જીવનશૈલી નારી વિશે રસપ્રદ વાતો વૈવાહિક-જીવન

સાસુ બનવા જતી મહિલાએ આ 4 વાતો ખાસ ધ્યામાં રાખી લે… નહિ તો થઇ જશે ઘર બરબાદ

આજના મોટાભાગના ઘરોમાં એક જ સમસ્યા જોવા મળે છે. સાસુ વહુના સંબંધો. ગમે એટલી એ સંબંધોમાં કાળજી રાખો પરંતુ કોઈ એક ક્ષણ તો એવી આવી જ જાય છે જેમાં આ સંબંધોમાં સહેજ મનમોટાવ થઇ જ જાય છે. તેમાં પણ આપણા ભારતીય પરિવારોમાં તો ખાસ.

Image Source

ઘરમાં આવેલી વહુ સાસુને પોતાની માતાનો દરજ્જો આપી નથી શકતી અને સાસુ એ વહુ ને પોતાની દીકરી તરીકે નથી અપનાવી શકતા જેના કારણે આ સમસ્યાઓ ઉદભવતી હોય છે પરંતુ અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છે જે વહુ બનનારી દરેક દીકરી અને દરેક સાસુ જો અપનાવી લે તો ક્યારેય એ બંનેના સંબંધોમાં કોઈ ખટાશ આવી જ ના શકે અને જીવનભર એ સંબંધોમાં ખુશીઓ ભરેલી રહે.

Image Source

સાસુએ એવું ના માનવું કે લગ્નબાદ દીકરો વહુનો થઇ ગયો છે:
ઘણીવાર આપણે જોઈએ છે કે દીકરો લગ્ન પહેલા માની દરેક વાત માનતો હોય છે પરંતુ લગ્ન બાદ પત્નીને મહત્વ આપવા લાગે છે અને સાસુને એમ લાગે છે આજકાલની આવેલી વહુએ મારા દીકરાને મારી પાસેથી છીનવી લીધો છે. પરંતુ એક વાત યાદ રાખવા જેવી છે કે ઘરમાં નવી આવેલી વહુને દીકરા સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે મનમેળ થતા સમય લાગે છે. કારણ કે લગ્ન પહેલા એ દીકરા સાથે અવાર-નવાર મળે છે અને એની સાથે બધી વાતો વહેંચી પણ શકે છે જેના કારણે દીકરો પણ ઘરમાં નવી આવેલી વહુને એકલું ના લાગે અને તે ઘરમાં બરાબર બધાની સાથે મનમેળ સાધી શકે તેના માટે પોતાની પત્ની પાસે વધુ સમય વિતાવતો હોય છે.

Image Source

જેના કારણે દરેક સાસુએ એમ સમજવું જોઈએ કે નવી આવેલી વહુ ઘરમાં બરાબર બધાની સાથે મનમેળ સાધી શકે  તેના માટે દીકરો વહુને વધારે મહત્વ આપતો હોય છે. ઘરમાં આવેલી વહુએ પણ શરૂઆતથી જ ઘરમાં સાસુ સાથે મનમેળ રાખી શકાય એવું કરવું જોઈએ જેના કારણે સાસુને પણ તેના પ્રત્યે માન જન્મે.

Image Source

વહુને દીકરી અને સાસુને મા માની લો:
સાસુ વહુ વચ્ચે સંબંધોમાં અણબનાવ થવાનું કારણ બંને પોતાના સંબંધને સાચી રીતે સ્વીકારી નથી શકતા એજ રહેલું છે. એક મા પોતાની દીકરીને જેમ સાચવી શકે છે એમ એક સાસુ પોતાની વહુને નથી સાચવી શકતી સાસુને એમ જ લાગે છે કે એ પાર્ક ઘરેથી આવી છે અને પારકી છે અને તેના કારણે મનમાં સતત એ વાત રહેવાના કારણે સંબંધોમમાં ખટાશ આવે છે. પરંતુ જો સાસુ નવી આવેલી વહુને શરૂઆતથી જ પોતાની દીકરી છે એમ સમજી લેશે તો ક્યારેય સંબંધોમાં ખટાશ નહિ આવે.

