ખબર ફિલ્મી દુનિયા

હવે આ વેબ સિરીઝ ઉપર લાગ્યા હિન્દુઓની લાગણીને ભડકાવવાના આરોપ, ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ

હાલમાં વેબ સીરીઝનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અત્યારની વેબ સીરીઝોમાં અભદ્ર ભાષા અને એવો એવા સીન બતાવવામાં આવે છે જે પરિવાર સાથે માણી જ ના શકાય. એવી જ એક સિરીઝ ઉપર હવે હિન્દૂ ધર્મની લાગણીઓને ભડકાવવાનો આરોપ લાગાવવામાં આવ્યો છે.

નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયેલી વેબ સિરીઝ “એ સુટેબલ બોય” ઉપર લવ જિહાદને વધારો આપવાનો આરોપ લાગી રહ્યો છે. આ વેબ સિરીઝમાં મંદિરમાં કિસિંગ સીન ફિલ્માવવાને લઈને લોકોએ આપત્તિ નોંધાવી છે. તેને લઈને જ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે આ ફિલ્મમાં બતાવવામાં આવેલું એક દૃશ્ય એક ધર્મ વિશેષની ભાવનાઓને આહત કરે છે. તેમને આ ફિલ્મ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાની વાત જણાવી છે.

નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે “એક ઓટિટિ  પ્લેટફોર્મ ઉપર “આ સુટેબલ બોય”નામની ફિલ્મ  પ્રસારિત થઇ છે. તેની અંદર આપત્તીજનક દૃશ્યો બતાવવામાં આવ્યા છે જે એક ધર્મ વિશેષની ભાવનાઓને આહત કરે છે. મેં પોલીસ અધિકારીઓને આ વિવાદાસ્પદ કન્ટેન્ટનું પરીક્ષણ કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસ અધિકારીઓ પરીક્ષણ કરીને જણાવશે કે  સંબંધિત ઓટિટિ પ્લેટફોર્મ અને ફિલ્મ નિર્માતા નિર્દેશક ઉપર ધાર્મિક ભાવનાઓ આહત કરવા રૂપે કેવી કાનૂની કાર્યવાહી કરી શકાય છે.”

એ સ્યુટેબલ બોય ફિલ્મમાં મંદરીમાં દર્શાવવામાં આવેલા આપત્તીજનક સીનને લઈને રીવા જિલ્લાના એક વ્યક્તિ ગૌરવ તિવારીએ FIR પણ દાખલ કરી છે. ટ્વીટ કરીને ગૌરવ તિવારીએ લખ્યું છે કે ” એ સુટેબલ બોય” કાર્યક્રમમાં નેટફ્લિક્સના એક એપિસોડની અંદર ત્રણવાર મંદિરના પ્રાંગણમાં ચુંબનનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે. પટકથા અનુસાર મુસ્લિમ યુવકને હિન્દૂ મહિલા પ્રેમ કરે છે, પરંતુ  બધા જ દૃશ્યો મંદિરના પ્રાંગણમાં કેમ શૂટ કરવામાં આવ્યા છે ?