સિંહને ગળે લાગતી મહિલાનો ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો, જોઇને ચોંકી જશો

દોઢ ડાહી થઈને આ મહિલા સિંહને ગળે લાગવા ગઈ, પછી જે થયું બાપ રે

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને સિંહને લઇને તમારો ડર થોડો ઓછો થઇ શકે છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં એક મહિલા સિંહને ગળે લાગતા જોવા મળી રહી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મહિલા સિંહને પાંજરાની બહાર ઊભી રહી જોઇ રહી છે. સિંહ પાંજરાની ઘણી નજીક હોય છે. મહિલા તેના બંને હાથથી સિંહ બાજુ ઇશારો કરે છે. એવું કરતા જ સિંહ તેના બે પંજાને પાંજરાની બહાર નીકાળતા મહિલાના ગળામાં નાખે છે. બાદમાં સિંહ હુમલો કરવાની જગ્યાએ તેને ગળે લગાડે છે. સિંહે જે રીતે આ મહિલાને ગળે લગાડી છે તેને જોઇને બધા હેેરાન છે. આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધુ છે.

ટ્વીટર પર આ વીડિયોને ઇંડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુસાંત નંદાએ શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, સૌથી ખતરનાક પણ વફાદાર હોઇ શકે છે. માણસ કરતા સારો ! “જુપિટર”ને પહેલા એનાએ બચાવ્યો હતો અને તેને એક નવુ જીવન આપ્યુ હતું.

આ મહિલા જે રીતે સિંહને ગળે લગાડી રહી છે તે જોતા એવું લાગી રહ્યુ છે કે, તેને જરાય પણ ડર લાગતો નથી. આ વીડિયોની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

જુઓ વીડિયો

Shah Jina