Image Source

વહુ પણ હંમેશા એમ જ વિચારે છે કે હું પારકા ઘરેથી આવી છું અને મારી સાસુ મારી સગી માતા નથી અને એના મનમાં પણ સતત આજ વાત ખટકતી રહે છે. જેના કારણે આ સંબંધો જીવનભર મનમોટાવ વાળા બની રહે છે. પરંતુ જો એક વહુ પણ પહેલા જ દિવસથી પોતાની સાસુમા પોતાની માતાને જોવા લાગે તો આ સંબંધો ક્યારેય બગડતા નથી.

Image Source

વહુને પણ સમજવું કે તે હવે સાસરે છે:
લાડ પ્રેમમાં ઉછરેલી દીકરી પોતાના પપ્પાના ઘરે એક રાજકુમારી બનીને જીવતી હોય છે, આઝાદ જીવન તેને જીવ્યું હોય છે પરંતુ સાસરે આવી અને આ આઝાદી છીનવાઈ જતી હોય એમ તેને લાગે છે. પરંતુ એ આવનાર વહુએ પોતાના પિતાના ઘરે કરેલા એ મોજશોખ અને ભોગવેલી આઝાદીને ભૂલવી પડે છે. તેને પોતાનું ઘર માની અને પોતે જ આવેલી જવાબદારી નો ભાર સમજવો જોઈએ અને હસતા મોઢે એ જવાબદારીઓને સ્વીકારવી પણ જોઈએ તો ક્યારેય આ સમસ્યા નહીં ઉદભવે.

Image Source

સાસુએ પણ એ વાત સ્વીકારવી જોઈએ કે પોતાની વહુ કેવા વાતાવરણમાંથી આવી છે અને તેને ગમતું કરવાના પણ પ્રયત્નો કરવા જોઈએ જેના કારણે વહુને એવી અનુભૂતિ ના થાય કે હું પારકા ઘરે આવી ગઈ છું તેને પણ તેના પિયરઘર જેવી અનુભૂતિ સાસરે પણ કરાવવાની જવાબદારી એક સાસુની જ રહેલી છે. જો દરેક સાસુ અને વહુ બંને આ વાતને સમજશે તો એ બંનેના સંબંધો સદાય તાજા રહેશે.

Image Source

ઘડપણનો સહારો છે વહુ:
દરેક સાસુએ આ વાત સ્વીકારવી જોઈએ ઘડપણની અંદર એક વહુ જ હોય છે જે તેમની સેવાચાકરી કરી છે, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. શરૂઆતથી જ બગડેલા સંબંધો ઘડપણમાં તકલીફ આપે છે એ વાત પણ એક સાસુએ સ્વીકારવી જોઈએ. જે સાસુએ પોતાની વહુને શરૂઆતથી દીકરીની જેમ સાચવી હશે એ વહુ સાસુને પણ તેના ઘડપણમાં એક માતાની જેમ સાચવી શકશે. કારણ કે દીકરો પરિવારની જવાબદારીનો ભાર સ્વીકારવા માટે મોટાભાગે ઘરની બહાર રહેતો હોય છે. ત્યારે એક વહુ જ એક એવી વ્યક્તિ છે જે ઘરની અંદર રહીને જવાબદારીઓ સ્વીકારે છે.

Image Source

એક વહુએ પણ આ વાત સ્વીકારવી પડશે કે તમે ભલે પોતાના સાસુ સાથે ગમે એટલા સંબંધો બગાડશો પરંતુ રહેવાનું છે તો બંને એક છતની નીચે જ. ભવિષ્યમાં એક સમય એવો આવશે કે પોતે પણ એક દિવસ સાસુ બનશે ત્યારે એને પણ પોતાની સાસુ સાથે કરેલા વર્તન ઉપર પછતાવો થશે. આ પછતાવો થતા પહેલા જ જો બંને સમજી અને એકબીજા સંબંધોને જેટલા સારા રાખશે એટલું જ વધારે સારું રહેશે.

Image Source

આ રીતે સાસુ વહુના સંબંધોમાં આટલી સમજ દ્વારા નવો ઉજાસ ભરી શકાય. આ માત્ર ઉપરછલ્લી જ વાતો છે બીજી ઘણી બાબતો એવી છે કે જે એક સાસુ અને વહુ બહુ જ સારી રીતે સમજતા હોય છે છતાં પણ બંને વચ્ચે ઘણીવાર મનમોટાવ થતા રહે છે. નાના નાના મનમોટાવ થાય એનો વાંધો નથી પણ આ નાના મતભેદ મનભેદમાં ના ફેરવાઈ જાય તેનું ધ્યાન પણ પોતે જ રાખવાનું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.