પાર્ટીની અંદર વર-કન્યાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો પાયલોટ અને ત્યારે જ કંઈક થયું એવું કે પ્લેન બન્યું દુર્ઘટના ગ્રસ્ત, જીવથી ધોવા પડ્યા હાથ, જુઓ વીડિયો

પાર્ટીની અંદર સરપ્રાઈઝ આપવા માટે આવેલું પ્લેન બન્યું દુર્ઘટનાનો શિકાર, પાયલોટનું થયું મોત, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો આવ્યો સામે

A plane crash at a party : કોઈપણ ઘરમાં જયારે કોઈ પ્રસંગ હોય ત્યારે તમામ લોકો ખુબ જ ખુશ હોય છે અને પરિવારનું દરેક વ્યક્તિ આ ખુશીના પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે અવનવા આયોજનો પણ કરતા હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અચાનક ઘટેલી કોઈ દુર્ઘટનાના કારણે પરિવારમાં માતમ પણ છવાઈ જતો હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપલને સરપ્રાઈઝ આપવા જતા જ પ્લેન ક્રેશ થયું અને પાયલોટનો જીવ ચાલ્યો ગયો.

મેક્સિકોમાં બની ઘટના :

મેક્સિકોના સિનાલોઆમાં એક પાર્ટી દરમિયાન એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. આ દરમિયાન સેંકડો લોકો ત્યાં હાજર હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેન જમીન પર પડતું જોઈ શકાય છે. એક દંપતિ પરિવાર અને મિત્રો સાથે તેમની ગર્ભાવસ્થાની ઉજવણી કરી રહ્યું હતું. તેઓએ તેમનું બાળક દીકરો છે કે દીકરી એ જાહેર  કરવા માટે એક નાનું જેટ ભાડે લીધું હતું.

પ્લેનની પાંખ કાગળની હોય તેમ વળી ગઈ :

જેમ જેમ પ્લેન ભાવિ માતા-પિતાની નજીક પહોંચ્યું તેમ તેણે નિયંત્રણ ગુમાવ્યું. આ પછી પ્લેન રંગ છોડીને જમીન પર પડી ગયું, જેના કારણે વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં પાયલટનું મોત થયું હતું. આ વીડિયોને ટ્વિટર પર @aviationbrk નામના યુઝરે શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ક્રેશ થયા બાદ પ્લેન જમીન પર પડ્યું. અકસ્માત દરમિયાન તે વિમાનની પાંખો જાણે કાગળની બનેલી હોય તેમ વાંકા વળી ગઈ હતી.

પાયલોટનું મોત :

વીડિયોમાં એક કપલ એકબીજાનો હાથ પકડીને ઊભું જોવા મળે છે. ત્યારે એક વિમાન ઝડપથી ઉડતું જોવા મળે છે, જે હવામાં ગુલાબી રંગ ફેલાવે છે. ત્યારપછી વિમાનની એક પાંખ હવામાં વળે છે, જેના કારણે તે પાઈલટના નિયંત્રણની બહાર જાય છે. જે બાદ પ્લેન નજીકના ખેતરમાં પડી જાય છે. પાર્ટીમાં હાજર લોકો આ ઘટનાથી અજાણ હતા. તે કપલની પાર્ટીમાં બૂમો પાડતા જોવા મળે છે.

Niraj Patel