ્ધ ભિખારીને જોયા અને તેમની સાથે એક કલાક સુધી વાતચીત કરી, તેમની શાયરીઓ વાંચી.

Image Source

આ પછી આ યુવતી ઘણીવાર આ વૃદ્ધ ભિખારીને મળવા આવતી અને આ યુવતીએ આ વૃદ્ધ ભિખારીને Spoken Word fest સુધી પહોંચાડયા. જ્યા તેમને પહેલી વાર 22 મિનિટ સુધી પરફોર્મ કરવાનો મોકો મળ્યો. આ વૃદ્ધનુ કહેવું છે કે આ 22 મિનિટ તેમના જીવનના શ્રેષ્ઠ 22 મિનિટ હતા. એ પછી આ યુવતી તેમને બીજી ઘણી ઇવેન્ટ્સમાં લઇ ગઈ જ્યા તેમને તેમની શાયરીઓ વાંચવાની તક મળી, અને લોકોને પણ આ પસંદ આવી રહી હતી.

Image Source

ન ફક્ત આ યુવતીએ આ વૃદ્ધના શબ્દોને દુનિયા સુધી પહોંચાડયા પણ તેને આ વૃદ્ધ માટે પૂરતું ફંડ ભેગું કરીને એક બુક સ્ટોલ પણ લગાવી આપ્યો. હવે આ વૃધ્ધે ભીખ માંગવાની જરૂર રહી નહિ, અને આ બધું જ પેલી યુવતીના કારણે થયું, અલ્લાહે આ યુવતીને પરીના રૂપમાં તેમની મદદ કરવા મોકલી હતી એવું આ વૃદ્ધનુ માનવું છે. તેમનું માનવું છે કે અલ્લાહ તેમને સાબિત કરવા માંગતા હતા કે જીવનના મુશ્કેલ સમયમાં પરીઓ આવે છે અને મદદ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks