જ્યોતિષ શાસ્ત્ર

ચાંદીની આવી વીંટી પહેરવાથી ભાગ્ય જલ્દી ચમકે છે, એવા ફાયદા થશે જે સપનામાં વિચાર્યા નહી હોય

આજે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું નસીબ સારું હોય. પરંતુ સારા નસીબ ભાગ્યશાળી લોકોમાં હોય છે. ઘણા લોકો તેની જીવનમાં સફળતા મેળવવા માટે લોકો સંભવ તેટલી કોશિશ કરતા હોય છે. પરંતુ ભગ્ય સાઠના દેવાના કારણે તે સફળ નથી થઇ શકતા. ત્યારે એવી સ્થિતિમાં ઘણી એવી વસ્તુ હોય છે જે આપણા નસીબમાં બદલાવ લાવે છે. તે પૈકી એક ચીજ છે તે ચાંદી છે. ચાંદી ફક્ત સુંદર જ વધારવાનું કામ નથી કરતું પરંતુ આપણી કુંડળીમાં રહેલ ગ્રહોથી ઉત્પ્ન્ન થનારા દોષને પણ દૂર કરે છે.

જો ચાંદી ધારણ કરવામાં આવે તો આપણા ગ્રહ મજબૂત થાય છે. આજે અમે તમને ચાંદીના ઉપયોગથી થનારા લાભ વિષે જણાવીશું.

Image Source

જો તમે ચાંદીની વીંટીને છેલ્લી આંગળીમાં પહેરવામાં આવે તો તમારી બંધ નસીબ ખુલી જાય છે. ચાંદીની વીંટીનો ઉપયોગ સામાન્ય રીતે ચંદ્ર ગ્રહ માટે કરવામાં આવે છે. જે વ્યક્તિનું મન ચંચલ હોય છે જે લોકોને જલ્દી ગુસ્સો આવતો હોય તે લોકો માટે ચાંદીની વીંટી ફાયદાકારક છે. ચાંદીની વીંટી ધારણ કરવાથી મનને માનસિક શાંતિ મળે છે.

વિધિ-વિધાન સાથે છેલ્લી આંગળીમાં ચાંદીની વીંટી પહેરવામાં આવે તો શુક્ર ગ્રહ અને ચંદ્રમાં શુભ પરિણામ આપે છે જેના કારણે ખુબસુરતી અને નિખાર ઉઘડે છે. ચાંદીની વીંટી પહેરવાથી ચહેરાના દાગ-ધબ્બા નીકળીને ચહેરાની ચમક વધે છે.

જેનો ચંદ્ર કમજોર હોયતે સૌથી પહેલા વ્યક્તિની માનસિક ક્ષમતા પર અસર કરે છે, ત્યારે ચાંદીની વીંટી પહેરવાથી ચંદ્ર મજબૂત કરી માનસિક ક્ષમતા વધે છે.

Image Source

જો તમને કફ, ઓર્થોરાઈટિસ અને સાંધા અથવા હાડકાથી જોડાયેલી સમસ્યાને ચાંદીની વીંટી ઘણી હદ સુધી ફાયદાકારક છે. ચાંદીની વીંટીની ખાસ વાત એ છે કે, આ બહુજ જલ્દી અસર કરવા લાગે છે.

જે લોકોને ચાંદીની વીંટી પસંદ ના હોય તેચાંદીની ચેઇન પણ પહેરી શકે છે. ચાંદીની ચેઇન પહેરવાથી કફ, પિત્તથી સંતુલન બનાવી રાખે છે. જે લોકો બોલવામાં અચકાતા હોય તે લોકો માટે ચાંદીની વીંટી અને ચાંદીની ચેઇન ફાયદાકારક છે.

ચાંદીની વીંટી અથવા ચાંદી ધારણ કરવા સિવાય ચાંદીના વાસણમાં જમવાથી શરદી-ઉધરસ અને સાઇન્સમાં ફાયદો થાય છે. તેથી કોઈને કોઈ કારણે ચાંદીનો ઉપયોગ તો જરૂર કરવો જોઈએ.

Image Source

ચાંદીની વીંટી ધારણ કરવાથી રાહુ અને સૂર્યના ખરાબ પરિણામ ખતમ થાય છે. ગ્રહોની નકારાત્મક અસર દૂર કરી સકારાત્મક પ્રભાવ ઉત્પ્ન્ન કરે છે. આ વ્યક્તિને સમાજમાં માન-સન્માન મળે છે. આ લોકોને ઉચ્ચ પદ માટે નોકરી મળે છે.

ચાંદીની વીંટી છોકરીઓએ ડાબા હાથમાં અને છોકરાઓએ જમણા હાથમાં પહેરવી જોઈએ. ચાંદીની જગ્યાએ પ્લેટિનમની વીંટી પણ પહેરી શકે છે.

હાટમાં શનિની વીંટી પહેરવાથી શનિનો પ્રભાવ ઓછો થાય છે. ચાંદીની વીંટી પહેરવાથી શનિથી ઉત્પ્ન્ન થયેલી પીડા અને રોગથી મુક્તિ મળે છે.

Image Source

ચાંદીની વીંટીને સોમવારે પહેરવી જોઈએ. ચાંદીની વીંટીને ધારણ કરતા પહેલા વીંટીને દૂધ અને ગંગાજળમાં રાખો. ત્યારબાદ આ વીંટીને ભગવાનને અડાડીને ધારણ કરો. આ વીંટીને એકવાર પહેર્યા બાદ ક્યારે પણ ના ઉતારો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.