સુરતના સોલંકી પરિવારના આયોગહત કેસમાં થયો એક મોટો ખુલાસો… મનીષ દર મહિને લાખોની લોનના હપ્તા ભરતો અને પરિવારના 7 લોકોએ એકસાથે જ…

સુરત: એક પરિવારના 7 લોકોના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા

A new twist in the Surat mass suicide case : ગુજરાતમાં આપઘાત કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે મોતને વહાલું કરતા હોય છે તો ઘણીવાર સમગ્ર પરિવાર આર્થિક સંકળામણમાં આવીને સામુહિક આપઘાત પણ કરી લેતા હોય છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા સુરતમાંથી સામે આવી હતી. જેમાં એક જ પરિવારના 7 સભ્યોએ એકસાથે જ મોતને વહાલું કરી લીધું હતું. આ મામલે પોલીસ પણ હવે તપાસ કરી રહી છે અને હવે તેમાં એક પછી એક નવા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.

દેવાના ભાર નીચે દબાયો હતો પરિવાર ?

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારના સાત લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું, પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવું હતું, ત્યારે હવે આ મામલે એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે, જેમાં સોલંકી પરિવારના મોભી મનીષ સોલંકી દેવાના ભારત નીચે દબાયેલા હતા અને દર મહિને જુદી જુદી બેંકમાં રૂપિયા 1.20 લાખના હપ્તા ભરતા હતા.

પોલીસે સાગા સંબંધીઓની કરી પૂછપરછ :

ત્યારે હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું મનીષ બેંકના હપ્તા ભરવા માટે તણાવમાં તો નહોતો રહેતો ? આ ઉપરાંત તેની પર હપ્તા ભરવાનું કોઈ દબાણ તો નહોતુંને ? પોલીસે આ મામલે મનીષ સોલંકી અને સોલંકી પરિવારના આંય લોકોના નાણાંકીય વ્યવહાર માટે 10 સગા-સંબંધીઓ સાથે પણ પણ પૂછપરછ કરીને તેમના નિવેદન નોંધ્યા છે. પોલીસ આ મામલે સામુહિક આપઘાત કેસની કદી શોધવા માટે સતમામ સભ્યોની કોલ ડિટેઇલ અને આર્થિક વ્યવહારોની પણ ઊંડાણથી તપાસ કરશે.

મનીષ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હોવાનું પણ સામે આવ્યું :

આ ઉપરાંત એક એવી પણ વાત સામે આવી છે કે મનીષ કોઈ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હોઈ શકે છે. આ વાતની સાબિતી આપતો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તાંત્રિક પાસે બેઠો છે અને તે વ્યક્તિ મનીષ હોવાનો દાવો પણ થઇ રહ્યો છે. આ તાંત્રિક પાસે મનીષ અવાર નવાર તાંત્રિક વિધિ કરાવતો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ હવે શું ખરેખર મનીષ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હતો કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.

Niraj Patel